Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ સ્વરૂપવાન દેવરાજ નામે પુત્ર હતું તે પુત્રને દેવવશાત્ યુવાવસ્થામાં કુરેગ થયે. અનેક ઉપચાર કરવા છતાં સાત વર્ષ સુધી તેને રેગ મચ્યો નહિ; તેથી વૈદ્યોએ પણ કાયર થઈને તેને છોડી દીધો. આથી રાજાએ પડહ વજડાવ્યું કે- જે કોઈ મારા પુત્રને નિરોગી કરશે તેને અડધું રાજ્ય આપીશ” હવે તે નગરમાં યશોદત્ત નામે શેઠને શીલ અદિ સર્વગુણ એ શોભતી લક્ષ્મીવતી નામે પુત્રી હતી. તેણે તે પડહ ઝીલ્યો અને પિતાના હાથના સ્પર્શ માત્રથી કુંવરનો રેગ દૂર કર્યો! કહ્યું છે કે- જેનાં સ્મરણ માત્રથી પ્રાણીઓના “સંસારમાં ઉપજતા સર્વ રોગો નાશ પામે છે, તે આ શીલરૂપી વૈદ્ય કોઈ અભિનવ છે' ના બાદ તે લક્ષમીવતીનું દેવરાજ કુમાર જોડે પાણિગ્રહણ થયું અને પિતાના તે પુત્રને રાજ્ય પર સ્થાપીને શ્રાણુ રાજાએ ચારિત્ર લીધું. એકદા તે નગરમાં અતિ જ્ઞાનવંત શ્રી પાટલ ના આચાર્ય પધાર્યા. દેવરાજ રાજા અને લક્ષમીવતી રાણું ગુરૂમહારાજને વંદનાથે ગયા. દેશનાં પિતાને પૂર્વભવ પૂછતાં ગુરૂએ કહ્યું - - વસંતપુર નગરમાં દેવદત્ત નામે વ્યવહારી હતો. તેને ધનદત્ત ધનદેવ, ધનમિત્ર અને ધનેશ્વર નામે ચાર મિથ્યાદિષ્ટી પુત્રો હતા આ બાજુ મૃગપુર નગરમાં જિનદત્ત નામે જૈન શ્રેષ્ઠી હતો. તેને મૃગસુંદરી નામે પુત્રો હતી. તે પુત્રીને (૧) જિનપૂજા કરીને અને (૨) મુનિને દાન આપીને જમવું તેમજ (૩) રાત્રે ન જમવું એમ ત્રણ અભિગ્રહ હતા. એકદા થો પુત્ર ધનેશ્વર વ્યાપારાર્થે મૃગપુર આવ્યો અને ત્યાં રૂપશ્રીએ કરીને અસરાઓના જુથને જીતનારી મૃગસુંદરીને જોઈને તે દઢ અનુરાગી થયો. “તેને પિતા મિથ્યાત્વીને પુત્રી આપતું નથી” એમ જાણી કપટી શ્રાવક થઈને તે ધનેશ્વર મૃગસુંદરીને પર, અને પિતાને ઘેર લઈ ગયે. ત્યાં ધર્મની ષથી જિનપૂજાદિને નિષેધ કરવાને લીધે મૃગસુંદરીને અઠ્ઠમથ. “હવે કેમ વર્તવું ?” એમ મૃગસુંદરીએ ગુરૂને પૂછતાં ગુરૂએ લાભાલાભ જઈને કહ્યું કે તું ચૂલા ઉપર ચંદ બાંધ, કે જેથી પાંચ મુનિને દાન આપવા સાથે પાંચ તીર્થ કરવા જેટલું લાભ થાય છેઆ સાંભળી મૃગસુંદરીએ ચૂલા ઉપર ચંદ્રએ બાંધ્યા, એ જોઈ સસરાદિએ “વહુએ આ કાંઈક કામણ કર્યું છે એમ વિચારીને એ પ્રમાણે પુત્રને કહ્યું. પુત્રે ચંદુઓ બાળી નાખે. મૃગસુંદરીએ બીજે બાંધે તે તે પણ બાળી નાખ્યો ! એ રીતે સાત ચંદુઆ બન્યા બાદ સસરાએ વહને કહ્યું છે ભદ્ર! તમે આ પ્રયાસ શા માટે કરે છે? વહુએ કહ્યું-જીવદયાને માટે ફરીથી સસરાએ રેષથી કહ્યું કે એવી જીવદયા પાળવી હોય તે બાપને ઘેર જાવ.” ત્યારે મૃગસુંદરીએ કહ્યું કે- કુટુંબ સહિત તમે મૂકવા આવે તે જઉં” આથી સસરા વગેરે સર્વે વહુને પિયર મૂકવા ચાલ્યા. માર્ગના ગામમાં શ્વસુરપક્ષના સગાએ તે સહુ માટે રસોઈ કરી. ઘણું કહ્યા છતાં મૃગસુંદરી ન જમી, તેથી સસરે વગેરે કેઈપણ જમ્યા નહિ : માત્ર રસઈ કરનાર ઘરધણીનું કુટુંબ જગ્યું અને તે આખું કુટુંબ મરણ પામ્યું: પ્રભાતે જુએ છે તે રસોઈના ભાજનમાં મરેલ સપ દીઠ સહુએ વિચાર્યું કે-રસોઈમાં રાત્રે ધુમાડાથી વ્યાકુલ થએલ સર્પ પડ્યો છે. આથી સહુએ વહુને-મૃગસુંદરીને ખમાવી. વહુએ કહ્યું કે તેથી જ હું ચૂલા પર ચંદુઓ બાંધતી હતી, અને રાત્રે જમતી નથી. આ સાંભળીને સહુ પ્રતિબંધ પામ્યા. જીવિતનું દાન આપવાથી તેઓ બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org