Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
ર૮૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિસૂત્રની આ ટીકાનો સરલ અનુવાદ શીંગે, જિલૅન્દ્રિયની લોલુપતા માત્રની જ ગરજ સારતી હોવાથી તે અચિત્ત થએલ હોય તો પણ ખાવા ગ્ય નથી. કારણકે-તે ખાવાથી ખાસ કઈ તૃપ્તિ તો થતી નથી અને (શેકવાસુકવવા વિગેરેમાં) વિરાધના મેટી છે. માટે જ પહેલાં બાવીસ અભક્ષ્ય જણાવ્યા છે તેમાં ત૭ફલ' શબ્દવડે આવી શીંગે પણ અભક્ષ્ય તરીકે વર્ણવી છે. તેથી આવી શીંગનું ભક્ષણ કરવામાં તત્ત્વથી આ સાતમા વતની (એ અભક્ષ્યને પણ ખાવાની લુપતાથી અચિત્ત બનાવવા સારૂ શેકવી-સુકવવી વિગેરે પાપ કરવાં પડે તેથી.) વિરાધનારૂપ પાંચમો અતિચાર છે. (નહિં કે-અતિચરિત કરવા રૂપ જ અતિચાર છે.)
આ પાંચે ય અતિચારે અહિં સચિત્તના પરિવારને આશ્રયીને વર્ણવ્યા છે એ પ્રમાણે પ્રથમ વીસમી ગાથામાં ઉપલક્ષણથી જણાવેલ રાત્રિભોજન, મદિરા, માંસ, બાવીસ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાય વિગેરેને કરેલ ત્યાગ તેમજ અચિત્ત આહાર અને વસ્ત્રાદિનાં નિયત કરેલ પ્રમાણને આશ્રયીને પણ અનામેગાદિથી જે જે અતિચારો લાગવા સંભવિત છે તે પિતે વિચારી લેવા. એ પ્રમાણે આ ગોપભેગમાં ભાગ્ય પરિગ્ય વસ્તુઓને આશ્રયી દિવસ સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. તે ૨૨ દૃત્તિ ૫ મોnતઃ તિવાર
તે સાતમા વ્રતમાં કર્મસંબંધી બીજા ૧૫ અતિચાર. જાથા ૨૨-૨૩ નું અવતરણ:-પૂર્વોક્ત ભેગ પરિભેગની વસ્તુઓ મેળવવા સારૂ બહુ સાવદ્ય ગણાતા અંગારકર્મ આદિ જે પંદર કર્માદાને છે તે તીવકર્મબંધના કારણભૂત અતિચાર હોવાથી શ્રાવકને વર્યું છે. એવા તે પંદર કર્માદાનેને વિષે અનાગ આદિથી જે કાંઈ અતિચરિત કર્યું હોય તેનાં પ્રતિક્રમણ માટે આ ર૨-૨૩ મી ગાથા દર્શાવાય છે.
इंगाली वणसाडी भांडी फोडी सुवजए कम्मं॥ वाणिजं चेव य दंतं, लक्खरसकेसविसविसयं ॥२२॥ एवं खु जंतपीलण-कम्मं निलंछणं च दवदाणं ॥
सरदहतलायसोसं, असईपोसं च वजिज्जा ॥२३॥ - ૧ આ તુૌષધી પ્રકરણને અનુવાદ ઉપાધ્યાયશ્રીએ અહિં સુધી તે એ રીતે વિપરીત કર્યો, પરંતુ તે અનુવાદને શાસ્ત્રકારની તે પછીની “ અત gવ થી લઈને “gવત્રતવિરાધનાવાડતિવાર' સુધીની પંક્તિ બાધક જવાથી તે ૧ પંક્તિને અનુવાદ જ [ જે કે–તે પછીની પણ બે પંક્તિનો અનુવાદ તછ દીધા છે. છતાં તેને ભાવ, તે પ્રકરણનાં વિવરણમાં સમાવિષ્ટ હોવાથી તે બીના અસ્પસ્ય ધારી છે. ] તજી દીધો અને તેના સ્થાને માટે તે અચિત્તાહાર પણ અતિચાર છે ” એ પ્રમાણેનું વાક્ય કપોલકલ્પિત યોજી દીધું છે, તે નિર્ભયસાહસ ગણાયઃ કારણ કે-શાસ્ત્રકાર મહારાજા તે પંક્તિથી જેને ખુલ્લી રીતે જ વ્રતની વિરાધના રૂપ અતિચાર જણાવે છે, તેને શ્રી ઉપાધ્યાયજી મહારાજ પણ ખુલ્લી રીતે જ વ્રતમાં અતિક્રમાદિ ચાલુ અતિચાર તરીકે લેખાવે છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org