Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વદિનુસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ આપું? અને મારે મનપણે કેટલેક કાલ રહેવું ? અથવા શું કરવું? અહિં મારૂં શું થશે? I ૧૪૬ થી ૪૯ ” એ પ્રમાણેની ચિંતામાં વ્યાકુળ બનેલી તે બાળાને ફુફાએ ફરીથી ૨૮ આગ્રહપૂર્વક કહ્યું- હે વત્સ! તારે તારું સ્વરૂપ જરા કહેવું જ ઘટે છે. આ ૧૫૦ + આને સાચી સ્થિતિ કહેવી યુક્ત નથી, એમ વિચારીને કુસુમશ્રીએ પણ કલ્પિતસ્વરૂપ કહ્યું કે-વસંતપુરમાં દેવસેન નામે શ્રેષ્ઠી મારે પિતા છે; વળી વસંત નામે મારો પતિ છે. તે મારા સ્વામી વહાણવટી તરીકે મારી સાથે વહાણ ભાંગવાથી સમુદ્રમાં પડ્યો અને મને મણે ગળી ! I/૧૫૧–પરા ” એ પ્રમાણે સાંભળીને કપટમાં કુશલ એવી તે કુદ્ધિની આંખમાં આંસુ લાવીને બોલી-“હા હા ” એવું મહાકણ મારા દુશ્મનોને પણ ન છે. ૧૫૩ મનમાં તે ખુશ થએલી તે દુષ્ટ વિચારે છે કે મારું ઈચ્છિત સિદ્ધ થયું જે મૃતપતિવાળી આ બાળા અને સમુદ્રમાંથી દેવીની જેમ મળી આવી ! ૧૫૪ ” એ પ્રમાણે વિચારતી તે અક્કા, કુસુમકીને પરિવાર સહિત પણ સમસ્ત પ્રકારે આવજેતી એક દિવસે હર્ષથી બેલી કે-“હે કુરંગાક્ષી! સુંદર વેષ અને ભૂષણો ધારણ કર, હે વસે ! તારૂં લાવણ્ય અને યૌવનરૂપ લક્ષમી આજે સફલ થાવ.” મે ૧૫૫-૬ / સતી તો વિચારે છે કે-“અહિં ચંડાલના વાસમાં પવિત્રતા સાચવવાની જેમ જન્મ પત નિર્મલશીલ કેવી રીતે નિર્વહવું? સ્વામિની આશાથી હમણાં મારે મરવું તે એગ્ય નથી દેગે શુદ્ધબુદ્ધિવાળે તે પોપટ પણ મારાથી છુટો પડયે ! અથવા તે અશુભમાં કાલક્ષેપ કરે તે પણ શુભસંપત્તિને માટે થાય અને કદાચ પિપટ પણ મળે.” એ પ્રમાણે કલ્પના કરીને કુસુમશ્રી બેલી કે-“હે માતા ! અમારા કુળમાં પતિ મરણ પામે સતે છ માસ પર્યત પક્ષિઓને ચણ અને ગરીબોને દાન અપાય છે. અને ત્યારબાદ તે શંગાર સજવે વગેરે પણ યુક્ત મનાય છે.” આ વાતથી કુદિની ખુશી થઈ અને પક્ષીઓ તથા દીનજનોને આપવાની સર્વ સામગ્રી કુસુમશ્રીને પુરી પાડી.. ૧૫૭ થી ૬૧ શીલવતી કસમશ્રીએ શાલિ પ્રમુખ અસંખ્ય કણોના અનેક ઢગલાઓ અકકાની હવેલીની અગાસીમાં એકઠા કરવા માંડયા. ૧૬ર મોર-કાગ–પિપટ-કૌંચ-ચકલા-તેતર–કબુતર-ચક્રવાક-બપૈયા પીળી ચકલી અને લવાર વગેરે તેમજ બીજા પણ કણભક્ષણની ઈચ્છાવાળા અનેક પક્ષીઓ ત્યાં યાચકની જેમ દિવસે દિવસે અધિક આવવા લાગ્યાં. ૧૬૩-૬૪. તેઓ ભય ન પામે એ હેતુથી અતિદુઃખિની કુસુમશ્રી તો સંકેચી રાખેલ શરીરનાં સર્વ અંગે તેમજ મુખને ઢાંકીને તેઓને હંમેશાં કણ નાખવા લાગી કે ૧૬૫ છે તેથી વિશ્વાસ પામીને નિર્ભય બનેલા તે પક્ષીઓ પણ દૂરદૃરથી આવીને કણભક્ષણ કરવા લાગ્યાં, એ ૧૬૬ | અને વિસ્મય તથા આનંદમાં આવીને અરસપરસ વાત કરવા લાગ્યા કે માણસે માણસને દાન આપે છે, પરંતુ પક્ષીઓને આ પતા નથી. વળી આ સ્ત્રી તરફથી આપણને માન રહિતપણે અપાતાં * આ સર્વ સંપદાના કારણભૂત’ ઢગલાબંધ દાનની સ્તવના આપણે કેવી રીતે કરી શકીએ? || ૧૬૭-૬૮ ” એ પ્રમાણે શબ્દો ઉચ્ચારવામાં તત્પર એવા તે પક્ષીઓના સમૂહ, કુસુમશ્રીના
૧ મા મદિવડર મે ૪ ૨ વિમાનં વિનામા *T
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org