Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
ઉ૧૦
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ થી
.
તા લાગે, પરંતુ જે જીવોનાં (જવ વી ગએલ) શરીરનાં ધનુષ વગેરે બનેલ છે તે જીવેને પાંચ કિયા કેવી રીતે લાગે છે કારણ કે ધનુષ વગેરે તો માત્ર તે જીની અચેતન કાયા જ છે. વળી એ રીતે અચેતન કાયામાત્રથી પણ જે (કાયામાંથી એવી ગએલાં) જીવને કર્મબંધ સ્વીકારીએ, તે તે પ્રસંગ' સિદ્ધના જીવને પણ હેવાથી તેઓને પણ તેઓએ છેડેલી કાયાથી પાંચ ક્રિયા લાગવી ઘટેકારણ કે તેઓએ છોડેલ કાયાનું પણ લેક પ્રાણાતિપાતાકિ હેતુ વડે પરિવર્તન કરાય છે? વળી કાયિકી વગેરે ક્રિયાના હેતુથી જેમ ધનુષ વગેરે, તે શરીરના સ્વામી અને પાપનાં કારણે થાય છે તેમ સાધુનાં પાત્રો-દાંડ વગેરે (અચિત્ત) ઉપકરણે જીવદયાના હેતુ બનતા હોવાથી ન્યાયનું સમપણું હોવાને લીધે તે શરીરના સ્વામી ને પુણ્યનાં કારણે થાય તેનું શું?”
સમાધાન -જીવને કર્મબંધ, અવિરતિના પરિણામથી થાય છે. અને તે અવિરતિનાં પરિણામ જેમ બાણ ફેંકનાર પુરૂષને છે, તેમ ધનુષ્ય આદિના જીવેને પણ છે; માટે ધનુષ્યાદિના વી ગએલા જેને તે છેડેલા શરીરથી થતી કિયાને બંધ પડતો નથી. તેમજ પાત્રો-દાંડે વગેરેના જેને “તેઓમાં પુણ્યના હેતુરૂપ વિવેક વગેરેને અભાવ હોવાથી તેઓએ છેડેલ શરીરથી થતી ક્રિયામાં પુણ્યબંધનું હેતુપણું નથી. વળી સર્વજ્ઞ ભગવંતનાં વચનની પ્રમાણિકતા વિશેષ હોવાથી જે વસ્તુ સ્વરૂપ જેમ જણાવેલ છે તે વસ્તુ સ્વરૂપ તે પ્રમાણે જ સહવું એ પ્રમાણે શ્રી ભગવતીજીમાં તે સૂત્રની વૃત્તિમાં જણાવેલ છે.
એ પ્રમાણે સંસારમાં ભમતા જીવોએ પૂર્વભવને વિષે જે જે કલેવર-આયુધ વિગેરે છોડ્યાં હોય, તે તે કલેવરે આદિથી જયારે જ્યારે જીવવધ વગેરે અનર્થ થવા પામે ત્યારે ત્યારે તે કલેવર વગેરેના સ્વામીને “તે ભવાંતરમાં હોવા છતાં પણ તે કલેવર વગેરે ઉપરની પિતાની સત્તા વગેરેને તેણે ત્યાગ કર્યો નહિ હોવાથી તે છોડેલ શરીર-આયુધ વગેરેથી થતી પાકિયા લાગે છે. માટે આ ભવની પૂર્વેના અનંતભા સંબંધીનાં તેવાં નહિ વેલિરાવેલાં શરીર-આયુધ વગેરે પિતાને માટે પાપના હેતુ છે, એમ જાણુને વિવેકીજનેએ તેને આ ભવમાં વોસિરાવવાં જરૂરી છે.
તથા પિતાનું કાર્ય કરી રહ્યા પછી પણ સળગતા ઇંધન દીપક વગેરેને બુઝાવે નહિ તે તે પણુ પ્રમાદાચરણ છે. પ્રશ્ન- અગ્નિ બુઝાવવામાં પણ દેષ છે તેનું કેમ? ઉત્તર-વાત ઠીક છે, પરંતુ એ રીતે નિષ્કામ સળગતા અગ્નિને બુઝાવવામાં અગ્નિકાયના જીવને જ વિનાશ છે, જ્યારે યથાવત સળગતે રહેવા દેવામાં તો “ કેટલાક તે અગ્નિકાયના જાની, પૃથ મી-અ, વાયુ અને વનસ્પતિની તેમજ ત્રસજીવોની પણ વિરાધના થતી હોવાથી અધિક દેષ છે શ્રી ભગવતીજીમાં કહ્યું છે કે- એ પુરિસે.” અર્થ-જે પુરૂષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરૂષ અલપતર કર્મબંધ કરે છે.
તથા ચૂલ-ચૂલ-દીપક વગેરે ઢાંકયા વિનાના રાખવા તેમજ ચૂલાદિ ઉપર ચંદુવો ન બાંધવા તે પણ “જીને સત્વર વધ થ વગેરે બહુ દોષનું કારણ હોવાથી પ્રમાદાચરણ છે. આ સંબંધમાં દષ્ટાંત છે તે આ પ્રમાણે
ચંદ્ર બાંધવા વિષે મૃગસુંદરીનું અદ્દભુત દૃષ્ટાંત. શ્રીપુર નગરમાં શ્રીષેણ નામે રાજા હતા. તે રાજાને જાણે બીજે દેવરાજ (ઇંદ્ર) હોય તે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org