Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૮૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ જે બુદ્ધિમાન મનુષ્ય, રાત્રે આહારને હંમેશ ત્યાગ કરે છે તેઓને મહિનામાં ૧૫ ઉપવાસનું ફળ મળે છે. “એ વચને સ્કંદ પુરાણમાં છે. તથા રૂદ્દે રચેલ સૂર્યની સ્તુતિરૂપ કપાલમોચન તેંત્રમાં કહ્યું છે કે:-“હંમેશ એકવાર ખાવાથી હંમેશ અગ્નિહોત્ર કરવા જેટલું ફળ મળે છે, અને હંમેશ સૂર્ય છતાં ભેજનવાળાને હંમેશ તથ યાત્રાનું ફળ મળે છે. ૧. “વળી રાત્રે ભજનવાળાને આચમન (સર્વ અને દેશનાન)ની પણ શુદ્ધિ ક્યાંથી હોય? કારણકે
વેદ, સૂર્યને ત્રણ તેજ-વેદમય કહે છે માટે સર્વ શુભ કાર્યો તેના કિરણેથી પવિત્ર થાય તે રીતે કરવાના હોય છે. તે રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજા અને દાન વિહિત નથી અને ભજન તે વિશેષે વિહિત નથી રા’ આયુર્વેદમાં પણ કહ્યું છે કે-હદય અને નાશિનું કમલ સૂર્યને અસ્ત થતાં સંકેચાય છે. તેથી તેમજ સૂત્રસ જીવોનું ભક્ષણ થતું હોવાથી પણ રાત્રિભોજન કરવું નહિ.” એ પ્રમાણે રાત્રિભોજનનો નિષેધ સૂચવનારાં અન્યદર્શનીય શાસ્ત્રોનાં પ્રમાણે જણાવ્યાં.
એ રીતે લોકિક અને લેકેત્તરમાં રાત્રિભોજનને નિષેધ હોવાથી વિવેકી જનેએ રાત્રે ચારે આહારનો ત્યાગ કરે: તેમ ન બની શકે તે અશન અને ખાદમ એ બે આહારનો તો ત્યાગ કરે જ. મેકળાં રાખેલ સોપારી વિગેરે સ્વાદિમને પણ દિવસે બરાબર તપાસીને શુદ્ધ તરીકે યતનાપૂર્વકજ વાપરવું: અન્યથા ત્રસજીની હિંસા વિગેરે દે લાગે. મુખ્ય વૃત્તિએ તે સાંજે બે ઘડી પહેલાં અને સવારે બે ઘડી પછી ભોજન કરવું યેગ્ય છે. કારણ કે-બે ઘડીઓ રાત્રિની નજીકની છે. કહ્યું છે કે –“ જે રાત્રિભોજનના દોષને જાણનાર છે. તેઓ પુણ્યભાજન શ્રાવક, દિવસ ઉગતાં અને અસ્ત થતાં પછી અને પહેલાં બબ્બે ઘડી તજતો ભજન કરે છે. ૧” માટે જ આગમમાં સર્વથી જઘન્ય પરચક્ખાણું ૧ મુહૂર્ત (નમુક્કાર સહિયં નું કહ્યું છે. કદાચ કેઈ કાર્યવ્યગ્રતાથી તે પ્રમાણે પચ્ચખાણ ન કરી શકે, તો પણ શ્રાવકે તડકે દેખાવો વિગેરે વિધિપૂર્વક સૂર્યોદય અને સૂર્યાસ્તની અપેક્ષા તે રાખવી જ: અન્યથા રાત્રિભેજનને દેષ લાગે. વળી શ્રાવક, સૂર્યને અસ્ત થયા પછી કે ઉદય થયા પહેલાંના અંધકારમાં પણ ખાય અને લજજા આદિથી દીપક કરે નહિ તેથી તો ત્રિભેજનના દેષ ઉપરાંત પ્રથમવતમાં કરેલ હિંસાના નિયમને પણ ભંગ અને માયા મૃષાવાદ વિગેરે અધિક દોષ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે-(પ્રત્યાખ્યાન લેતી વખતે) “ર રેમ” પાપ નહિ કરું, એમ કહીને પુન: તે જ પાપ આચરે તે પ્રત્યક્ષ મૃષાવાદી અને માયાકપટી છે ! ૧ | વળી પાપ કરીને પોતાને વતશુદ્ધિવાળો દેખાડે તે માણસ બમણું પાપ કરે છે, અને બાલકની મૂર્ખાઈ જાહેર કરે છે. તે રે”
રાત્રિભેજન નિયમપાલન અપાલનમાં ત્રણ મિત્રોનું દષ્ટાન્ત. કોઈ એક ગામે શ્રાવક, ભદ્રક અને મિથ્યાષ્ટિ એમ ત્રણ મિત્રો હતા. તેઓ એકાદ જૈનાચાર્ય પાસે ગયા. ગુરૂએ-“રાત્રિભેજન વર્જવું ” વિગેરે દેશના આપી. આથી શ્રાવકે રાત્રિભેજન અને કંદમૂલ વિગેરે અભને નિયમ, શ્રાવકકુલોત્પન હોવાથી ઉત્સાહ
૧ ઉપા. શ્રી ધર્મ વિ. મહારાજે અહિં “હૃદયનું નાભિકમલ” અર્થા કરેલ છે, તે આશ્ચર્ય છે! ૨ ના *T સોલાવતવૈવ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org