Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણુ-વંદિત્તસૂત્રની આડશ ટીકાને સરલ અનુવાદ ૨૮૧ પૂર્વક જ લીધે ભદ્રકે ઘણો ઘણો વિચાર કરીને રાત્રિભોજનનો જ નિયમ લીધે અને કદાગ્રહઝરત હોવાને લીધે મિથ્યાદિ એ તો કંઈ પણ નિયમ લીધો નહિ. કહ્યું છે કે“આગ્રહી જન, તેની મતિ જયાં ખૂચી હોય ત્યાં યુક્તિને લઈ જાય છે, જ્યારે પક્ષપાત રહિતની મતિ તો જયાં યુતિ હોય ત્યાં પ્રવેશે છે. ૧ in ” ત્યારબાદ શ્રાવક અને ભદ્રક બન્નેનું સર્વ કુટુંબ પણ રાત્રિભે જન વિગેરેના નિયમવાળું થયું ! ખરેખર ઘરમાલિકને અનુસારી જ ગૃહવ્યવસ્થા હોય છે. ક્રમે શ્રાવક, અતિ પ્રમાદને લીધે નિયમમાં મંદ આદરવાળ થયે, અને તે તે કાર્યની વ્યાકુલતામાં સવારે સાંજે ત્યાગેલ બે બે ઘડીની અંદર પણ જમવા લાગે ! ક્રમે સૂયોસ્ત થવા છતાં પણ જમવા લાગ્યો ! સભ્ય પણે નિયમ પાળનાર ભદ્રક વિગેરેએ વારવા છતાં પણ “હજુ દિવસ છે, રાત્રિ કયાં છે ?” એમ જવાબ આપતે રહ્યો. તેને અનુસરીને તેનું કુટુંબ પણ તેવું જ શિથિલ બન્યું. ઘરમાલિકના પ્રમાદની બહુલતાને લીધે અહો ! પાપ પ્રસંગની કેવી વૃદ્ધિ થઈ ? એકદા રાજાનાં કોઈ કાર્યની વ્યગ્રતાને લીધે સવારે અને બપોરે ભેજનસમય વ્યતિત થયો અને સાંજે તે શ્રાવક અને ભદ્રક બંને મિત્ર જેવામાં ઘેર જમવા આવ્યા ત્યાં અસૂર-લગભગ વેળા થઈ ગઈ. આથી મિત્રાદિકે ઘણું સતાવવા છતાં ભદ્રક જમ્યા જ નહિ ! કહ્યું છે કે:-પિતાનું હિત કરવું, અને જે શક્તિ હોય તે ૫ નું હિત પણ કરવું. વળી આ હિત અને પરહિત બંને સાથે કરવાને પ્રસંગે ઉપસ્થિત થયે સતે આત્મહિત કરવું જ. ll૧ અને શ્રાવક તો કંઈક અંધકાર ફેલાવા છતાં નિ:શંકપણે ઈચ્છા પ્રમાણુ જ ! તે વખતે તેણે આચરેલ દુષ્કૃતથી હોય તેમ મસ્તકમાંથી પડેલી જૂ ભેજનમાં આવી ગઈ! આથી જલેદાના મહાવ્યાધિથી અત્યંત પીડા ભગવી મરણ પામી રાત્રિભેજનના નિયમભંગથી બિલાડે છે અને ત્યારબાદ દુષ્ટ શ્વાનથી કદના પામતો મરીને પહેલી નરકે ગયે. રાત્રિભેજનમાં આસક્ત મિથ્યાષ્ટિ પણ એકદા કાંઈક વિષમિશ્રિત આહાર ખાવાથી સડી સડીને ગુટતાં આંતરડાંની અત્યંત પીડાથી મરણ પામીને મિત્રની જેમ બિલાડો થઈ તે જ પ્રમાણે નરકે ગયે! ભદ્રક તે નિયમનું યથાર્થ પાલન કરવાથી સૌ કલ્પમાં મહદ્ધિક દેવ થયો! શ્રાવકનો જીવ નરકમાંથી નીકળીને નિધન બ્રાહ્મણનો શ્રી પુંજ નામે પુત્ર થશે અને મિથ્યાષ્ટિને જીવ નરકમાંથી નીકળીને શ્રીધર નામે તેનો નાનો ભાઈ થયા. આ બાજુ સૌધર્મ દેવલેકે ગએલ “ભદ્રકના જીવ' દેવે ઉપગ દેતાં બંને મિત્રોને ખાનગી રીતે પૂર્વના ભવ કહેવાપૂર્વક પિતાનું સ્વરૂપ જણાવી પ્રબંધ કરીને રાત્રિભેજનાદિ અભક્ષ્યનો નિયમ કરાવ્યું, અને તેનાં પાલનમાં દઢ કર્યા. કહ્યું છે કે:-“પાપથી રેકે, હિતમાં જોડે, ગુહ્ય વાત ઢાંકે, ગુણો પ્રકટ કરે, આપત્તિમાં તજે નહિ અને અવસરે આપે તે ઉત્તમ મિત્રનું લક્ષણ છે. એમ સંતપુરૂષોએ કહ્યું છે. જે ૧.” તે બંનેના પિતા વિગેરેએ તો એમને નિયમરૂપ કદાગ્રહ (?) છોડાવવા તેઓને ભેજન આપવાનો જ નિષેધ કર્યો! બંનેને ત્રણ દિવસની લાંઘણુ થઈ. ત્રીજા દિવસની રાત્રે નજીકમાં રહેલા તે મિત્ર દેવે રાત્રિભજનનિયમના મહિ
१ रात्रिभोजनादि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org