Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
ર૦૬
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
દેશનિકાલ થવું વિગેરે દુસહ દુઃખ પ્રાપ્ત કર્યું: સજજનેને વિષે હસીનું ભાજન બન્યું અને પિતાએ ભેગવેલાં પાપનાં સ્વજનોને પ્રેમ ગુમાવ્યો! ખેદની વાત છે કે-પિતા આ જન્મ પ્રત્યક્ષ ફલે જોઈને ધનદત્ત અને પરજન્મ ફેકટ કેમ ગુમાવી બેઠે? હું તે સ્વ અને પરનાં ધર્મનો સ્વીકાર કરી ગાળેલ કાર્યોને વિષે હવે એવી રીતે યત્ન કરીશ કે મારે સર્વત્ર ન્યાય
સુંદર જીવન. ગણાય અને ઉત્તમ સાધુવાદ પ્રસરે કહ્યું છે કેअकृत्वा परसन्ताप-मगत्वा खलनम्रताम् । अनुत्सृज्य सतां मार्ग, यत्स्वल्पमपि तद्बहु॥
અર્થ-પરને સંતાપ ઉપજાવ્યા વિના, ખળજને પાસે નમ્રતા બતાવ્યા વિના અને સજજનના માર્ગને છોડ્યા વિના જે થોડું પણ પ્રાપ્ત થાય છે તે ઘણું છે. વળી હું એકલે છું, મારે કઈ સ્વજન નથી તેમજ કેઈ સહાયક નથી તેથી ધન વિના મારે તો આ બધુંય અરણ્યની જેવું શૂન્ય છે. કહ્યું છે કે - अपुत्रस्य गृहं शून्य, दिशः शून्या ह्यबान्धवाः। मूर्खस्य हृदयं शून्यं, सर्व शून्यं दरिद्रता॥
અર્થ-અપુત્રીઆને કેવળ ઘર જ શૂન્ય છે, બંધુ વિનાના માનવીને કેવળ દિશાઓ જ શૂન્ય છે. અને મૂર્ખ જનને હૃદય જ શૂન્ય છે, પરંતુ જેને દરિદ્રતા વરી છે તેને તે બધું જ શૂન્ય છે! ૧૩૮ થી ૧૪જા”
એ પ્રમાણે બહુવાર વિચારીને ધનદત્ત, આપત્તિ વખતે સહાયક બને તેવા એક ઉત્તમબુદ્ધિ આપનાર સજજનને સુમિત્ર કરીને યુક્તિ પૂર્વક વેપાર ચલાવવા લાગ્યો! ૧૪પા બાદ સુગુરૂને જેગ મેળવીને અને તેવી જ રીતે ધર્મોપદેશ પામીને પિતાનાં હૃદય કમલને વિષે હારની જેમ પરદ્રવ્યપરિહારવ્રતને ધારણ કર્યું અને તે ઉત્તમતર આત્માએ ભાવપૂર્વકના સમ્યક્ત્વ આદિ ગ્રહીધર્મનો પણ યથાશક્તિ સ્વીકાર કરીને અતિચારનો લેશ પણ લાગવા દીધા વિનાનાં તે ત્રીજા અદત્તાદાનવિરમણવ્રતનું પાલન કરવા માંડ્યું! I૧૪૬–૧૪ળા બેટાં માપ અને તેલ આદિથી વધારે ઓછું આપવું લેવું વિગેરે પાપ વ્યાપાર છેડી દેતાં તે ધનદત્ત, વ્યવહારને વિષે “શુદ્ધિ રાખવી અતિદુષ્કર હોવા છતાં પણ શુદ્ધિ કરી! એટલે કે ન્યાયસંપન્નવિભવ જ પ્રાપ્ત કરવામાં નામના મેળવી! ૧૪૮ કહ્યું છે કેआहारे खलु सुद्धी, दुलहा समणाण समणधम्ममि । ववहारे पुण सुद्धी, गिहिधम्मे दुक्करा भणिआ॥
અર્થ-સાધુઓને સાધુ ધર્મના પાલનમાં આહારને વિષે શુદ્ધિ રહેવી તે દુર્લભ છે તેમ ગૃહસ્થને ગૃહીધર્મના પાલનમાં વેપારને વિષે શુદ્ધિ રહેવી તે દુષ્કર છે I૧૪ા “આ ધનદત્ત ખરેખર વિશ્વાસ કરવા લાયક છે એમ માનીને અનેક જણ, બીજા ચિરપરિચિતેને પણ છોડી દઈને ધનદત્ત પાસે જ લેવડદેવડ કરવા લાગ્યા! / ૧૫૦ છે અહે ! સર્વ પ્રકારની સમૃદ્ધિની સિદ્ધિ કરી આપનારી વ્યવહાર શુદ્ધિ!!! કે-જે શુદ્ધિને વિષે આ લેકમાં નિર્મળ યશ અને વિભવની પ્રાપ્તિ છે અને પરલોકમાં પણ ઉત્તરોત્તર મેક્ષની પ્રાપ્તિ છે. ૧૫ના એ પ્રમાણે ધનદત્તને જ બહુ વેપાર ચાલતો જોઈને બીજા તુચ્છ બુદ્ધિવાળા વણિકે ધનદત્ત પ્રતિ શત્રુની જેમ અત્યંત મત્સર-દ્વેષ ધરવા લાગ્યા. મેં ૧૫ર છે જેમ જેમ ધનદત્તનાં ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org