Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
થી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિતસૂત્રની આઠ ટકાને સરલ અનુવાદ ૨૨૧ અર્થ --પરધારવઈશ્રાવકને પાંચ અને સ્વદારસંતેષી શ્રાવકને તે ત્રણ અતિચાર હોય છે, કરતધારી સ્ત્રીને ત્રણ અતિચાર હેય છે. અથવા ભંગના વિકલ્પવડે પાંચ અતિચાર હોય છે. . અથવા તે, “પિતે ભાડું આપીને ચેડા કાલ માટે પિતાની સ્ત્રી તરીકે સ્વીકારેલી પણ્યાંગનાથી પિતાની સ્ત્રી હોવાની બુદ્ધિએ ગમન કરવું તે વાવીરાજમા.” એ અર્થ લેવામાં આવે છે તે હિસાબે દારતેષી શ્રાવકને પણ તે બીજે અતિચાર ગણી શકાય. અને અજાણપણે (સુદર્શન શેઠ પર કપિલાના હુમલાની જેમ અચાનક કેઈ નારીના હુમલાને લેગ બની જવું વિગેરે કારણે) પરસ્ત્રીગમન થઈ જવા પામે અથવા લીધેલ વ્રત અતિક્રમિત, વ્યતિક્રમિત થઈ જવા પામ્યું હોય તે પહેલે અતિચાર પણ ગણી શકાય. એ પ્રમાણે સ્વદારસંતોષી શ્રાવકને પણ પાંચ અતિચારે સંભવે છે. અને તે સૂત્ર આ પ્રમાણે છે કે - વાસંતરિરસ ઉમે વંર ગાળવા ન સમાચાર તિ” અર્થ :-સ્વદારસતેષશ્રાવકને આ પાંચ અતિચારો માત્ર ફ્રેચ જાણવા તરીકે છે, કાચ આચરવાના નથી. એ પ્રમાણે ચેથા અણુવ્રતને વિષે દિવસ સંબંધી જે કઈ અતિચારો લાગ્યા હોય તે સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું.
બાલ્યકાળથી પાળવા યોગ્ય બ્રહ્મચર્ય અને તેના લાભ. * શક્તિ હોયે સતે ગાંગેય વિગેરેની જેમ શ્રાવકે બાલ્યકાળથી જ વિશુદ્ધ શીલ પાળવું તે મહાફળનું કારણ છે. તેમાં ગૃહસ્થને તે મુજબ શીલ મહાકણે પાળી શકાતું હોવાથી વિશેષ કરીને મહાફલને દેવાવાળું છે. કહ્યું છે કે-ક્રોડ સોનૈયાનું દાન આપે અથવા સુવર્ણનું જિનમંદિર બંધાવે તેના કરતાં પણ બ્રહ્મચર્યવ્રત ધારણ કરનારને વધારે ફલ છે! ૧ દેવ, દાનવ, ગંધર્વો, યક્ષ, રાક્ષસે અને કિન્નરે બ્રહ્મચારીને નમસ્કાર કરે છે. કારણ કે તે દુષ્કર કાર્ય કરી રહેલ છે. # ૨ | બ્રહ્મચર્યથી “સર્વત્ર આજ્ઞા પ્રવર્તે છે, ઠકુરાઈ પ્રાપ્ત થાય છે, ત્રદ્ધિ, રાજ્ય, કામ , કીર્તિ, બલ, સ્વર્ગ અને આસસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૩ સ્થળે સ્થળે કલેશ કરાવનાર, યુદ્ધ કરાવી માણસો મરાવી નાખનાર અને પાપવ્યાપારમાં તત્પર એ નારદ પણ મુક્તિપદને વરે છે તે ખરેખર બ્રહ્મચર્યનું મહાભ્ય છે. . ૪ in
અન્યદર્શનીય શાસ્ત્રોમાં વર્ણવેલ બ્રહ્મચર્યની મહત્તા. - અન્યદર્શનીઓનાં શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-“હે યુધિષ્ઠિર! એક રાત્રિ બ્રહ્મચર્યપાલનારની જે સદગતિ થાય છે તે ગતિ હજાર યજ્ઞથી પણ થઈ શકે કે કેમ? તે કહેવું શક્ય નથી. ૧. એક બાજુ ચારેય વેદ અને એક બાજુ બ્રહ્મચર્ય એ બે સમાન છે. તેમજ એક બાજુ સર્વ પાપ અને એક બાજુ મદિર અને માંસજન્ય પાપ એ બંને સમાન છે. જે ૨ યજુર્વેદમાં પણ મોક્ષરૂચિએ કહ્યું છે કે-સિદ્ધ આત્મા, સત્યથી-તપથી અને બ્રાચર્યથી પ્રાપ્ત થાય છે-એળખાય છે. વર્તમાનમાં પણ દિવ્ય-ધીજ વિગેરેમાં આ બ્રહ્મચર્યને વિશુદ્ધ મહિમા પ્રત્યક્ષ જોવાય છે. આવું અતુલ પ્રભાવક બ્રહ્મચર્ય બાલ્યકાળથી સ્વીકારવા અશક્ત હોય તો સુદર્શન શેઠ વિગેરેની માફક સ્વદારતેવત સ્વીકારવું. વદારસંતેષગુહ પણ બ્રહ્મચારી જેવા ગણાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org