Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૬૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આકરી ટીકાને સરલ અનુવાદ
'અપર્વ તિથિમાં પણ પૌષધ કરણીય જ છે. ફાં–શ્રી સૂવકૃતાંગ વગેરે આગમગ્રંથને વિષે શ્રાવકના અધિકારમાં “વારસદમુદિનમાલિળી, પહgovi gવાઢમાળા” એ પ્રમાણે કહ્યું છે. એટલે કે દરેક ચતુર્દશી, અષ્ટમી, મહાકલ્યાણુસ્વરૂપે પુણ્યતિથિ તરીકે પ્રસિદ્ધ એવી અમાવાસ્યાઓ અને માસી સંબંધીની ત્રણ પૂર્ણિમાઓને વિષે પ્રતિપૂર્ણ પોષધનું અનુપાલન કરતા એ પ્રમાણે કહ્યું છે, તેથી પૌષધનું અનુષ્ઠાન, અષ્ટમી વગેરે પર્વદિવસને વિષે જ કરવાનું ઠરે છે, તમે જે અપર્વતિથિના દિવસે પણ કરવાનું કહે છે, તે શાસ્ત્રાનુસારી ઠરતું નથી. તેનું કેમ?
સમાધાનઃ-એ પ્રમાણે બોલવું નહિ. કારણકે- આગમેને વિષે જે “પ પૌષધ કરે એ પ્રમાણે કહેલ છે, તે કથન એકાંત નથી: શ્રી સુબાહુકુમાર આદિ દસ શ્રાવકે એ અપર્વદિવસે પણ પૌષધ કરેલ હોવાનું કથન આગમને વિષે છે. જુઓ શ્રી વિપાકસૂત્ર નામના અગીઆરમા અંગના બીજા શ્રુતસ્કંધનું પ્રથમ અધ્યયન. ત્યાં કહ્યું છે કે-“તાળ કુવાદુकुमारे अन्न या कयाइ चाउद्दसट्टमुदिट्टपुण्णिमारिणीषु जाव पोसहसालाए पोसहिए अट्ठमभत्तिए
સë રિજ્ઞા માથે વિ=તે વખતે તે સુબાહકુમાર અન્યદા કોઈવાર ચતુર્દશી -અષ્ટમીઅમાવાસ્યા અને પૂર્ણિમાના પૌષધ વખતે પૌષધશાલામાં અષ્ટમભક્ત-ત્રણ દિવસના ઉપવાસ સહિત પષધની પ્રતિજાગરણ કરતા રહે છે.” એ પ્રમાણે અમપૂર્વક દિન ત્રણ સુધી સંલમ પૌષધ લીધેલ હોવાથી આગમને વિષે અપર્વને દિવસે પણ પૌષધ અનુમત જ છે.
વળી જે અપર્વતિથિના દિવસે પિષધ કરવાથી અવિધિ જ થતો હોત તો શ્રી અભય. કુમાર અને શ્રી વિજયરાજા વગેરેને તે તે કાર્ય પ્રસંગે ત્રણ દિવસ અને સાત દિવસ વગેરેના પોષાપવાસથી જે ઈષ્ટકાર્યની સિદ્ધિ થવા પામી છે તે કેમ થતું? કારણકે-“અકાલે સ્વાધ્યાય કરવામાં જેમ વિધ્ર જ છે તેમ અવિધિએ પૌષધ કરવામાં તો ઈદસિદ્ધને બદલે વિશ્ન જ સંભવે. વળી તેટલા દિવસના સંલગ્ન પષધોપવાસથી તેઓને થએલ ઈષ્ટની સિદ્ધિ પણું સંદિગ્ધર પિકલ નથી: જ્ઞાતાધમ કથા નામના અંગસૂત્રમાં અને વસુદેવહિડી વગેરે ગ્રંથને વિષે તેઓને ઈષ્ટની સાક્ષાત સિદ્ધિ કહેલી છે. તેમજ શ્રી આવશ્યકસૂત્રની ચૂર્ણિ વગેરે આગમગ્રંથને વિષે २ “ सव्वेसु कालपव्वेसु पसत्थो जिणमए तहा ( तवो ) जोगो। अट्ठमिचउद्दसीसुं, नियमेण વિજ્ઞ છો શા શ્રી જિનમતને વિષે સર્વકાલમાં આવતા સર્વકાલપને વિષે તપને. રોગ પ્રશસ્ત કહેલ છે, માટે અષ્ટમી-ચતુર્દશીમાં પૌષધ અવશ્યમેવ કરવો. ૫ ” એ પ્રમાણે પાઠ છે તે પાઠથી પણ પર્વને દિવસે નિશ્ચયે પૌષધ કરવાનું કહેલ હોવાથી અપર્વને દિવસે
૧૫. ઉ. શ્રીએ પોતાના અનુવાદમાં અહિં શિર્ષક તરીકે જે મેટી પર્વતિથિઓમાં જ પૌષધ કરો એ એકાંત નથી (બીજ વગેરેમાં પણ પૌષધ થઈ શકે છે એ પ્રમાણે લખ્યું છે, તે શાસ્ત્રકારના કીનથી અને શ્રી દેવરતપાગચ્છની પ્રણાલિકાથી વિપરીત છે. કારણ કે- તેઓશ્રીની તે વાતથી અ પર્વતિથિએ પષધ વાતો નિષેધ થઈ જાય છે. ૨-એ પછીના “માવતવૃત્તો તુ ' એ પાઠની વ્યાખ્યાને અદિ* જરૂર નહિ દેતી હોવાથી છોડી દીધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org