Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતસ્ત્રની આ ટીકાનો સરલ અનુવાદ ૨૮૫ જે કાંઈ લેવડદેવડ વિગેરે કરવામાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તેની હું નિદા કરું છું: ( રાજયનું કામકાજ એ રીતે શ્રાવકહૈયાને પણ તેવાં દૂષિતકાર્યોમાં અને વતને અતિચરિત કરે તેવી સ્થિતિમાં મૂકે છે!) તેથી કરીને જ તથા પ્રકારે ધર્મોપાર્જન થવા નહિં દેનાર એ રાજાને વ્યવસાય નરકને હેતુ છે. કહ્યું છે કે:- રાજાના વ્યવસાય રૂપ પાપ કરતાં જેઓએ સુકૃતને સ્વીકાર કરેલ નથી તેઓને ધૂળધોયા કરતાં પણ મૂઢતર માનીએ છીએ. પરંતુ વ્યાપારને અંગે છે કારણ કે અભક્ષ્ય તો વર્જનીય હોવાથી તેને અતિચાર નથી, પરંતુ જ્યનાં પ્રમાણ ઉલ્લંધનને અતિચાર છે. અથવા ભૂતકાળમાં કરેલ અભક્ષ્યભક્ષણની પણ નિંદા છે.” ઉપા. શ્રીની આ વાત શાસ્ત્રના ગતિ બંધની ભારે ભાર ખામી દર્શક છે, એમ દુઃખપૂર્વક કહેવું પડે છે. શ્રી વંદિgસૂત્રની દરેક ગાથાઓ શ્રાવકને દિવસમાં પ્રમાદના યોગે વ્રતોને વિષે જે કાઈ અતિચારો લાગ્યા હોય તે અતિચારોની સંખ્યા જણાવવાપૂર્વક સમજ આપીને' નિંદા અને ગરૂપે પ્રતિક્રમણ કરવા માટે છે વંદિત્તસૂત્રની આ “મMમિ મંવંતિ મ” નાથા, સાતમાં ભોગપભોગ વિરમણવ્રતને આશ્રીને આહારના ઉપલક્ષણરૂપે જણાવી છે. આ ગાથામાં દર્શાવેલ ભેગોપભેગને લાયક પદાર્થોને આશ્રીને તો એ પછીની “વત્તે ife.” ગાથાવડે તે વ્રતના પાંચ અતિચાર જણવાય છે. તત્ત્વદૃષ્ટિએ તે શ્રાવકને અનાજને સચિત્ત કણું પણ અમઢ્ય ગણાય છે. જીવ ધારણ કરતી કોઈ પણ કાય, શ્રાવકને ભક્ષ્ય હોઈ શકે જ નહિ; છતાં કણ-વનપતિ વગેરે જે કઈ વસ્તુઓ વિના ગૃહસ્થને નિર્વાહ જ અશકય છે તે વસ્તુઓને શાસ્ત્રકારો શ્રાવકને નિષેધ કરતા નથી. પરંતુ તેટલા માત્રથી તે કણ વિગેરે વસ્તુ ભક્ષ્ય ઠરી જતી નથી અભક્ષ્ય ગણાતી બધી જ સચિત વસ્તુમાં પણ શાસ્ત્રકારે આ ગાળામાં જે મઘ અને માંસને પ્રથમ સ્થાન આપેલ છે, તે તે દરેક અભયોમાં તે અભ તે અત્યંત અનર્થના હેતુ તરીકે ઓળખાવીને તે અમને તો સદંતર ત્યાગ જ કરી દેવાનું જણાવા માટે છે અને તે વાત ખુદ ટીકાકારે પણ આ ગાથાની ટીકામાં જણાવેલ છે. “શ્રાવકને તો મધ અને માંસ સર્વથા વજર્ય જ હોય પછી અહિં તે દુષ્ટ પદાર્થોને શાસ્ત્રકાર ભોગ્યમાં ગણાવે જ કેમ?' તેવી શંકા લાવવી તે પણ અજ્ઞાનમૂલક છે. કારણ કે-મધ અને માંસ જેવી નિંઘતર વસ્તુઓ શ્રાવકને માટે તે સદા વજનીય છે જ, પરંતુ તીર્થપતિ પ્રથમ તીર્થ સ્થાપે છે-એટલે કે–ચતુર્વિધ સંઘની પ્રથમ સ્થાપના કરે છે ત્યારે શ્રાવક ન હોય તેને શ્રા ક બનાવેલા હોય છે. તેવા જીવોમાં કેટલાક પ્રથમથી માંસાહારી હોય અને શ્રાવક બન્યા બાદ તેને એકદમ છેડી શકવા શક્તિમાન ન હોય, તે તેઓ તેને પણ પ્રમાણે રાખે એ
ભવિત છે. અને તેથી તેવા શ્રાવકને મઘ માંસાદિના કરેલ પ્રમાણમાં પ્રમાદષે અતિચારને પણ સંભવ ગણાયઃ આ વિષે આ જ ગ્રંથમાં આગળ મૂળ મૂળ ગાથાઓના અર્થો જણાવ્યા છે ત્યાં પેજ ૩૭ ઉપરના આ ૨૦ મી ગાથાના અવતરણમાં કરવામાં આવેલ સ્પષ્ટ ખુલાસે જવાથી વધુ સ્વરૂપ સ્પષ્ટતયા ખ્યાલમાં આવશે કે-ઉપા. શ્રીની આ ટોટ, ઉલટો–અસંબદ્ધ અને અંતર શાસ્ત્રવિરૂદ્ધ અર્થકારક છે. અને તેથી તે પુટનાટન સ્થાને- “આ અભોની નિંદા મુખ્યત્વે તેના વ્યાપારને અંગે નથી, પરંતુ (રાજકારભારમાં વર્તતા શ્રાવકે રાજાના પરવશપણા વિગેરે કારણે) તે તે વસ્તુઓનાં ભક્ષણ અંગેના કરેલ પરિહાર કે પ્રમાણુનું ઉલ્લંધન થવા પામ્યું હોય તેને અંગે છે. શ્રાવકકુળને માટે સદા અને સર્વથા વર્જનીય એવાં આ અભયોને પણ જેઓ વર્જી શક્યા ન હોય તેને માટે પણ આ અભક્ષ્યનાં પ્રમાણ ઉલ્લંધનને અતિયાર છે. નહિં કે ભક્ષ્યનાં પ્રમાણું ઉલ્લંઘનને અતિચાર છે. અને તેથી તે ભૂતકાળમાં કરેલ અભક્ષ્ય ભક્ષણની નિંદા તરીકે પણ નથી. આ વાત વર્તમાનમાં તેવાં અભક્ષ્યાન કરેલ પરિહાર કે પ્રમાણુનાં પ્રમાદદોષ થવા પામેલ ઉલ્લંધનને ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org