Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
ર૬૪ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વદિતસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
॥ छटटु दिक्परिमाणनत अने तेना पांच अतिचार.॥ અવતા-હવેથી અનુક્રમે કહેવાય છે તે સાત ઉત્તર ગુણના આધાર રૂપ પાંચ અણુવ્રત તરીકેના પાંચ મૂળ ગુણે જણાવી ગયા, તે પાંચત્રત-શ્રાવકધર્મરૂપી વૃક્ષનાં મૂળ સમાન હેવાથી મૂળ ગુણે કહેવાય છે. અને તે પાંચ મૂળગુણેને પુષ્ટિ કરે એવા આ દિક્પરિમાણું ઘત આદિ સાતેય વ્રતે તે “શ્રાવકધર્મરૂપી વૃક્ષની શાખા અને પ્રશાખા સમાન હવાથી” ઉત્તર ગુણે કહેવાય છે. તે સાત ઉત્તર ગુણેમાં પ્રથમ આવતા ત્રણ ગુણવતેમાંના પહેલા અને અણુવ્રતરૂપ પાંચ મૂળગુણથી તે છઠ્ઠા દિવિરતિ વ્રત નામના પહેલા ઉત્તરગુણના અતિચારોની નિંદા આ નીચેની ૧૯મી ગાથા દ્વારા જણાવાય છે.
गमणस्स य परिमाणे, दिसासु उड्ढं अहे य तिरिए य ॥
वुड्ढी सइ अन्तरका, पढमंमि गुणव्वए निंदे ॥१९॥ જાથા(પાંચ મૂળવત પછી તે પાંચત્રને ગુણ કરનાર ત્રણ ગુણવતેમાંના) પહેલા દિપરિમાણ નામના ગુણવ્રતને વિશે ઉદ્ધર્વ દિશામાં, અધે દિશામાં અને પૂર્વ આદિ ચાર તિષ્ઠી દિશામાં જવાને માટે રાખેલ પરિમાણરૂપી વ્રતમાં પ્રમાદાગે અધિક ગમન કરવાથી લાગેલા અનુક્રમે તે ત્રણ અતિચાર તથા તે તે દિશાઓના રાખેલ પરિમાણમાંની એક દિશાના પરિમાણને ટુંકાવીને તે વધારાનો ભાગ બીજી દિશામાં રાખેલ પરિમાણમાં વધારી દેવાથી, તેમજ ખેલ પરિમાણની સ્મૃતિ–આદિનું અંતધન-વિસ્મરણ થવાથી, એમ એ બે અતિચાર મળીને પાંચ અતિચારનું હું નિંદા સ્વરૂપે પ્રતિક્રમણ કરું છું. ૧૯
ત્તિનો ભાવાર્થ-ગતિના=જવાના રાખેલ પરિમાણુમાં જે કાંઈ દિશાઓને વિષે અતિક્રમિત કર્યું હોય કઈ કઈ દિશાઓમાં અતિકમિત કર્યું હોય તે જણાવતાં કહે છે કે-ઉદ્ધર્વ દિશામાં= ઉચે પર્વતના શિખર વિગેરે ઉપર ચડવાનું બે જન આદિ પ્રમાણે રાખેલ હોય તે પ્રમાણથી તે પ્રમાણે કરતાં અજાણપણે અધિક ઉચે જવાયું હોય તે ઉદ્ધતિમાનાતિન નામે પ્રથમ અતિચાર લાગે છે. એ પ્રમાણે અદિશિ અને તિર્યગદિશિમાં પણ પ્રમાણ કરતાં અનામેગે અધિક જવાયું હોય તે બીજે અને ત્રીજો અતિચાર લાગે છે.] આ સંબંધમાં શ્રી આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં આ પ્રમાણે વિધિ જણાવેલ છે કે સ્વીકારેલ પ્રમાણ કરતાં ઉપર વૃક્ષ કે પર્વતના શિખરે વાનર કે પક્ષી વિગેરે વસ્ત્ર કે આભૂષણ વિગેરે લઈને જાય છે ત્યાં લેવા જવાનું કપે નહિ જે તે વસ્ત્ર કે આભરણ ત્યાંથી આપમેળે નીચે પડે અથવા બીજે કઈ આપમેળે લાવીને આપે તે લેવું કલ્પ. આવી સ્થિતિ, અષ્ટાપદ-સંમેતશિખર-આબુજી-ગિરનાર-ચિત્રકૂટ-અંજનગિરિ અને મેરૂપર્વત વિગેરે જેવા મોટા પર્વતમાં (ચઢવાના રાખેલ નિયમ
૧ અહિં પૂ. ઉપા. શ્રી ધર્મવિજયજી મહારાજે પાંચ અણુવ્રતને ઉત્તરગુણોની શાખારૂપે કહ્યા છે, તે ઉત્તરગુણોને મૂળગુણ કરતાં મહાન ગણાવનારી શાસ્ત્રવિરૂદ્ધ વ્યાખ્યા છે. ૨ અહિં ઉપાધ્યાયજીએ ઉત્તરગુણોને મૂળગુણરૂપી વૃક્ષની પ્રશાખાઓ તરીકે જણાવેલી છે તે પણ શાસ્ત્રવિરહ વ્યાખ્યા છે. ૩ ઘોર x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org