Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
*_*_*
શહેર શ્રી શાહપતિકમણ-વંદિત્તસૂત્રની આદશ ટીકાને સરલ અનુવાદ કરી છે. તે ઔષધી કયાં મૂકી છે તે મારી સ્ત્રી જાણે છે. માર્ગમાં કદાચ ખવાઈ જાય તે ભયથી હું અહિં સાથે લાવ્યા નથી. તે ઔષધિને જે અહિં સૂર્યોદય પહેલાં કેઈપણ માણસ કેઈપણ ઉપાયે લાવશે તે તે ઔષધિથી આ બાળક અમૃતથી જીવતો થવાની જેમ નકકી જીવતો થશે જ.
વિપ્રની તે વાત સાંભળીને આનંદિત થએલ શ્રેષ્ઠી બોલ્યો-“હે ભૂદેવ ! સારું થયું સારું થયું કે-તમે આ ઉપાય બતાવ્યું ! ઈન્દ્રની જેમ અચિત્ય શક્તિવાળો મારો પુત્ર મહાનંદકુમાર આકાશગામિની વિદ્યાથી તે ઔષધિને અતિ ઉતાવળે પણ લઈ આવશે. માટે તમે તમારી સ્ત્રી ઉપર પત્ર લખી આપો કે જેથી તેને તમારી સ્ત્રી તે ઔષધિ આપે. આથી વિમયપૂર્વક ખુશી થએલ બ્રાહ્મણ, પત્ર લખવા તૈયાર થશે તેવામાં સુકૃતના અપૂર્વ કંદ સમા મહાનંદકુમારે કહ્યું- હે તાત!” સો જન જ દૂર જવું એ પ્રમાણે મેં દિપરિણામ વ્રત લીધેલું હોવાથી પુત્રને મેહ હોવા છતાં પણ એક દસ પેજન દૂરનાં તે સ્થાનથી તે ઔષધિ હું
કેવી રીતે લાવી શકું? સ્વીકારેલ નિયમના નિવાહ પૂર્વકજ દિરિમાણ વ્રતના કાર્ય સાધવામાં આવે તો ઉત્તમપણાને ભજે માટે કે બીજે
નિયમમાં મહાનંદ ઉપાય વિચારે. “પિતાએ પણ કહ્યું-“હે વત્સ! ખેદની વાત કુમારની લકત્તર દ્રઢતા છે કે–આકાશ માર્ગે જવામાં જીવવિરાધનાદિને અભાવ હોવાથી અને પિતાને ઉગ્રરોષ સો જન વિગેરેનો નિયમ શું નડે છે? પૃથ્વી પર ગમન કર
વાને આશ્રયીને જ હિંસા થાય છે. વળી ભૂમિ પર માર્ગો વાંકાચૂંકા જતા હોવાથી વધારે જન થાય; પરંતુ આકાશમાં તો સીધું જવાનું હોવાથી પૂરા સે જન પણ નહિ થાય અને એ પ્રમાણે સર્વત્ર નિ:સંદેહ જ દેખાય છે. વળી આવા બાલકને જીવાડે તે પરમધમે છે અને ધર્મકાર્યને વિષે તીર્થયાત્રાની જેમ હજાર જન જવામાં પણ ગૃહસ્થને કઈ દેષ તે નથી; પરંતુ ઉલટું અગણિત પુણ્યનું પિષણ છે. માટે વત્સ! બાલકનાં વાત્સલ્યનું આલંબન લે, અને ઔષધિ લાવવામાં જરા વાર પણ વિલંબ ન કર: કમ્મેલને સાફ કરનારા મહર્ષિઓ પણ જીવદયાને માટે યત્ન કરે છેતેથી આ બાબતમાં મુગ્ધના વિચાર સરખો ફેકટ વિચાર છે ?” પુત્રે પણ કહ્યું-“હે પિતાજી! આપનું કહેવું સુંદર છે, પરંતુ આ બાબતમાં કેવલ ધર્મબુદ્ધિ નથી. મુખ્યવૃન્યા અતિ માત્રાએ પુત્ર પરના મેહની જ બુદ્ધિ છે. માટે એ કૃત્યમાં પોતાનાં વ્રતને હાનિ કેમ ન પહેચે? વળી નિયમ છે કે જે પ્રમાણે સ્વીકારેલ હોય તે પ્રમાણે જ યથાર્થ પાળ જોઈએ. તેથી સે યેજનથી અધિક યોજન જવામાં નિયમને ભંગ જ થાયઃ મેં નિયમ લેતી વખતે આકાશગમનની અપેક્ષા રાખી જ નથી.” આથી કેપે ચઢેલા પિતાએ કહ્યું-“હે આ સ્થાને બારીક જોવાની આ કેવી ચેષ્ટા? પિતાના પુત્રને જીવાડવા કદાચિત કોઈ અતિચાર લાગતું હોય તો તે પછીથી પ્રાયશ્ચિત્તથી શેાધી શકાય છે વળો ચારિત્રવંતોને પણ સર્વથા નિરતિચારપણું હોતું નથી: સર્વકાર્યમાં લાભાલાભ વિગેરે જેવું રહે છે. કહ્યું છે કે-ધમનુષ્ઠાનમાં કોઈ બાબત એકાંત નિષેધ કે
૧ વેગના ૪ ૨ વિરુa Xા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org