Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
રરર શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ કાને સરલ અનુવાદ
પદારગમનપાપનાં ઘોરતર ફલો. સ્વદારતેષવ્રત લેવાની પણ અશકિત હોય તો પરદોરાની વિરતિ કરવી. કહ્યું છે કેપરદારગમનનાં પાપથી આ ભવમાં પણ વધ, બંધન, ઉંચે બંધાઈને લટકાવું, નાક કપાવું અને ધનને નાશ થવો વિગેરે બહુ પ્રકારે કદના થાય છે. / ૧ અને તેવા પદારામાં રત માણસો પરભવને વિષે નારકીમાં શામેલીવૃક્ષનાં તીક્ષ્ણ અણીદાર કાંટાને આલિંગન કરવું વિગેરે બહપ્રકારનાં દુસહ દુઃખ પામે છે. સારા ખરાબશીલવાળા માણસ, મરીને પરભવે ઈન્દ્રિય છેરાયલા, નપુંસક, કુરૂપ, દુર્ભાગી ભગંદરના રેગવાળા વિધવા, બાલવિધવા, વંધ્યા, મરેલા બાળકને જન્મ આપનારી સ્ત્રી તેમજ વિષકન્યા રૂપે થાય છે. ૩વળી પ્રભુએ કહ્યું છે કે હે ગૌતમ! દેવદ્રવ્યનું ભક્ષણ અને પરસ્ત્રીગમન કરવાથી સાતમી નરકે સાત વખત જાય છે. કા અન્યદર્શનકારો પણ કહે છે કે તેથી કરીને ધર્મના અથી જનેએ પરસ્ત્રીનું સેવન ત્યજી દેવું કારણકે પરદાર તે એકવીશ વખત નરકે લઈ જાય છે. તે રાવણ અને ગદ્ધભિલ્લ વિગેરેની માફક પરસ્ત્રીની ઈચ્છામાત્રથી પણ માણસને આ ભવ અને પરભવને વિષે પણ મહાન અનર્થ થાય છે પછી પરદારસેવનથી પ્રાપ્ત થતા ઘેરાતિઘેર અનર્થ માટે તો પૂછવું જ શું? અને સ્વદારસંતોષીએ તે સર્વ માટે સાધારણ એવી પણ્યાંગના પણ ત્યજી દેવી. કારણકે- “દારૂ અને માંસમાં રત, લોભવશાત્ કુછીથી પણ ગમન કરનારી, સ્નેહ વિનાની, નિર્લજજ, નિા અને વિટ જનેથી આશ્રિત એવી વેશ્યા વજેવા યોગ્ય જ છે. # ૧n.
પર્વ દિવસોમાં મૈથુનને લેકલોકોત્તર શાસ્ત્રનિષેધ. તથા શ્રાવકે પર્વતિથિને વિષે, શ્રી તીર્થકર ભગવંતેના કલ્યાણકદિવસેને વિષે, છે અઈઓને વિષે, દિવસે હંમેશને માટે અને રાત્રે એક અથવા બે વાર વઈને બ્રહ્મચારી. પણે જ રહેવું. પર્વના દિવસોમાં લૌકિક શાસ્ત્રકારોએ પણ મિથુનને નિષેધ કરેલ છે. મનાએ કહ્યું છે કે-અમાવાસ્યા, અષ્ટમી, પણ માસી, ચતુર્દશી અને બનૃતૌ=ઋતુ સિવાયના દિવસેમાં સ્નાતક બ્રાહ્મણે બ્રહ્મચર્યનું પાલન કરવું ૧ વિષ્ણુપુરાણમાં પણ કહ્યું છે કે હે રાજેન્દ્ર! ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા; પૂર્ણિમા અને સૂર્યક્રાન્તિ એ પર્વો છે. તે પર્વેને વિષે તેલ, સ્ત્રી અને માંસનો સંગ કરનાર માણસ મૃત્યુ પામ્યા થકે જ્યાં વિણા અને મૂત્રનું ભજન છે તેવા નરકને વિષે જાય છે. ૧–રા
૧ રજાવળાપણાના ચાર દિવસ પછીના બાર દિવસે બ્રાહ્મણશાસ્ત્રમાં ઋતુદાનના કહ્યા છે, તે ઋતહતના બાર દિવસ પછીના દિવસેમ ૨ ધર્માસ્થિર =આ સ્નાતકને તે ધર્મ આ પ્રમાણે-નાનં સંધ્યા કરે રેક, દ્વાણા સેવતા! વૈશ્વદેવાડતિ થેયં શ, ષટર્માનિ દિને દિને | ૧ | ઇતિ નાતજ : અર્થ૧ સ્નાન કરવા પૂર્વક ત્રણેય સંધ્યાએ ગાયત્રીને જપ કરે. ૨ હોમ કરે, ૩ સ્વાધ્યાય કરે, ૪ દેવપૂજા, ૫ ગાય, કાગડા, કુતરા અને કીડી વિગેરે જીણું જીવનું પાલન કરે અને ૬ અતિથિને સરકાર કરે એ છે કર્મો દરરોજ કરે તે સ્નાતક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org