Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૫૬ શ્રી શાહપ્રતિકમણ-વાદિસત્રની આકરી ટીકાને સરલ અનુવાદ અતિચારે તરીકે પણ સંભવે છે. બાકીના સાતમા અને આઠમાવતના અતિચારની વ્યાખ્યા પૂર્વે જણાવી છે તે મુજબ આ વ્રતમાં ધરાવવી.
આ દેશાવકાશિકવતનું ફલ આ પ્રમાણે -જેમ કઈ મંત્રવાદી, પિતાના મંત્રપ્રયોગથી સર્પ વગેરેનું આખા શરીરમાં વ્યાપેલું ઝેર તેના ડંસમાં જ લાવી મૂકે છે, તેમ આ વ્રતનું પાલન કરનાર ધાર્મિક જન, આ વ્રતરૂપી પ્રયોગથી સહુ સાવઘવેપારને સંક્ષેપીને અ૫ બનાવી દે છે. એ રીતે સાવધ વ્યાપારને સંક્ષેપ થતાં કર્મોને પણ સંક્ષેપ થઈ જવા પામે છે. અને તેથી ક્રમે મેક્ષની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અવસમીર ગાથાને અર્થ પૂર્ણ થયે.
દસમા દશાવકાશિકત્રત સંબંધમાં રાજ્યભંડારી ધનદનું દષ્ટાંત ચક્રવતીના નગર જેવાં સમૃદ્ધિથી ભરપુર ચક્રપુર નામે નગરમાં શત્રુઓને વિશે ધૂમકેતુ સમાન હરિકેતુ નામે સુજાણ રાજા હતા. જે તે રાજા, લેકસ્થિતિ અને લોકોનું બેસવું જાણવાને માટે રાત્રિને વિષે ઘૂની જેમ ગુપ્તચર્યાથી નગરમાં ફરતા હતઃ રાજવીઓની એ રીતિ જ છે. રા. એક વખતે રાત્રે રાજા, પુષ્કળ લેકની ભીડ જામેલી ચૌટામાં દેવતાઈ નાટક જેવું નાટક ચાલી રહ્યું હતું, તે ગુપ્તપણે જુએ છે. આવા તે નગરમાં ધનસાર નામે શ્રેષ્ઠીને ગુણ અને કળાને આશ્રય એવો ધનદ નામે પુત્ર, હાથીનાં બચ્ચાંની જેમ કર (સેંઢ- હાથ) નચાવતે ત્યાં આવ્યો. જા અને આ કોઈપણ સામાન્ય માણસ છે, એમ ધારીને નેકરના સ્કંધની જેમ ગુપ્તવેશે ઉભેલા રાજાના અંધ ઉપર હાથ ટેકાવવા વડે આખા દેહનો ભાર આપીને નાટક જેવા લાગે. પા નાટક પૂરું થયા બાદ નાટકકારોને તે ધનદે ઉચિત ધન આપીને પોતાના દેહને ક્ષણમાત્ર ભાર આપેલ તે નિમિત્તે રાજાને પણ સોનામહોર સહિત પાનનું બીડું આપ્યું ! અહે, અપૂર્વ કૃતજ્ઞતા ! પિતાની જાતને છૂપાવવા સારૂ રાજાએ પણ તે સોનામહોર યાચકની જેમ જલદિ ગ્રહણ કરી ! -છા ધનદની તે નીતિથી પ્રસન્ન થએલા રાજાએ, પ્રભાતે ધનદને સત્કારપૂર્વક બોલાવીને હસીને કહ્યું કે મારો સ્કંધ સારો કર:” ૮ તે સાંભળીને સમયજ્ઞ એવો તે ધનદ પણ અત્યંત ચમક્યો અને શંકિત બનીને બે કે-“પૃથ્વીને ભાર સહન કરવામાં સમર્થ એવા આપના સ્કંધને મારો ભાર શું હિસાબમાં ? III ધનદનું તેવું યુક્તિયુક્ત વધવું સાંભળીને તે અત્યંત પ્રસન્ન થએલ તે નૃપતિ છે, ધનદને પત્રપદે સ્થાપે! ખરેખર, ચિતારત્નની જેમ ઉચિત વચન શું આપતું નથી? | ૧૦ ||
એક દિવસે તે નગરમાં આવેલા રત્નના વેપારીઓ રાજા પાસે શંકરનાં ત્રણ નેત્ર જેવાં અત્યંત દેદીપ્યમાન ત્રણ રત્ન લાવ્યા. રાજાએ પણ તે રત્નોની પરીક્ષા કરવાનો રત્નપરીકેને આદેશ કર્યો. તેઓએ તે રનેને બારીકાઈથી તપાસીને રાજાને કહ્યું--“હે સ્વામી ! આ પહેલું રત્ન છે, તે મહાન તેજસ્વી હોવાને લીધે નિરૂપમ=અમૂલ્ય છે ! અર્થાત તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી ! બીજું રત્ન કોડ નૈયાનું છે અને ત્રીજું રત્ન અ૯૫ તેજ હવાને
१ शेष याण्या पूर्ववत् ४ । २ .त्यष्टाविंशतिगाथार्थः ४ । ३ धणओ नामेणं ४ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org