Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી ભાદ્ધપ્રતિક્રમણ-વાદનુસત્રની આદશ ટીકાને સરલ અનુવાદ હ૭ વર્ણને પ્રસરવા લાગ્યા અને તેને બહુ લાભ થતો જોવા લાગ્યા તેમ તેમ તે કેવી વણિકે, ધનદત્ત પ્રતિ આંખોને વિષે ઝેર જ ભર્યું હોય એમ આ તાણવા લાગ્યા! ૧પયા આ લેકમાં બીજાને સુખી જોઈને, ફેકટ જ દુખી થતા અને પરલોકમાં પણ પિતાને માટે વ્યક્તિને હણી નાખતા એવા પારકાની અદ્ધિ જોઈને બળી મરતા પા૫પરાયણ આત્માઓને ધિક્કાર છે. ૧૫૪ તે માટે કહ્યું છે કે – वरं प्रज्वलिते वह्नावह्नाय निहितं शिरः । न पुनगुणसंपन्ने, कृतः स्वल्पोऽपि मत्सरः ॥१५५॥ અર્થ:-ચેમેરથી ભડકે સળગી રહેલા અગ્નિમાં જલદી મસ્તક નાખવું સારું પરંતુ
- ગુણવંતજન પ્રતિ હેષ સ્વલ્પ પણ કરવો સારો નથી. ૧૫૫ ધનદત્તના રોમેર પ્રસરેલ હવે ઈર્ષ્યાથી બળી રહેલા તે દુરાત્મા વણિકે, ધનદત્તને સંકટમાં યશવાદ અને વધી રહેલ પાડવાને અને તેને દંડાવવાને માટે સર્પની જેમ સર્વત્ર છિદ્રો અતુલ ત્રાદ્ધિ સામે પી જેવા લાગ્યા; તે પણ સત્યચરિત્રવાન એવા તે ધનદત્તનું નાનું વણિકના તુચ્છ પ્રપંચે, સરખું છિદ્રપણ શોધી શક્યા નહિ! ખરેખર! દૂધમાંથી પૂરા
અને અમૃતમાંથી ઝેરને એક કણ પણ ક્યાંથી મળે? ૧૫૬૧૫ડા તેથી તે કપટકુશળ વણિકોએ ધનદત્તના ઘરની સામે તથા દુકાનની સામેની માર્ગની રજ-ધૂળમાં છાની રીતે મોટાં મૂલ્યવાળા મણિઓ વેરવા માંડયા: પરધનને વિષે નિરીહ ચિત્તવૃત્તિવાળ ધનદત્ત પણ તે મણિઓને જોઈને જોરથી બોલવા લાગ્યા કે “હે હે ભાઈઓ! રસ્તામાં મણિઓ કેણે પાડ્યા છે?” આથી મણિઓ વેરનારા તે કપટકુશલ વણિકે, સંભ્રમપૂર્વક આવીને આ મણિઓ નકકી અમારા છે–અમારા છે, પ્રમાદથી પડી ગયા છે એ પ્રમાણે બાલતા સત્વર લેવા લાગ્યા. | ૧૫૮-૫૯-૬૦ || એ રીતે (ગયેલા મણિએ પાછા મળ્યાથી બહુ આનંદ થયે હોવાને ભાસ આપવા સારુ તે કપટી વણિકે, તે મણિઓને રસ્તામાંથી વિણતાં બહારથી પિતાને હર્ષિત દેખાડવા લાગ્યા અને અંદર પેટે તે ફસાવે હતું તે ફસાચેલ નહિ હોવાથી કપટફલા જ રહ્યા થકા બહુ ઝાંખા પડી ગયા: ૧૬૧ાા ધનદત્તને યેનકેન પ્રકારે ઠગવામાં તત્પર એવા તે કપટવણિકે એ બહુ બહુ દિવસને અંતરે તે કપટની જેવાં બીજાં અનેક પ્રકારનાં કપટપ્રપંચે રચ્યાં. તથાપિ સર્વકૃત્યમાં શુદ્ધ એ તે ધનદત્ત, કેપણ સ્થળે લેભાય નહિ ! અહો-અહો નિયમ પાળવામાં ધનદત્તના ચિત્તની એકાગ્રતા ! - ૧૬૨-૬૩ છે ત્યારે તે કપટવણિકો વિચારવા લાગ્યા કે આ રીતે રો વિગેરે માર્ગમાં વેરીએ છીએ તેમાં તે ધૂર્ત, એ પ્રકારની બીજાની દષ્ટિ પડવાની શંકાને લીધે તે ચીજો હાથમાં કેમ ઝાલશે? અર્થાત ત્યાં સુધી રસ્તામાં વેરાતી તે તે ચીજો ધનદત્ત લેશે જ નહિ, અને તે ચીજે તે લે નહિ ત્યાં સુધી તેને ફસાવવાનું બને જ કયાંથી? માટે રુદે હવેથી બીજા જ પ્રકારનું કે કપટ કરીએ. ૧૬૪. એ પછી ઘણા દિવસો ગયા બાદ તેમાંના કેઈ ઘણે ધૂર્તવણિક કેઈ હાને ધનદત્તની દુકાને જઈને બેઠે થકે જોવામાં અહિં તહિ જુએ છે તેવામાં ધનદત્ત વિગેરેનું ચિત્ત અન્યત્ર રોકાયેલ હેયે સતે સમય મેળવીને તેણે ધનદત્તનાં આભૂષણેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org