Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૬. શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ઉત્તમ સ્પષ્ટીકરણ સાંભળીને રાજા વિચારવા લાગ્યું કે-અહો આ ધનદની ઉત્તમ રવભાવશીલતા! કેટલાક દઢ નિયમવાળા હોવા છતાં પણ સદા અપમાગે દેડી રહ્યા હોય છે, અને કેટલાક નિયમ વિના પણ પિતાના સ્વભાવથી જ સંયમી બન્યા બન્યા રહે છે! શા કાગડા–શ્વાન-ગર્દભે વગેરે વા૨વા છતાં પણ અશુચિ તરફ આદરવાળા હોય છે, જ્યારે હંસ-હાથી–સિંહ વગેરે અશુચિ પ્રતિ પ્રેય હાય છતાં કયારેય પણ આદર કરતા નથી! I ૨ એ પ્રમાણે ધનદની વિશુદ્ધ પરીક્ષા પામેલા રાજાએ એકાંત વિશ્વાસ થવાથી ધનદને રાજ્યપદે સ્થાપવાની જેમ અપૂર્વ પર્વ=મહત્સવપૂર્વક પિતાના ભંડારીપદે સ્થાપે ! અને બહુમાનપૂર્વક કહ્યું કે-હે ધનદ! મારો ભંડારકણથી કોઠાર ભરવાની જેમ તારે અપૂર્વ–અપૂર્વતર રત્નોથી ભરો અને ખરીદાતા માણિકયમાંથી સર્વ કરતાં અપૂર્વ હોય તેવું પણ દસમું દસમું માણિકય તારે લેવું: એ પ્રમાણે રાજાએ ધનદ પર મહેરબાની કરી. અહે, સ્વાભાવિક સુખના સરવરૂપ નય (નીતિ) માર્ગનું
સ્વર્ગની જેમ આ લેકમાં પણ કેવું અપૂર્વ ફળ છે? ત્યારબાદ ધનદને ધર્મપ્રાપ્તિ, અને ધનદે પરીક્ષા કરી કરીને અપૂર્વ રત્નો-રત્નાકરમાં ભર્યા હોવાની દેશાવકાશિકમાં દઢતા. જેમ-રાજાના ભંડારમાં સંગ્રહ્યાં. ધનદ પણ તે રનેમાંના માત્ર
દસમા ભાગને સંગ્રહ કરવામાં ક્રમે કરીને ક્રોડરનને સ્વામી થયે! કહ્યું છે કે ઘણાં વાદળાંઓ વરસે ત્યારે પણ વૃક્ષોને ફળની પ્રાપ્તિ હળવે હળવે થાય; પરંતુ પ્રસન્ન થએલા રાજાઓની દષ્ટિથી તો માણસને તત્કાલ પણ ફળની પ્રાપ્તિ થાય છે. + ૧ એક દિવસે પૂર્વનાં પુણ્યદયથી ધનદ, ગુરૂમહારાજની પાસે ગયે. સંબંધ વિનાના બંધુ અને કૃપાના સમુદ્ર એવા તે ગુરૂમહારાજે ધનદને કહ્યું-“હે ભદ્ર! કલ્યાણની ભાવનાવાળા ભવ્યાત્માએ અતિશય ભયંકર એવા ચિંતાસમુદ્રમાં ડુબેલ હોય તે પણ ધર્મ કરે હિતકર છે. કહ્યું છે કે-વ્યાકુલ મનવાળાએ પણ વચ્ચે વચ્ચે ધર્મ કરે, ખળાંની મધ્યભાગના ખીલે બાંધેલ બળદ ભમતે ભમતો પણ ઘાસ ભક્ષણ કરે છે. આ લે છે એક સાથે ઘણાં કાર્યો આવી પડે તે વખતે જે તાત્કાલિક જરૂરનું હોય તે કાર્ય કરવું, તેવા જરૂરી કાર્યોમાં પણ જે ફલદાયક કાર્ય હોય તે પ્રથમ કરવું અને ફલપ્રદર્યમાં પણ જે ધર્મ સંયુક્ત હોય તે કાર્ય પહેલું કરવું. રા” એ પ્રમાણે સુગુરૂએ સમ્યક્ત્વથી રમ્ય એ શ્રાવકનાં વ્રતરૂપી ધર્મને સવિસ્તર ઉપદેશ આપે જે ધનદનાં ચિત્તને વિષે પંભાવનારસથી સુવર્ણમાં જડેલ મણની માફક જડાઈ ગયે. તેથી શક્તિ પ્રમાણે સમ્યક્ત્વધર્મ વગેરે સ્વીકારીને ધનદે એ પ્રમાણે વ્રત સ્વીકાર્યું કે-“સર્વસ્થાને સર્વકાળે પણ સર્વવ્રતને વિષે સહેલું એવું આ દેશાવકાશિકવ્રત મારે સદાને માટે લેવા યોગ્ય છે. તેના પિતાનાં અને રાજ્યનાં કાર્યોને વિષે રાત્રિદિવસ વ્યાકુળ અમારી જેવાને દેશાવકાશિકત્રત ઉચિત છે. રાા અહે જિનેશ્વરભગવંતના ધર્મને માર્ગ કે સુખકારી છે કે અમારી જેવા (અતિ પ્રવૃત્તિવાળા જને) પણ અનુકુળતા મુજબ જે ધર્મને વિષે હમેશ ગતિ કરી શકે છે ! naએ પ્રમાણે ભાવવાહી -संग्गरस व ४।२ गुरुसगासे xiभतिपातिध्वपि ४ । ४ सावयवयधम्मो / ५ भावणारसेण ४ । निरचं जम्मि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org