Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૭૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ કાને સરલ અનુવાદ સુવર્ણ અને મણિનાં પગથીયાંવાળું, હજારો થાંભલાવાળું અને સુવર્ણનાં તળીયાંવાળું જિનભવન કરાવે તેના કરતાં પણ પૌષધોપવાસનું ફલ વધારે છે. તેના” એક મુહૂર્તમાત્રનું સામાયિક કર્યો સતે ૯૨૫૦૨૫૯૨૫ -૩ એટલા પપમનું દેવનું આયુષ્ય બંધાય છે; તે નવમા સામાયિક વ્રતના અધિકારમાં “વાળવો ' ગાથાવડે પહેલાં જણાવવામાં આવેલ છે. એ હિસાબે ત્રીશ મુહૂર્ત પ્રમાણને એક અહોરાત્રનો પૌષધ કરવામાં એથી ત્રીસગુણે લાભ સ્થૂલદષ્ટિએ થાય છે. અને તે આ પ્રમાણે –“સત્તત્તરી સત્તાવા=૨૭૭૭ ક્રોડ ૭૭ લાખ ૭૭ હજાર ૯૭૭ સત્યાન્તર પલ્યોપમ અને ઉપર એક પલ્યોપમના નવ ભાગમાંના સાતભાગ, એટલું દેવનું આયુષ્ય એક પૌષધમાં બાહ્યદષ્ટિએ બાંધે. સૂફમવૃત્તિએ=અતિ ઉપ
ગ પૂર્વક પૌષધ કરવામાં તે એથી અધિકતર લાભ પણ પ્રાપ્ત કરે. વ્રતધારી શ્રાવક જે પ્રમાદથી પૌષધ ન કરે તો આખા દિવસનું તે તે જાતના વ્યાપારોથી પાપમયપણું બની જવાના સંભવે નરકને વિષે ૨૭૭૭૭૭૭૭૭૭૭૬ પ્રમાણ પલ્યોપમના આયુષ્યને બંધ વગેરે ફલ જાણવું. ચકવરી અને વાસુદેવ વગેરેને “તે તે દેવને વશ કરવા વગેરે પૌષધનું આ લેકનું ફલ પ્રસિદ્ધ છે. એ પ્રમાણે ૨૯મી ગાથાનો અર્થ પૂર્ણ થયે.
પષધની આરાધના વિરાધના પર દેવકુમાર, પ્રેતકુમારનું દૃષ્ટાંત પર્વતની રેખાનું અનુકરણ કરનારું અને સુવર્ણ કિલ્લો ધરાવનારૂં લક્ષમીપુર નામે નગર છે. તે નગરમાં “અપરાજીત” એવું યથાર્થ નામ ધરાવનારાઓનું પણ નામ નિરર્થક બનાવનાર તરીકે પ્રસિદ્ધ એ અપરાજિત નામે રાજા રાજ્ય કરે છે. ૧૫ તે રાજાને માન્ય એવો પ્રસાકાર નામે બુદ્ધિમાન નગરશેઠ છે. તે શ્રેષ્ઠીને સતીઓમાં શ્રેષ્ઠ એવી પ્રજ્ઞાવતી નામે સ્ત્રી છે. સારા તે શ્રેષ્ઠીને સાત પુત્રો થયા, પરંતુ તે સર્વે ગુણવિનાનાં મિષ્ટાન્ન જેવા અને તેની સોબત કરનારને “ગદંભના પગની ઉડેલ રાજકણની જેમ” લક્ષમીનો નાશ કરનારા થયા! કહ્યું છે કે “ બેટરી, ગર્દભ અને સાવરણીની રજ તથા દીપક અને માંચડાની છાયા પૂર્વોપાર્જીત લક્ષમીને હણે છે પાકા” તે પુત્રો, હંમેશાં રાંની જેમ તુછપદાર્થો ખાવામાં નિ:શંકપેટભરા, દુર્ભગ, દુઃસ્વર, દુર્મતિદુપ્રવૃત્તિદુસ્થિતિ અને દુષ્ટાશય પ્રધાન હેઈને નારકીના છની જેમ પરસપર કલેશ કરે છે. પરદા તેવા પુત્રોથી ઉદ્વેગ પામેલ તે શ્રેષ્ઠીને ચંદ્રની જેમ રાત્રિને વિષે પણ પ્રકાશ આપનારો એ અકસ્માત આઠમો પુત્ર થયે; છતાં પણ અનિષ્ટતમ
લાગ્યો. | ૭ | એ રીતે એ આઠમા પુત્રના જન્મ વખતેય આઠમા પુત્રનું જન્મ- માતાપિતાદિ ખેદિત અને વિસ્મિત બન્યા છે, તેવામાં તે આઠમે તાંની સાથે જ પંડિત પુત્ર જન્મતાંની સાથે જ પંડિતની જેમ શ્રેષ્ટતર પદ્ધતિથી માતાજેવું વક્તવ્ય અને પિતાને કહેવા લાગ્યું કે-“હે તાત ! આપને હર્ષનાં સ્થાને આ શૈર્યનું પ્રદર્શન ખેદ શું કામ? જલદી મારે મહાન જન્મોત્સવ કરેઃ સુતરત્નની
પ્રાપ્તિ લોકમાં સુલભ નથી ” I ૮-૯ | પુત્રને એ પ્રમાણે બેલતે 1- एकस्मिन् सामायिके मुहुर्तमाने - ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org