Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૭૦૮ શ્રી શાહપ્રતિમણ-વદિસૂત્રની આદર્શ ટીમના સરલ અનુવાદ વીરપ્રભુએ જણાવ્યું છે કે “હે જયની કેટલાક જીવોનું ઉંઘવું સારું છે અને કેટલાક
જીવનું જાગવું સારું છે. કારણ કે જે જીવે અધમ છે તે ધમજને જાગતા અને અધર્મને અનુસરનારા છે, અધર્મપ્રીય છે, અધર્મના બેલનારા અધમીઓ ઉઘતા સારા છે, અધર્મના જેનારા છે, અધર્મના રાગી છે, અધર્માચારને
યથાર્થ પણે આચરનારા છે અને અધર્મથી જ આજીવિકા ઇચ્છતા થક વિચરે છે, તેવા જીનું ઉંઘવાપણું સારું છે. તે જ સુતા થકા બહુ જીવોને-બહુ પ્રાણેને બહુ ભૂતને તેમજ બહુ સને દુઃખને માટે યાવત્ પરિતાપને માટે થતા નથી. તે છે સુતા થકા પિતાને અથવા પરને અથવા ઉભયને બહુ અધર્મથી જેડતા નથી. માટે તેઓનું ઉંઘવાપણું સારું છે. વળી હે જયન્તી! જે છે ધમી છે યાવત ધર્મથી જ આજીવિકા ઈચ્છતા વિચારે છે તે જીવનું જાગવાપણું સારું છે. કારણ કે-તે જીવે જાગતા થકા બહુ જીવેને દુઃખ નહિ ઉપજાવતા યાવત્ પરિતાપ નહિ પમાડતા વર્તે છે તે છે જાગતા થકા પરને અથવા પિતાને અથવા ઉભયને બહુ ધર્મથી જોડે છે. તે જાગતા થકા પૂર્વ રાત્રિ અને અપરાત્રિને વિષે ધર્મજાગરણ જાગનારા હોય છે. માટે તેઓનું જાગવાપણું સારૂં છે.” એ પ્રમાણે ધમીનું બળવંતપણું અધમીઓનું નિર્બળપણું, ધમીનું નિપુણપણું, અધમીનું આળસપણું વિગેરે સારૂં સમજવું. “નારિકા ઘમીળ.' અર્થ:-“ધમી જનનું જાગવું અને અધમ જનનું તે ઉંઘવું સારું છે” એમ વચ્છદેશના રાજા શતાનીકની બહેન જયંતીને શ્રી મહાવીર પ્રભુએ કહ્યું ૧ઇતિશ્રી ભગવતીજી આલાપકને અર્થ:]
તથા નાટક વગેરેમાં સ્ત્રી આદિનું રૂપ, રાગથી જોયું અથવા અન્ય પાસે વર્ણવ્યું હોય, મિષ્ટાન્ન અને શાક વિગેરેનાં વૃદ્ધિની વૃદ્ધિનાં કારણો અન્ય આગળ પણ વર્ણવ્યાં હોય એ પ્રમાણે સુગંધી તેલ–અત્તરો, વસ્ત્રો, આભૂષણો, આસન વગેરે પણ અન્યને આસક્તિની વૃદ્ધિના કારણે બને એ રીતે અન્ય આગળ વર્ણ વ્યાં હોય: આ શબ્દ-રૂપ વગેરે પાંચ પદાર્થો વડે પાંચ વિષયનાં લક્ષણરૂપ પ્રમાદ જણાવ્યું, અને તે જાણવાથી તે પ્રમાદની જાતિના “મધવિષય-કષાય-નિદ્રા અને વિકથારૂપ” પાંચ પ્રકારનું પ્રમાદ પણ તજવા ગ્ય જાણુ. કહ્યું છે કે-“કુતુહલથી ગીત-નૃત્ય-નાટક વગેરે જેવાં, કામશાસ્ત્રમાં આસક્તિ ધરાવવી, જુગારમદિરા સેવવાં, જલક્રીડા કરવી, હિંળા હિંચકવા વગેરે વિનેદ કરે, જીને પરસ્પર લડાવવા, શત્રુના પુત્રાદિ જોડે વૈર રાખવું, ભક્તકથા વગેરે ચાર વિકથાઓ કરવી, રોગ અને માર્ગના શ્રમ વગેરે કારણ વિના આખી રાત ઉંધ્યા કરવું એ વગેરે પ્રમાદાચરણેને બુદ્ધિમાને તજી દેવાં. જિનભવનમાં વિલાસ-હાસ્ય-ઉંઘવું-થુંકવું–કલેશ કવિ-વિકથા કરવી-ચાર પ્રકારને આહાર કરે એ પ્રમાદાચરણ બુદ્ધિમાને ત્યજી દેવાં . ૧ થી ૪
તથા આળસ વગેરેથી ઘી-તેલ-પાણી વગેરેનાં ભાજન ઢાંકયા ન હાય માર્ગ હોવા છતાં લીલી વનસ્પતિ ઉપર ચલાયું અથવા અવવારૂ માર્ગે ચલાયું હોય, દષ્ટિએ સ્થાન તપાસ્યા. વિના હાથ વગેરે નાખેલ હોય, અચિત્ત જગ્યા હોવા છતાં સચિત્ત જગ્યા ઉપર ઉભા રહેવાયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org