Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની બાદશ ટકાને સરલ અનુવાદ ૩૪૯ દાઢા જેવી તીણુ શળાવાળી સૂળી પાસે લાવ્યા. તે ૧૦૧ . હવે આ બાજુ નગરના તે (રાણીના હાથે) મૃત્યુ પામેલ અરવિંદ રાજાને પુત્ર હતો નહિ; વળી એ સ્થિતિમાં જે તે માણસને રાજ્ય અપાય તો અન્યાય ગણાય; /૧૦૨ા તેથી મંત્રીઓએ રાજ્યની ત્રદેવીની પૂજા કરીને હસ્તિ-અશ્વ- છત્ર-ચામર અને કલશ તરીકેનાં પાંચ દિવ્ય શણગાર્યા . ૧૦૩ | બાદ રાજ્યને માટે રાજાના શેત્રીયજનો, પ્રપુત્ર, અધિકારીઓ, સુભટે, બ્રાહ્મણ, વણિકે અને કાલકે પણ તૈયાર થઈ ગયે સતે એ દરેક એકસરખી આશાવાળા જનેમાં પંક્તિભેદ ન થાય એ હિસાબે તે સર્વજનોને કમસર ઉલ્લંઘીને હસ્તિ, નગરમાંથી બહાર નીકળે. / ૧૦૪–૧૦૫ આ જોઈને “વનનું જનાવર હોવાથી વન ભણી ચાલ્યું” એ પ્રમાણે બબડવા લાગેલા લોકોનાં વચનને શ્વાનસમૂહોને ભસવાની જેમ અવગણીને તે હાથી પણ વધ માટે ઉભા રાખેલ તે ચોરને સ્થાને જાણે તે ચોરને મળવા જતો હોય તેમ ગયે! અને નવમેઘની જેમ અત્યંત અને સફલ ગલગત=ગર્જના કરવા લાગ્યા ! | ૧૦૬-૦૭ છે. હાથી, એ રીતે ગર્જના કરવામાં તત્પર રહેવાને લીધે સર્વજને વિસ્મય પામી રહ્યા છે તેવામાં તે હાથીએ તે ચોરને સંડમાં ઝાલેલ કલશન જળવડે અમૃતથી સીંચવાની જેમ અભિષેક કર્યો! | ૧૦૮ || અને દત્તમ કેસરીસિંહને ગિરિના શિખર પર આરોહણ કરાવવાની જેમ સેંઢથી પિતાની પીઠ પર આરોપિત કર્યો ! તે રીતે અધે પણ જાણે તે કાર્ય બદલ પ્રશંસાના સૂર કાઢતો હોય તેમ હષારવ કર્યો !! ૧૦૯ છત્રપણ કલંક વિનાના ચંદ્રના મંડળની જેમ મસ્તક પર સ્વયં ધારણ થયું ! અને ચામરના બહાને જાણે ચંદ્રની સ્ના હોય તેમ ઉજવલ ચામરે બંને બાજુ સ્વત: વીંજાવા લાગ્યા ! ૧૧ આકાશે દેવદુંદુભિઓના અને પૃથ્વી પર ઉત્તમ ઢોલ પ્રમુખ વાજીંત્રોના (જાણે બંનેએ વિવાદ માંડ્યો હોય તેવા) નાદથી તે વખતે જાણે બ્રહ્માંડ કુટતું હોય તેમ જણાવા લાગ્યું. ૧૧૧ ૫ દેવીએ રાજ્ય આપ્યું હોવાથી રાજા બનનાર પોતે તસ્કર હોવા છતાં પણ તેને સામત આદિ સર્વજનેએ રાજા તરીકે માન્ય કર્યો ! ખરેખર દેવનું કાર્ય અલંઘનીય છે. # ૧૧૨ . હવે તે ચોર મટીને રાજા બનેલ ઘનમિત્રને મોટા સામતરાજાઓ અને મંત્રીઓ વગેરેએ મહાન ત્રાદ્ધિપૂર્વક દેવલેકે માં જેમ ઇન્દ્રનો પ્રવેશ કરાવે તેમ નગરપ્રવેશ કરાવ્યું. ૧૧૩ . તે રાજા રાજમહેલે આવતાં હાથીથી નીચે ઉતર્યો અને સિહાસને સુખપૂર્વક બેઠે એટલે સામંત અને મંત્રીઓ વગેરેએ તેને મડાન્ મહોત્સવપૂર્વક રાજ્યાભિષેક કર્યો ! I ૧૧૪ . એ ઘનમિત્ર ચેરનું એ રીતે પુણ્ય પ્રબળ સાબિત થવાથી લોકમાં તે રાજા નામથી પણ દઢપુણ્ય રાજા તરીકે પ્રસિદ્ધિ પામે: અને વ્યાજબી છે કે મહત્વ પામે તે પ્રાય: નામ પણ નવું નવું જોઈએ. ૧ીપા બાદ પૃથ્વીમંડલને ઉલ્લાસ આપનાર “રાજા રાવ ” પૂર્ણિમાનો ચંદ્ર જેમ તારાના સમૂહથી શેભે તેમ તે પૃથ્વીમંડળને ઉલ્લાસ પિદા કરનાર રાજા સામંતરાજાઓ એ આપેલ કન્યાના મૂડથી અધિક શોભવા લાગે તે ઉચિત છે. ૧૧દા પૂર્વનાં પુણ્યવશાત તે રાજા અનેક દેશોના રાજાઓને વશ કરીને વિષ્ણુની જેમ વિલાસમાં તરબળપણે રાજ્ય ભેગવવા લાગે. !!૧૧ણી તેનાં રાજ્યથી સહુ કોઈ વિમત
૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org