Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
રર૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આદર્શ ટકાને સરલ અનુવાદ જિનધર્મને જાણ હોવા છતાંય પુત્રના અભાવે પૂર્ણ ઋદ્ધિથી ભરેલાં પિતાનાં ભવનને શૂન્ય અરણ્ય જેવું માનતો હતો! . ૧થી૪ લૌકિકમાં કહ્યું છે કે-જે ઘરમાં અત્યંત સ્વજન પરિવાર નથી, નાનાં નાનાં બાળકે નથી અને ગુણવંતેનું ગૌરવ કરવાની ચિંતા નથી: ખેદની વાત છે કે-તે ઘરે છતાં વન જેવાં છે! પા સ્ત્રીએ અત્યંત આગ્રહથી પ્રેરેલ તે રત્નાકર શેઠ, કઈ એક દિવસે પુત્પત્તિ નિમિત્તે તે નગરનાં ઉદ્યાનમાં રહેલ શ્રી અજીતનાથ પ્રભુના દ્વારે સ્થપાએલી વિવિધ પ્રભાવવાળી શ્રી અજીતબલા દેવીની વિધિપૂર્વક માન્યતા કરવા લાગ્યા. ૬-ળા એકાગ્રપણે કરાતી ક્રિયા જે કાળે કરવામાં આવી હોય તે તત્કાલ જ ફલે છે, એ હિસાબે તે શેઠને [તથા ક] તે અવસરે કલ્પવૃક્ષ જેવા પુત્રની પ્રાપ્તિ થઈ છેટા દસ દિવસના (મહાગનુસૂરિથતિષતિતા) મહાજન્મમહોત્સવ પર્વક બારમે દિવસે પુત્રનું તે દેવીનાં નામને અનુસરતું અજિતસેન નામ પાડયું તે પુત્રની પહેલાં જન્મેલ કઈ પણ બાળક તેની પછી જન્મે લાગે એવી રીતે તે વૃદ્ધિ પામ્ય અને સહજમાં સર્વકલાઓ શીખે! ખરેખર રત્નાકર (સમુદ્ર) ના પુત્ર (ચંદ્ર) ને માટે સકલ કલા (સોળે કલા) ધારણ કરવી તે યુક્ત જ છે. ૧૦ના યુવાવસ્થા પ્રાપ્ત થયે પુત્રની વાણી અને શોભાના સંગમ રૂપ” તીર્થતાને જોઈને કવિ જેમ નવનવા અર્થોની ઘટનામાં તર્કવિતર્કો કરે, તેમ પિતાએ પુત્રને એગ્ય કન્યા સારૂ તર્કવિતર્ક આદર્યો. ૧૧ આ પુત્રને “ગુણે કરીને અનુરૂપ એવી શ્રેષ્ઠ કન્યા ક્યાંથી હોય? અથવા કોણ હોય? અને જો ન જ હોય તે તે મેળવવા સબંધમાં જે પ્રયાસ કરવો
તે નિષ્ફલ છે. ૧રા કહ્યું છે કે- સ્વામી વિશેષજ્ઞ ન હોય, પુત્રને કન્યા બદલ પરિવાર અવિનયી હોય, પરાધીનતા હોય અને અનુરૂપ ભાર્યા પિતાની ઉગ્ર ચિંતા ન હોય તે ચાર વસ્તુઓ ચિત્તને શલ્યની જેમ ખૂંચે છે. ૧૩
તે વખતે જ ત્યાં એક વણિક પુત્રે આવીને શેઠને પ્રણામ કર્યા, અને પિતાનો વ્યાપાર વિગેરે કહીને પછી કહ્યું કે- શેઠ! તમારા આદેશથી દેશતર ફરતાં ફરતાં જેમાં સતત મંગલ વતી રહેલ છે એવી કૃતમંગલા નામની શ્રેષ્ઠ નગરીએ ગયે. ૧૪-૧૫ા ત્યાં મેં જિનદત્ત નામે વેપારી જોડે ઘણે વ્યાપાર કર્યો, તેથી તેણે મને એક દિવસ પ્રેમથી જમવા નિમંત્ર્ય. ૧૬ આથી તેને ઘેર ગએલ મેં “વિધિએ એકત્ર કરેલું ત્રણ લેકનું રહસ્ય હોય, તેવી” ત્યાં એક શ્રેષ્ઠ કન્યા દીઠી! ૧૭ તેને જોઈને મેં-આ બહુ ગુણવંત એવી નાની કન્યા કોની છે?' એ પ્રમાણે આશ્ચર્ય સહિત શ્રેષ્ઠીને પૂછવાથી શ્રેણીએ કહ્યું કે-પુત્રીના ન્હાને આ મારી મૂર્તિમંત ચિંતા છે. કારણકે પુત્રીને પિતા, પુત્રીની ચિંતામાં શલ્યવાળાની જેમ હંમેશને માટે દુસહ દુઃખ વહન કરે છે. ૧૮-૧લા કહ્યું છે કે વર, વરની પ્રીતિ, તેનાં કુટુંબીજનેની પ્રીતિ, શીલ ગુણે સમાન શોક્યને વેગ, પતિનું સુખ અને સંતાનની ચિંતા વિગેરે કારણે પણ કન્યાને પિતા સદા દુઃખી હોય છે. પરમા તેમાં પણ સમસ્ત ગુણોને વરેલી અને નામથી તથા પરિણામથી પણ શીલવતી તરીકે વિખ્યાત એવી આ મારી સુમુખી પુત્રી અને વિશેષ દુ:ખને હેતુ છે. ૨૧ સૌભાગ્યરૂપ ભાગ્યના ઘર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org