Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આઠ ટકા સરલ અનુવાદ
પાળી શકાય તે રીતે “અમૂક પ્રમાણમાં જ મારે વિવાહ કરવા એ નિયમ કરી લે ચુત છે. અથવા પિતાની સ્ત્રી દરેક રીતે અનુકૂલ હોવા છતાં પૂરતા સંતેષના અભાવથી જs બીજી સ્ત્રી જેડે પોતે વિવાહ કરે તે સ્વદારસંતેષી શ્રાવકને છ પવિવાદા તિરાર છે. તથા ઇન્દ્રિયેના “શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ” એ પાંચ વિષયમાંના શબ્દ અને રૂપ-કે જે દૂરથી પણ ઉપગમાં લઈ શકાય છે તે કામ અને ગન્ધ, રસ તથા સ્પર્શ એ ત્રણ-કે જેને સ્પશને ઉપયોગ કરી શકાય છે તે ભેગ: તે કામગને વિષે તીવ્ર આસક્તિ રાખવી તે ૧ વામમોnત્તાત્ર અનુસાર તાર છે. તેવા તીવ્ર અનુરાગને લઈને મૈથુન કર્યા પછી પણ સ્ત્રીનાં મુખ-કાન-ગુહ્યપ્રદેશ વિગેરે લાંબો કાળ આલિંગનપૂર્વક સેવ્યા કરે અથવા તે કેશ ખેંચવા–પ્રહાર કરવા-દંતક્ષત કરવા-નખક્ષત કરવા વિગેરેવડે કામને ઉત્તેજિત કરે અથવા તે કામવૃદ્ધિ કરનારી ઔષધીઓ વાપર્યા કરે (કે જે શ્રાવકને ઉચિત જ નથી.) સ્વદારસંતોષી શ્રાવક, પ્રથમ તો પાપભીરુતાને લીધે સર્વથા બ્રહ્મચર્ય સ્વીકારવાની ઈચ્છાવાળે હોય છે. આમ છતાં પણ જ્યારે વેદને ઉદય સહન કરવાની શક્તિ પિતાને જણાતી ન હોય ત્યારે જ તે સ્વદારસંતોષાદિવ્રતનો સ્વીકાર કરે છે. અને મૈથુન માત્રથી જ વેદની શાન્તિ થતી હોવાથી તે પોતાની સ્ત્રી પ્રતિ પણ અનંગકીડા-તીત્રાનુરાગ વિગેરે વધારાના દરેક કામવિસ્તારનો ત્યાગ કરે છે. વળી તે કામવિસ્તાર કરવામાં કઈ ગુણ તે નથી જ થતઃ બલકે બળને ક્ષય થો વિગેરે અનર્થ પણ થાય છે. કહ્યું છે કે - ' कम्पः खेदः श्रमो मूर्छा, मिग्लानिर्बलक्षयः। राजयक्ष्मादयश्चापि, कामाद्यासक्तिना रुजः॥१॥
અર્થ:-શરીરે કંપઃપૂજારી પેદા થવી, પરસેવો વળે, વાતવાતમાં થાકી જવું, મૂર્ણ આવવી, ભ્રમિત થાની જવું, શરીરમાં લાની આવી જવી, સર્વત્ર નબળાઈ વર્તાવી, ક્ષીણ થઈ જવું, અને ક્ષયરોગ થ વિગેરે ભીષણ વ્યાધિઓ કામભેગાદિની તીવ્ર આસક્તિનું પરિણામ છે. - ચતુર્થ વ્રતધારી શ્રાવકને ત્રણ અથવા પાંચ અતિચાર. છે એ પ્રમાણે પરદારવર્જક શ્રાવકને એ પાંચ અતિચાર જાણવાઃ સ્વદારસંતોષી શ્રાવકને તે છેલ્લા ત્રણ જ અતિચાર છે. પહેલા બે તે ભંગ તરીકે જ છે. એ પ્રમાણે સ્ત્રીને પણ સ્વપુરૂષસંતોષ તરીકેના જ વ્રતને સદ્દભાવ હોવાથી છેલ્લા અનંગ, વિવાહ અને તીવાનુરાગ એ ત્રણ જ અતિચાર છે અથવા તે સ્ત્રીને બીજી રીતે પ્રથમના બે અતિચાર મળીને પાંચ અતિચાર પણ સંભવે છે: અને તે આ પ્રમાણે કે-અજાણપણે (સુચેષ્ટાને બન્યું તેમ, કે કલોરોફેમ વિગેરેના પ્રગાદિથી અચાનક કેઇના હુમલાને ભેગ બની જવું વિગેરે કારણે) પરપુરૂષ ગમન થઈ જવા પામ્યું હોય અથવા પોતાના બ્રહ્મચારી પતિ સાથે પિતે આક્રમણથી ગમન કરે તે સ્ત્રીને
અપરિગ્રહીતાગમન નામે પ્રથમ અતિચાર લાગે છે. તેમજ વારાના દિવસે શોકયે રોકી રાખેલા પિતાના પતિ જોડે શેયને વારે લોપીને ગમન કરે તો રૂત્વપૂરિજીતામન નામે બીજે
અતિચાર પણ લાગે છે. એ પ્રમાણે વ્રતધારી શ્રાવિકાને પાંચ અતિચાર લાગે છે. કહ્યું છે કેपरदारवजिणो पंच हुंति तिन्नि उ सदारसंतुढे । इत्थीइ तिन्नि पंच व भङ्गविगप्पेहि नायब्बा ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org