Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૫ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિતુસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ વ્રત લેનાર માટે તો એટલું વિશેષ છે કે ઈચ્છા પ્રમાણ વ્રત નહિ લેનારાઓની ઈચ્છાની વૃદ્ધિ અખલિત વિસ્તારવાળી છે, જ્યારે ઈચ્છાનું પરિમાણ કરનારની ઈચ્છાવૃદ્ધિ તો તેણે સ્વીકારેલ હજાર કે લાખ રૂપીઆ પ્રમાણ મર્યાદિત જ છે. કારણ કે-તેણે અધિક ઈચ્છાને ત્યાગ કર્યો છે. દુઃખનું મૂળ ઈરછા હોવાથી જેમ જેમ ઈચછાની વૃદ્ધિ તેમ તેમ દુખની વૃદ્ધિ છે. કહ્યું છે કે– भव्य ! दुःखमयं सोऽयं, किमाभाति भवस्तव ?। यत्रेच्छातुलितं दुःखं, न पुनर्लभ्यते मुधा! | १॥
અર્થ :–હે ભવ્યાત્મન ! જે સંસારને વિષે ઈચ્છાથી તેળાએલું દુઃખ છે અને તે દુઃખ (ઈચ્છાને નિરોધ કર્યો હોવાથી) મુવા=ઈચ્છા વિના મળી શકતું નથી તે આ દુઃખમય સંસાર (ઈરછા પરિમાણ બાદ) તને કેવો લાગે છે? # ૧
દેખાય પણ છે કે ઘરમાં સુખપૂર્વક નિવહ ચાલતો હોવા છતાં પણ અધિક અધિક ધન મેળવવાની આશાથી માણસો અનેક પ્રકારના કલેશો નિરંતર અનુભવ્યા કરે છે. કહ્યું છે કેધન મેળવવામાં અંધબુદ્ધિ બની ગએલા જીવ, “જે વિકટ અટવીમાં રખડે છે-દેશાંતર જાય છે–ગહન સમુદ્રની મુસાફરી કરે છે. સખત કલેશવાળી ખેતી કરે છે. કૃપણ સ્વામીની સેવા કરે છે. ખીચોખીચ ઉભેલા હાથીઓનાં જુથમાંથી સંચાર કરે છે તેમજ યુદ્ધ આદિમાં જવા વડે મરણને ભેટવા ધસે છે” તે સર્વ લેભાની ચેષ્ટા છે. ૧ / ધનના અથી માણસે પંડિત હોય તે પણ શું કૃત્ય કરતા નથી? તેઓ નીચ જનની પણ બહુ ખુશામત કરે છે; નીચા નમીને પ્રણામ કરે છે! શત્રુની અને નિર્ગુણીની પણ અત્યંત પ્રશંસા કરે છે ! અને અકૃતજ્ઞ એવા જડની સેવા કરતાં પણ લેશમાત્ર ખેદ અનુભવતા નથી! ! ૨ .
એ પ્રમાણે કદાચ ઈચ્છા મુજબ ધનવાન બની ગયા છે તેમાં પણ તેનાં રક્ષણની ચિંતા, પિતાની પ્રતિષ્ઠા મેળવવાની ચિંતા, ઈટ સ્ત્રી મેળવવાની ચિંતા, ઈચ્છા મુજબનાં પગનાં સાધને મેળવવાની ચિંતામાં પીડાયા કરે છે. કદાચ એ સર્વ મળ્યું તોપણ સિદ્ધરાજ જયસિંહ આદિની જેમ પુત્ર-પુત્રો વિગેરે સંતાનપ્રાપ્તિની ચિતાથી રીબાય છે. પુત્ર-પુત્રી વિગેરે પ્રાપ્ત થયાં તો પણ તેનું જીવન ટકાવવાની, તેને ઉચ્ચ ગુણીયલ બનાવવાની, તેને પ્રતિષ્ઠા મેળવી આપવાની, કન્યા પરણાવવાની અને તેને પુત્રાદિ સંતાનો માટેની ચિંતામાં પીલાય છે. તે દરેક પદાર્થોની પણ પ્રાપ્તિ થયે સતે વળી અધિકાધિક સંતાને વિગેરે સાંપડવાની ચિતામાં ગુર્યા કરે: પૂર્વે કરેલ સુકૃતના ગે તે અભિલષિત પદાર્થોનો સર્વાગ સંપૂર્ણ વેગ પ્રાપ્ત થવાનું સુખ પામેલ હોય છતાં પણ “તેને કદી વિયેગ ન થાય, તેને રોગ ન આવે, વૃદ્ધ થાય નહિ તેમજ મૃત્યુ પામે નહિ” એ વિગેરે ચિંતાથી આકુળવ્યાકુવા બનીને જીવન વિતાવનાર સંસારી જન માટે હંમેશને પણ માટે દુઃખી જ છે. આ દરેક બાબતને એક જ લેકમાં સંગ્રહ કરેલ છે કે-લિતધનાક્ષરાતિસ્થિતિ છે ૧ અર્થ:- ઇછિત ધનની પ્રાપ્તિ, તેનું રક્ષણ, તે ધનની સ્થિરતા, સ્ત્રી પુત્ર, પુત્રની સર્વશ્રેષ્ઠતા, વધારે પુત્ર, પુત્રનું હિત વિગેરેની ચિંતાવાળાને સુખે નિર્વાહ ચાલતું હોય છતાં પણ સુખ હતું જ નથી. તે ૧ |
१ धनवत्वेऽपि x।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org