Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૩૦ શ્રી શ્રાદ્ધપતિકમણ-વાદિનુસૂવાની આદર્શ ટીકાને સરલ અનુવાદ હર્ષથી ઉલસાયમાન બનેલ શેઠે જલદી પિતાના રથમાં અતિ ગુપ્તપણે સ્થાપ્યું અને તે કાગને ઉતાવળે ભાતામાંથી કરંબો આપીને ચિંતવવા લાગે કે-“અહો! આ શીલવતી પ્રત્યક્ષ ઘરની કામધેનુ જ છે! હા, ધિક્કાર છે કે-મૂઢ એવા પુત્ર અને મેં દુબુદ્ધિથી કામધેનુને પણ હાંકી કાઢી ! અથવા તો હજુ પણ ઉચિત કરવું ઘટે છે. તે ૧૦૧ થી ૧૦૩” એ પ્રમાણે ચિંતવતા થકા શેઠે જલદિ રથ પાછો વાળે પરીક્ષા કર્યા વિના કરેલ અકાર્યને પ્રતિકાર તે પ્રતિકાર્ય કરી આપવું તે જ છે. તે ૧૦૪ તે વહુ પણ અંતરના ખેદભરને ખંખેરીને અતિ હર્ષિત થઈ અને શકુનેના સાક્ષાત્ અવિસંવાદને વિચારવા લાગી. ૧૦૫ હવે રથમાં બેઠેલ શેઠે ઘર તરફ પાછા જતાં સ્વચ્છબુદ્ધિ વહુને પૂછયું કે-તે આવી શાણીએ તે વખતે અસંબદ્ધ કેમ કહ્યું? | ૧૦૬ | શીલવતીએ કહ્યું-પિતાજી! તે વખતે મેં તે સર્વ પણું યુક્તિપૂર્વક બરાબર જ કહ્યું છે અને તે જણાવું છું, વિચારઃ ૧૦૭ ખેડુતે, અનાજ પાકશે તેની ઉપર પ્રાય: અઢી ગણું ધાન્ય આપવાનું કબુલીને પહેલેથી જ બીજાનું ધાન્ય ખાય છે. આથી તેને પાકેલું ધાન્ય ઘણું હોય તે પણ તેના ઘરે તે થોડું જ આવે છે! તેથી હે તાત! મેં તે વખતે “જે ખાધેલું ન હોત તે” એમ કહ્યું હતું. / ૧૦૯ તથા પગરખાં, પગનાં રક્ષણ માટે રખાય છે, અને વિષમસ્થાનમાં પગનું રક્ષણ વિશેષ કરીને કરવું ઘટે. તે ૧૧૦ | નદીને વિષે અદ? કેડીએ ચાલવામાં કાંટા વાગી જવા વિગેરે અનર્થો પણ થાય અને પગરખાં ભીંજાય તે તે સૂકાય અને બગડી જાય તે નવા પણ થાય. ૧૧૧ / જયણાને ઉપાય હોવા છતાં પણ કૃપણની જેમ શાણાજનેએ શરીરની પીડા શા માટે સહેવી? તેથી તે વખતે મેં મોજડી ઉતારી નહોતી! | ૧૧૨ તથા તે સુભટને પીઠપર પ્રહાર પડેલા હતા, સામી છાતીના કઈ ઘા નહતા. તેથી નક્કી તે ભાગતે કુટા હતેઅને તેથી મેં તેને તે વખતે શ્વાન જે કહેલ. જે ૧૧૩ છે. તે મંદિર બાબત પણ એમ છે કે-તે દેવ મંદિર ત્યારે જ સુંદર ગણાય કે- તે ચાર અને જાર પુરૂષનું સ્થાન બન્યું ન હોય તેથી મેં તે વખતે “તે મંદિર સારૂં ત્યારે કે જે અનાયતન ન હોય.” એમ કહેલ. + ૧૧૪ વળી આગળ જતાં જે શહેર આવેલ તેમાં આપણો કોઈપણ સ્વજન કે મિત્ર વિગેરે પણ નહોતે, તેમજ કઈ આપણને બોલાવતું પણ નહોતું તેથી તે નગરને મેં શૂન્ય જંગલ જેવું કહ્યું હતું. ૧૧૫ કહ્યું છે કે-સદ્ભાવ અને સ્નેહવાળા એક પણ પ્રિય માણસ વિનાની જનથી ગીચ પૃથ્વી પણ શૂન્ય જેવી છે. ૧૧૬. ગામડામાં આપણને ભેજન વિગેરેને આદર કરનાર અને માર્ગને શ્રમ હરનાર મારા મામા હતા, તેથી તે ગામડાને પણ મેં શ્રેષ્ઠ સ્થાન કહેલ. / ૧૧છા જ્યાં જવાથી બહુમાન પામીએ તે ગામડું પણ નગર છે અને જ્યાં કઈ બેલાવનાર પણ ન હોય તે શહેર છતાં ગામડું છે. 1૧૮ તથા વડની નીચે બેસવામાં ઉપરથી કાગની વિષ્ટા-વૃક્ષની ડાળી વિગેરે પડવાની શંકાને લીધે કોઈપણ જાતની બાધા વિનાની રથની છાયામાં હું બેઠી હતી. ૧૧૯
એ પ્રમાણે શીલવતીનું યુક્તિયુક્ત બોલવું તત્વાર્થની માફક સાંભળીને વિસ્મયતાના હાથે ૧-રાષ7 x ૨વર્ષાપિ x!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org