Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૪૪ શ્રી પ્રાદ્ધપ્રતિકમણ-વંદિતુત્રની આ ટીકાને સરલ અનુવાદ તરીકેની દાક્ષિણ્યતાથી નહીં છોડું કારણકે-દાક્ષિણ્યતા એક જ વાર રખાય ૧લ્દીરા કહ્યું છે કે સર્વ અપરાધીઓને એકવાર સ્થાન આપવું, (બચપણમાં દાંત પડે છે તો તેને ફરી ઉગવાને મેટું સ્થાન આપે છે પરંતુ) બીજી વાર પડે તે તેને મેટું પણ સ્થાન આપતું નથી! ' ૨૨ . ધનદ શેઠે પણ કહ્યું-આપને મહાપ્રસાદ; પરંતુ અધમ અશ્વ જેમ ટારડાપણું તજતે નથી તેમ આ મારો પુત્ર, ઘણું સમજાવ્યા છતાં પણ અનીતિનાં કાર્યો જતો નથી, તે મારે પુત્ર નથી અને હું તેનો પિતા નથી. એ અકાર્યકારી પુત્રને હું આજથી કૂટઅક્ષરની જેમ દૂર કરૂં છું. મેં ૨૩-૨૪ / કહ્યું છે કે-ન્યાયવંત સ્વામીએ પુત્ર પણ જે દુષ્ટ હોય તે તેને દૂર કરઃ સૂર્ય પિતાના પુત્ર શનિને ગ્રહપંક્તિને છેડે રાખેલ છે. તે ૨૫. રાજાએ પણ તે સાંભળીને “આ શ્રેષ્ઠી ઉત્તમ છે ઉત્તમ છે” એ પ્રમાણે ધનદશ્રેષ્ઠીની પ્રશંસા અને બહુમાન કર્યા ! અથવા તે કાર્યજ્ઞપુરૂને ઉચિતકાર્યથી શું પ્રાપ્ત થતું નથી ? કહ્યું છે કે ઔચિત્યરૂપ ચિંતામણિ, અપરિચિત જનોમાં પણ પોતાનું માન વિસ્તારે છે, સંકટમાં પાડવાને સજ એવાં દુશ્ચરિત્રને રાજા પણ જતા કરે છે, આ લેકમાં તેને ધર્મ-અર્થ અને કામ એ ત્રણ વર્ગ મેળવી આપે છે, પરલોકમાં પણું જેનાથી મંગલ પ્રવર્તે છે! અથવા એવી કઈ વસ્તુ છે કે
જે ઔચિત્યચિંતામણિ ધમીજનોને મેળવી આપતો નથી ? ૨૬ધનમિત્રે અદશ્યજનથી ૨૭. હવે રાજાએ ગુન્હો જતો કરવા છતાં પણ તે ઘનમિત્ર, નગરમાં વર્તાવેલ ત્રાસ, તે વખતે વિચારવા લાગ્યો કે-જન્મથી અપનાવેલી નિષ્કપટ પ્રેમ
વાળી ચેરી વગેરે વિના [પ્રિયા વિના યુવાન પુરૂષની જેમ એક દિવસ પણ રહેવાને શક્ત નથી; સર્વ વેલડીએ તેની વેળાએ ફળે છે, જ્યારે આ ચારરૂપી વેલડી તે તત્કાળ ફળે છે ! અને જેના પ્રતાપે દરિદ્ર પણ મહદ્ધિક બને છે ! ઘર૮ થી ૩૦ તેથી હવે હું શું કરીશ અથવા? જે થવું હોય તે સર્વ થાવ, પરંતુ જેનાથી સ્વચ્છંદપણે આનંદ ઉડાવું છું તે ચોરીને કેમ છડું ૧ ૩૧ અથવા તે અદશ્ય રહે તેવું અંજન બતાવનાર કોઈ વૈદ મળી જાય તે હું કૃતાર્થ બનું અને મારા મનોરથ પૂર્ણ કરૂં ૩રા” એ પ્રમાણે મનમાં ચિતવતા અને નગરમાં દીર્ઘકાળ સુધી ચોમેર ભમતા એવા તે ધનમિત્રે કોઈ એક સ્થાને કલાથી સમૃદ્ધ એવા એક યોગસિદ્ધ પુરૂષને દીઠે. ૩૩ તે સિદ્ધપુરૂષને ધનમિત્રે ધનપ્રદાન કરવાવડે એવો તે આવઈ લીધે કે-તે સિદ્ધપુરૂષે પોતાનું મન તેને આપવાની જેમ તે અદશ્યકરણ અંજન પણ સત્વર આપી દીધું ! અથવા દાનથી શું પ્રાપ્ત થતું નથી ? ૩૪ કહ્યું છે કે-દાનથી પ્રાણીઓ વશ થાય છે, વૈરવિરોધ પણ નાશ પામે છે અને પારકો જન પણ બંધુભાવને ધારણ કરે છે ! તેથી પૃથ્વીને વિષે દાન શ્રેષ્ઠ છે. ૩૫. એક તો જાતે સિંહ હોય અને દાક્તર પામ્યું હોય, તેમજ જાતે સર્પ હોય અને પાંખો પામ્યો હોય તેની જેમ તે અંજન પામ્યા પછી તે તે દુર્નયી ધનમિત્ર, લોકને વિષે ચિત્રા નક્ષત્રને પામેલા સૂર્યની જેમ સહ થઈ પડે છે ક૬ છે તે અંજનના પ્રભાવથી તે ધનમિત્ર, જાણે બીજે રેહિણીઓ ચોર જ હોય તેમ સર્વ મકાનેને સાફ કરી કરીને દ્રવ્ય ઉઠાવી જવા લાગ્યો ! ! ૩૭ | વ્યંતરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org