Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આ ટીકાના સરલ અનુવાદ ૨૯ વળે છે તેવામાં અકાલે મેઘ ગાજે તેમ આકાશે દિવ્યવાણું થઈ કે-“હે શ્રેષ્ઠી ! દેવું આપીને જાવ.” ભય અને વિરમય પામેલ શેઠે પણ કહ્યું કે મારે તેને કેટલું આપવાનું છે?” દેવીએ કહ્યું-“એક હજાર રૂપીઆ.” આથી ઘણા ભયથી વ્યાકુળ બનેલા તેણે એક હજાર રૂપીઆના સ્થાને એક હજાર સોનામહોર તુતે જ ઘેરથી લાવીને તે બાળકની પાસે મૂકી. “આટલેથી જ સાપનાં દરમાંથી છૂટાય તો સારૂં” એમ વિચારીને ધનદત્ત શ્રેષ્ઠો ઘેર ગયો.
જન્મતાંની સાથે જ પુત્રને વિરહ થવાથી કુમુદુવતી ઘણી જ દુઃખી થઈ હોવા છતાં પણ શેઠના તાપથી વ્યભિચારિણીની જેમ પુત્ર જનમ્યાની વાત પણ કેઈને કહેતી નથી. પ્રભાતે હજાર સેનામહેર સહિત તે બાળકને અપુત્રીયા માળીએ જે. આથી હર્ષિત થએલા માળીએ તે બાળક પિતાની પ્રિયાને પુત્રપણે સેંગે! તેણીએ પણ તે બાળકને પોતાના પુત્રની જેમ પાળે. મનુબેવડે જે ઈચછાતું નથી તે પ્રાય, જલદી અને ઘણું આવી મળે છે અને જે ઈછાય છે તે કયારેય અલ્પ પણ પ્રાપ્ત થતું નથી ! અહો વિપરીતતા ! એ હિસાબે કુમુવતીને અલ્પકાળમાં પ્રથમની જેમ “કેઈ ઈષ્ટજને આપેલ સુવર્ણનાં કલામાં મૂકેલ સુંદર નારંગીનું ફલ તે કોલા સહિત કેઈએ પણ હરી લીધું.’ એ પ્રમાણે સ્વમસૂચિત અને રૂપ વિગેરેમાં અદ્વતીય એ બીજે પણ પુત્ર થયે. આ બીજા પુત્રને પણ શેઠે પ્રથમની જેમજ પરંતુ સ્થાનફેર તરીકે બીજા ઉદ્યાનમાં મૂકી દીધે! ત્યાં અકાળે થયેલ દીવ્યવાણી અનુસાર તે બાળક પાસે તેણે ઘેરથી લાવીને દસ હજાર રૂપીઆ મૂક્યા. તે બાળકને પણ કોઈ ધનવાન અશ્વપતિએ પ્રથમની જેમ ગ્રહણ કર્યો અને તેનું પાલન કર્યું.
બાદ પુત્રપ્રસવ વિગેરે ફરી ફરી ફેકટ જ થતા કલેશથી ઉકેગ વહન કરતી કુમુવતીને પણ અત્યંત પ્રકટ અને ભદ્રજાતિને પ્રત્યક્ષ સફેદ હાથી પિતાના ઘરમાં પેઠે હોવાનું સ્વમ આવ્યું ! આથી તો તેને કાંઈક આનંદરચનાકારી ગભર થયે, અને સુસ્વમ વિગેરેથી ઘણા સ્થાને ગ્રહ વિગેરે યુક્ત ગુણમય રાત્રિના સમયે સમગ્ર ગુણવડે અતિશયવંત એવા પુત્રને જન્મ આપે. આ વખતે કુમુદ્વતીએ ધનદત્તશેઠને પહેલાની જેમ નહિ કરવા ઘણું વારવા છતાં પણ પુત્રપ્રતિ અવિશ્વાસુ એવા તે શેઠે તે ગભીને પણ તુરત જ ઉઠાવીને ત્રીજા ઉદ્યાનમાં મૂક, અને તે સાથે “હે શેઠ ! લેણું લીધા વિના આ બાળકને કેમ તજી દે છે ? ” એ પ્રમાણે આકાશમાં “શ્રવણને અમૃત જેવી ” દિવ્યવાણી સાંભળ! આથી ખુશ થએલ શેઠે પૂછયું કે- આ બાલક પાસે મારું કેટલું લેણુ છે ?” દેવીએ કહ્યું- કડાકોડી સેનેયા! આ સાંભળીને અત્યંત ખુશી થએલ ધનત્તે ચિતામણિરત્નની જેમ તે બાળકને પાછો લાવીને જન્મથી અપૂર્વ એવા બાળકને જન્મ આપનારા કુમુદુવતીને અર્પણ કર્યો. અને મહા આનંદકારી હોવાને લીધે તે બાળકનું મહાજન્મમહોત્સવ આદિ પૂર્વક મહાનંદ નામ સ્થાપ્યું. यस्तदानीमदन्तोऽपि, सर्वतो गुणद्धिभाक् । सदन्तोऽपि क्रमात् ख्यातोऽनन्त एव श्रियाद्भतम् ।।
૧-૨૦ કોડીની ૨ કાંગણી, ૪ કાંગણીને એક પણ (આ), ૧ આના (પણ)ને ૧ રૂપીઓ(દમ), ૧૬ ક્રમની ૧ સોનામહેર=ગીની. ૨ ચૈત્ર x ૩ કચ્છપ x ૪ i xI
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org