Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
ર૮૪ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
કંદ ૩-લીલી હળદર, ૪-આદુ, પ-લીલે કરે, ૬-શતાવરી, ૭-વિરાલી, ૮-કુંવાર (ગર્ભવાળાં અને પનાલનાં આકારનાં પત્રોવાળી વનસ્પતિ), ૯-ર, ૧૦-ગળ, ૧૧-લસણ, ૧૨-વંસકારેલી, ૧૩-ગાજર, ૧૪-લવણુક (વનસ્પતિ વિશેષ કે જે બાળવાથી સાજીખાર થાય છે.), ૧૫– ઢક (પશ્વિનીકંદ), ૧૬-ગિરિકણિકા (૧૯લીવિશેષ), ૧૭ કિશલય સર્વ કેમલ) પત્ર, ૧૮-ખુરસાણ, ૧૯-ગી, ૨૦- લીલીમોથ, ૨૧-લવણુ=અપરનામ છમ વૃક્ષની છાલ (બીજાં કઈ અંગ નહિ.) ૨૨-ખિલોડીકંદ, ર૩-અમૃતવલી (નમુળી), ૨૪-મૂળા (મહાભારત વિગેરેમાં પણ મૂળા વયે કહેલ છે, કહ્યું છે કે-લાણુ, ગાજર, ડુંગળી, મસ્થમાંસ અને મદિરા, એ એકેકથી અધિક પાપવાળાં છે અને તેથી પણ મૂળે અધિક પાપવાળો છે. I ૧ પુત્રનું માંસ ખાવું સારું પણું મૂળો ખાવે સારો નહિ મૂળાનાં ભક્ષણથી નરકમાં જાય છે અને ત્યાગથી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. ૨ ] ૨૫-ભૂમિડ (બિલાડીના ટોપ), ર૬-વિરૂદ્ધ (અંકુર ફુટેલ કઠોળ), ૨૭-તંકવાસ્તુળ (શાકવિશેષ), એ ઉગતાં પ્રારંભમાં અનંતકાય છે, પરંતુ બીજાં અનંતકાયની જેમ તે વાવવાથી ઉગતું નથી, ૨૮-સુરવાલ (ચાલુ વાલ નહિ), ૨૯-પત્થક (શાકવિશેષ), ૩૦-કમલ (કચૂકો નહિ બંધાએ૮ ) આ લી, ૩૧-આલ (બટાકા), ૩૨-પિંડાલ (કંદવિશેષ) આ બત્રીસ જ અનંતકાય નથી, પરંતુ એ સિવાય પણ જીવવિચારકહેલ “ગૂઢસિરસંઘvā સામંામાં જહું ' વિગેરે લક્ષણવાળી બીજી. પણ અનંતકા છે, અને તે સર્વ અભક્ષ્ય છે. કહ્યું છે કે – નરકનાં ચાર દ્વાર છે. તેમાં પ્રથમ રાત્રિભોજન, બીજું પરસ્ત્રીગમન, ત્રીજું બળ અથાણું અને ચોથું અનંતકાય છે. ૧ ” અનન્તકાય વિગેરે અભક્ષ્ય વસ્તુ અચિત્ત બનેલી હોય તે પણ તજી દેવી.
પ્રશ્ન: આદુ વિગેરે વતુ બીજાએ સ્વયં અચિત્ત કરેલ હોય તો ખાવામાં શું દોષ? સમાધાન -પરિણામની નિ:શકતા અને લુપતાની વૃદ્ધિ વિગેરે દેષ છે, તેમજ પરંપરાએ પિતાની તેવી પ્રવૃત્તિ જોઈને બીજાઓને સચિત્ત અનંતકાય વાપરતા થઈ જવાના પ્રસંગની વૃદ્ધિ વિગેરે દે છે. કહ્યું છે કે એક જણે અકાર્ય કર્યું હોય તો તેની પાછળ તેનું આલંબન લઈ બીજો અકાર્ય કરે છે. ઘણી ઘણી શાતામાં પડવાથી પરંપરાએ સંયમ અને તપશ્ચર્યાદિ ધમકાનનો વિચ્છેદ થાય છે. ૧ ” કૃતિ દ્વારા નન્તાચવરામ આ બાવીસ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાય, સૂત્રની ગાથામાં માત્ર “ર” શબ્દથી જ સૂચવેલ છે. છતાં તેનું ઉપગપણું હોવાથી અહિં કંઈક વિસ્તારથી જણાવેલ છે. ( અહિં સુધી મૂલગાથામાંના
મિ જ મંfમ જ' સુધીની વ્યાખ્યા કરી. હવે ).
gષે જ ની વ્યાખ્યા કરે છે. તેમાં પુષ્પ અને “ઘ' શબ' પત્ર-મૂળ વિગેરે સમજવું તથા ફલને ભાવાર્થ, ઉપર તુચ્છફલના ભાવાર્થ માં જણાવેલ છે. આ મઘ, માંસ, પુષ્પ અને ફલ સુધીનાં અભક્ષ્યને વિષે “રાજવ્યવસાય વિગેરેમાં રાજાની પરવશતાને લીધે”
૧ ઉ૫, શ્રી ધર્મ વિ. મહારાજે પોતાના અનુવાદમાં અહિં કરેલ ત્રણ પંક્તિ નો ફટનેટ તદ્દન શાસ્ત્રવિાહ છે. તેઓએ અહિં લખેલ છે કે-“ આ નિદા ગહ મુખ્યત્વે અભક્ષ્ય વરતુઓના ભક્ષણ અંગે નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org