Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વત્તિસૂત્રની આઠ ટીકાને સરલ અનુવાદ એકાંત વિધિ પણ જણાવેલ નથી, પરંતુ વ્યાધિને વિષે વૈધની જેમ આત્મા વિશેષને પામીને નિષેધ કે વિધિ હોય છે . ૧. નહિ કે ધર્મનું રહસ્ય કદાહરૂપી ગુફામાં આવી ભરાયું છે. અહે, તારા હૃદયની કઠેરતા! અહા બાલકની હત્યામાં પણ તારી નિરપેક્ષતા ! અહે, લોકાપવાદથી પણ નહિ ડરવાપણું! અહે, તારૂં નિર્દયાત્મકપણું ! ” ( પુત્રને એ પ્રમાણે રેષથી કઠોર વચને કહ્યાં છતાં પુત્ર પોતાના નિયમથી ચલિત થયે નહિ એટલે) પિતા વિગેરેએ મહાનંદકુમારને સમજાવવા તે સર્વ વૃત્તાંત રાજા મંત્રી વિગેરેને જણાવ્યું. આથી રાજા અને મત્રી વિગેરેએ પણ આવીને મહાનંદકુમારને સર્વશક્તિએ સમજાવ્યો, છતાં પણ તે કુમાર પિતાનો આગ્રહ તજતો નહિ હોવાથી કોપથી ભયંકર બનેલ રાજાએ કહ્યું -“હે કદાગ્રહના દોષથી ભરપૂર મહાનંદ! તે ઔષધિ નહિ લાવવાને લીધે જે આ બાલક મૃત્યુ પામશે તે કુટુંબ સહિત તને સર્વસ્વ હરી લેવાને દંડ કરવાપૂર્વક મૃત્યુની સજા કરીશ.' મહાનંદકુમારે પણ કહ્યું- હે દેવ ! સર્વધન કરતાં સકળ કુટુંબ કરતાં અને મારા પ્રાણ કરતાં પણ આ મારે પુત્ર અને હાલે છે તેવા પ્રિય પુત્રની ઉપર આવી પડેલી આવી ઘેર આપત્તિમાં પણ (નિયમને કારણે) નિરપેક્ષતા સેવાઈ રહી હોયે સતે ધન કે કુટુંબની અપેક્ષા કેણ માત્ર છે અને તેથી મને આપ બતાવે છે તે ભય પણ કે, માત્ર છે? માટે જે થવું હોય તે થાવ, પરંતુ કલ્પાને પણ સ્વીકારેલું વ્રત સર્વથા અ૯પ પણ અતિચરિત કરીશ નહિ! ધન-પ્રાણુ અને પુત્ર વિગેરે તે ભવભવે સુલભ છે, જ્યારે શ્રી જિનેશ્વર પ્રરૂપિત ધર્મ, અનંત ભવડે પણ મળ દુર્લભ છે. ૧. સર્વધનપ્રાણ અને પુત્ર વિશેરેના નાશથી તો તે ભવે જ દુઃખ થાય છે, પરંતુ ધર્મના નાશમાં તે અનંત ભવેમાં સહ દુઃખ ભેગવવું પડે છે. ૨. એ પ્રમાણે તાત્વિક અને સાત્વિક પુરૂષને વિષે મુકુટપણાના ભાવને ભજી રહેલાં તે વચને બોલાઈ રહ્યું સતે તે કુમારની ધર્મને વિષેની એકાગ્રતાથી “આકૃષ્ટિ વિદ્યાથી આકર્ષવાની જેમ” આકષાએલી શાસનદેવીની દિવ્યવાણું પ્રકટ થઈ કે-હે સત્વના જ સારભૂત કુમાર ! આ દરેકને પોતાના ધર્મની દઢતાને અમાપ મહિમા બતાવ! અને તે એ રીતે કે તારા હાથમાં રહેલા અમૃત (પાણી) રસથી આ બાલકને સોંચ: કે જેથી તત્કાલ જીવતે થશે.” આ દિવ્યવાણી સાંભળીને સર્વજનો વિસ્મય મગ્ન બની ગયે તે મહાનંદકુમારે પિતાના હાથથી પવિત્ર બનેલા જળથી બાળકને સીંચ્યું. અને તે બાલક પણ અમૃતથી સિચાયાની માફક જલદી બેઠો થયે! આ જોઈને સમગ્ર લેકે અત્યંત આનંદિત થયા. વધામણીઓ આવવી વિગેરે મહેન્સો પ્રકટ્યા અને ચારે બાજુ મહાનંદકુમારની અપૂર્વ પ્રશંસાના અવાજે ગાજી ઉડ્યા ! અહે, ધર્મને વિષે એકાગ્રતાનું કેઈ અદ્ભૂત એવું મહાન મહાસ્ય ! કે-જેથી આ પ્રમાણે લીધેલ વ્રતને નિવહ પણ થયો અને “પુત્રનું જીવવું-ધનનું રક્ષણ થવું. કુટુંબનું રક્ષણ થવું તેમજ પોતાનાં પ્રાણોનું પણ રક્ષણ થવું’ વિગેરે લાભ પણ થયા ! / ૧ / કેટલાક આત્માઓ સ્વલ્પ કષ્ટમાં પણ વ્રતને તૃણની જેમ તજી દે છે, જ્યારે આશ્ચર્યની વાત છે કે
૧ તૌમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org