Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૪. શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસરની આજશે ટીકાને સરલ અનુવાદ અને વિચારમાં તે ત્રણેય પાલખીઓ સ્પર્ધાની વિધિથી હોય તેમ બરાબરી પૂર્વક ચાલવાવડે પરિવાર સહિત જલદી જ સમુદ્રના કિનારે આવી પહોંચી. . ૨૬૮ પિતાના સાર્થને સ્વામી તે સાર્થવાહ, રાજાને નમસ્કાર કરીને પાતાલ સુંદરીની સાથે વહાણ પર આરૂઢ થયે અને વહાણે જલદી હંકારાવ્યાં. છે ૨૬૯ રાજા પાછળ આવશે એ શંકાથી તેણે રાજાને કહેલ તે કરતાં બીજા માગે વાળેલાં ચક્ષુ મન અને પવનના વેગવાળાં તે વહાણ, જાણે ઉત્સુકતા ભેર જતાં હોય તેમ ચાલવા લાગ્યાં છે ૨૭૦ પાતાલ સુંદરી, તે સાર્થવાહ પર છ માસ સુધી રાગી અને આસક્ત રહી. ત્યારબાદ તે સાર્થવાહને સુંદર કંઠવાળ સુકંઠ નામે બંધુ હતો તેની સાથે દેવરપણાના સંબંધને લીધે હાસ્ય કરતી તેના સુંદરસ્વરને લીધે પ્રેમમાં પડી! અહહા! સ્ત્રીઓનું ચપલપણું! છે ૨૭૨ ને કહ્યું છે કે-ત્રણે ભુવનમાં “જળકલેલ, પાણીના પરપોટા, ચમકતી વીજળીને વિલાસ, વરસાદ, પવન અને તાઢ્ય (ઉડતા સાપ)ની અધી પાંખ એ દરેક વસ્તુઓ એકેક કરતાં અધિક ચપલ છે તે દરેક કરતાં પણ એક વસ્તુ અધિક ચપલ છે, તે આશ્ચર્યકારી વસ્તુ કઈ? ઉત્તર – લક્ષમી; તે કે તે નહિ! તે પછી તમારી બુદ્ધિ, તો કે તે પણ નહિ.! તો પછી
શું ખલજનની સેબત? ખરૂં ખરૂં એ તે સ્ત્રી જાતિનો પ્રેમ કવિ કહે છે કે સ્ત્રી જાતિના પ્રેમની તે ચલતાને દૂરથી નમસ્કાર છે, ૨૭૩ છે
હવે કૃત પાતાલસુંદરી, તે સાર્થવાહને વિનભૂત ગણતી થકી વિચારે છે કે-આને મારી નાખું કે જેથી સુકંઠ જેડે છૂટથી વિલાસ કરૂ! ૨૭૮ છે તેને વશ થઈ ગએલ સાર્થવાહ તે એક વખતે રાત્રે શરીરર્ચિતા સારૂ ઉઠશે એટલે પાતાલસુંદરીએ તેને ઉથલાવીને પત્થર ફેંકે તેમ સમુદ્રમાં જલદી ફેંકી દીધે! I ૨૭૫ / કહ્યું છે કે જે ચિત્તમાં વિચારવું શક્ય નથી અને જે સ્વપ્નમાં પણ જેવું શક્ય નથી તે કાર્યમાં પ્રવર્તવું તે તો સ્ત્રીઓને રમત છે. | ૨૭૬ છે તેને સમુદ્રમાં પડેલે લાંબે વખત જોયા બાદ તે અસતી ઉંચેથી ખેદ કરતી પોકાર કરવા લાગી કે-ડે, દોડે, મારા સ્વામી સમુદ્રમાં પડી ગયા છે!' in ૨૭૭ | દુઃખે સાંભળી શકાય તેવી તે વાત સાંભળવાથી ખિન્ન થએલા સર્વે પણ લકે સાર્થવાહને શોધવા લાગ્યા પરંતુ હીનyયવાન માણસ ગુમ થએલ રત્નને ન પામે તેમ સાર્થવાહને મેળવી શકયા નહિ ! ૨૭૮ તેથી આ અસતી, સતીની જેમ નવનવા વિલાપ કરીને અત્યંત વિલાપ કરતી થકી પતે પણ સમુદ્રમાં પડીને મરવા સારૂ ઉઠી! અહે, કપટની પરાકાષ્ટા ! | ૨૭૯ I એટલે તે સુકંઠ આદિ સમસ્ત જને તેને તેમ કરતી અટકાવવા દેડડ્યા અને કહેવા લાગ્યા કે અકસ્માતું અમારે પણ મરવું પડે તેવું આ શું કરે છે ? . ૨૮૦ દુષ્કર્મની દુછાથી કઈ ઉપાયને યેગ્ય નહિ રહેવાને લીધે અમારે સ્વામી–સાર્થપતિ યે તેથી તેને સ્થાને તમે (પાતાલસુંદરી) જ અમારા સ્વામી છે. ૨૮૧ આથી રડતી જલદી મૌન થવાની હોય તેવી રીતે રડતાં બોલતી પાતાલસુંદરી (સ્વામી થવાની બાબતમાં) બહારથી ઈચ્છારહિતપણું બતાવતી અને અંતરમાં હર્ષિત થઈ થકી સુકંઠ જોડે ઘરવાસ કરી બેઠી! | ૨૮૨ આથી તીણબુદ્ધિવાળા સુકકે વિચાર્યું કે આ સ્ત્રીએ પતિને શઠતાથી જ સમુદ્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org