Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આ ટીકાને સરલ અનુવાહ રાક અને એ ઉપરથી જેમ સર્વથા બ્રહ્મચારી શ્રાવકે પણ તે નવવાડ અવશ્ય પાળવાની હોય છે, તેમ ] સ્વદારસંતિષી શ્રાવકે પણ પરસ્ત્રીને આશ્રયીને બ્રહ્મચર્યની નવવાડનાં પાલન સંબંધમાં યતન કરવાની છે. શાસ્ત્રકારોએ તે નવવાડો જણાવી છે તે આ પ્રમાણે વર વહુ निसिजिदिअ, कुईतर पुव्वकीलिअ पणीए । अइमा याहार विभूसणा य, नव बंभगुतीओ ॥१॥ અર્થ - વત = પરસ્ત્રીઓ, પશુ અને નપુંસકે રહેતા હોય તે સ્થાનમાં ન રહેવું થા= સ્ત્રીકથાને સરાગપણે સાંભળે નહિઃ નિવઘાર સ્ત્રી બેઠી હોય તે આસને બે ઘડી સુધી બેસવું નહિ (ત્રતધારી સ્ત્રી, પુરૂષનાં આસને ત્રણ પહેર સુધી બેસે નહિ. ) ચિત્ર સ્ત્રીનાં મુખચક્ષુ નાસિકા વિગેરે ઇન્દ્રિયને તેમજ ગુહ્ય અંગ કે ઉપગેને સરાગપણે દેખે નહિ. શુકચંતક ભીંત આદિના અતરે સ્ત્રી પુરૂષો સૂતાં હોય કે કામક્રીડાની વાત કરતા હોય તે એકાંતે બેસી જુએ, નહિ તેમજ સાંભળે નહિ. પૂર્વાદિત= પૂર્વાવસ્થામાં અનિયમિતપણે કરેલ કામક્રીડાને યાદ કરે નહિ. કળતરાહાર= રસપૂર્વક સ્નિગ્ધ આહાર કરે નહિ. અતિમાત્રથાણા= રસ લીધા વિનાને પણ આહાર પ્રમાણુથી વધારે લે નહિ. અને વિમ્પા = શરીરની શોભા, તેલમર્દન, વિલેપન અને તને તથા આત્માને હાનિકારક એવું નિષ્ણજન સ્નાન વિગેરે કરે નહિ.
(ગ્રહસ્થને પરસ્ત્રી બાબતમાં ઉપરની વ્યાખ્યા પ્રમાણે અનંગકીડા નામને અતિચાર સમજે.) અથવા પોતાની જ સ્ત્રી બાબત વાસ્યાયન આદિ શાસ્ત્રમાં જણાવેલ કામનાં ૮૪ આસનનું આસેવન કરવું અથવા તે અતૃપ્તપણે પુરૂષસેવન, નપુંસકસેવન કે હસ્તકર્મ વિગેરેનું તુચ્છજનેચિત કીડન કરવું તેમજ કાષ્ટ, પાટીયું, માટી, ચામડું વિગેરેના બનાવેલા કામ સંબંધી ઉપકરણેવડે શ્રાવકને સર્વથા અનુચિત ક્રીડા કરવી તે માત્ર નામે ત્રીજે તિવાર જાણ.
તથા “કન્યાદાનનું ફળ મળશે” એવી ઈચ્છાથી અથવા તો નેહસંબધ આદિને લીધે પારકા પુત્રપુત્રીઓને વિવાહ કરે તે જ પરિવારનવાર: [ અહિં શાસ્ત્રકાર, પારકા વિવાહ કરવામાં જે રીતે અતિચાર લાગે છે તે સ્પષ્ટ કરી બતાવે છે કે ] સ્વદારસંતેષીશ્રાવકે પિતાની સ્ત્રી સિવાય અન્ય કોઈ પણ સ્ત્રી જોડે અને પરદારવર્જક શ્રાવકે પિતાની સ્ત્રી તથા પણ્યાંગના સિવાય અન્ય કેઈપણ સ્ત્રી જોડે મિથુન નહિં જ કરવાનું વ્રત જ્યારે મન, વચન અને કાયાથી કરૂં નહિ અને કરાવું નહિ જ” એમ છ કોટીથી લીધું હોય ત્યારે પારકા પુત્રપુત્રીઓને વિવાહ કરે તેમાં તવથી તેણે તે પરણનારાઓને વિષે મૈથુનનું કારણ ઉભું કર્યું ગણાય તેને આશ્રયીને વ્રતનો ભંગ ગણાય. અને “હું તો આ વિવાહ જ કરી આપ છું મૈથુન કરાવતા નથી” એ ભાવનાથી વિવાહ કરવામાં તે વ્રતનું સાપેક્ષપણું હોવાથી વ્રતનો ભંગ થતું નથી. એ પ્રમાણે પરવિવાહ કરવામાં ભંગાશંગરૂપ અતિચાર લાગે છે. પિતાના પુત્રપુત્રીઓના વિવાહની બાબતમાં પણ જે બીજો કોઈ જન ચિંતા કરનાર હોય તે “કોઈનો પણ વિવાહ ન કરો.” એ પ્રકારે સુશ્રાવક, શ્રીકૃષ્ણ અને ચેડા મહારાજની જેમ નિયમ જ કરવો ઉચિત છે. બીજો કોઈ ચિંતા કરનાર ન હોય તે જે રીતે નિયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org