Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતસૂત્રની આદર ટીકાને સરલ અનુવાદ
રર૭
ઘેર જલદિ મોકલી દેવી. ૫૧–પરા તે પછી સંકેત મુજબ તેણીના પિતાના આમંત્રણને પ્રેમદર્શક કૃત્રિમ પત્ર બતાવવા પૂર્વક–શીલવતીને તેના પિતાને ઘેર મૂકવા સસરે રત્નાકર શેઠ ચાલ્યું. પરા પતિ અને શ્વસુરને તે આશય સમજી ગયેલી શાણી શીલવતી વિચારવા લાગી કે-હહા! હું રને લઈને આવી તે વખતે પતિને મેં વાત કરી હતી તે મારૂં બગડી શું જતું હતું? પાછળથી સુઝતી આ સુબુદ્ધિથી હવે શું વળે? ૧૫૪-પપા કહ્યું છે કેજે મતિ પાછળથી થાય છે તે મતિ જે પહેલાં આવે તે કાર્ય બગડે નહિ અને દુર્જન હસે નહિ. પરા અથવા કુમિત્રના બબડાટ જેવા આ ઘણું નિષ્ફલ વિકલ્પથી કામ શું છે? હું નિર્મલ શીલવંત છું તો પછી મારી હેલના કેવી રીતે થવાની? પ૭ હમણાં જ જાંઘિક શકુનીવડે મનને સંશય દૂર કરૂં છું. કારણકે-આપત્તિમાં આવી પડેલાઓને શકુનો સજજનેની જેમ અવલંબન રૂપ હોય છે. પ૮ એ પ્રમાણે શકુન પ્રતિ શ્રદ્ધાવાળી તે શીલવતી અલ્પખેદિતપણે રથમાં બેઠી, અને સારથી તરીકે બનેલા સસરા તેને નગર બહાર લઈ ગયા. પેલા એવામાં મુખમાં ભક્ષ્યવાળી, દુર્ગા બેઠી હતી ત્યાંથી ઉડીને છેડે દૂર ગઈ, પાછી આવી, અને પિતાના સ્વરવડે પ્રમાણ દિશિ નક્કી કરી બતાવી. ૬. વળી પાછી તેના ભક્તોને મળેલી એવી તે દગોને જોઈને શાણી શીલવતીએ બરાબર સમજીને નિર્ણય કર્યો કે-બહલાભ થવાનો છે, અદ્ધમાગે ગયા પછી પાછું વળવાનું થશે અને મારું મોટું માન થશે! ૬૧ દુર્ગાનાં શકન બાબત કહ્યું છે કે- દુર્ગાનું દર્શન, તેની ચેષ્ટા, તેને સ્વર, તેની ચાલ અને તેનું ભક્ષ્યગ્રહણ વિગેરેનું ક્રમે કરીને અધિકાધિક બલ છે, અને એ પાંચેય પ્રકાર સમસ્ત શુભ ફલનાં કારણ રૂપ છે. ૬રા જે શકુન બરાબર ન હોય તે આદરેલું કાર્ય સિદ્ધ થતું નથી, કરેલું પ્રસ્થાન કામ આવતું નથી અને સામે આવેલ સમાધાન ત્રુટી જાય ૬૩ - વિરમર્થ ઘરતિ x x x પ્રમાણવોળોચ: શકુન ૬૪ | અર્થ - જ્યોતિષશાસ્ત્રથી પ્રમાણે” તરીકે કહેવાતા ખૂણામાં ઉદયમાં આવેલું=સાંપડેલું શકુન, ન બની શકે તેવા કાર્યને
બનાવી આપે છે, જે કાર્ય થવામાં શંકા હોય તે કાર્યને શીઘસસરાએ કહેલી વાતેથી પણ સાધી આપે છે અને ખેવાયેલી વસ્તુ પાછી લાવી આપે . શીલવતીએ કરેલી છે! ૬૪ો આ પ્રમાણે શકુન, વિઘોથી હણાયેલાઓને-દિમૂઢ અજબ વિપરીત વાતે બની ગએલાઓને-મતિભ્રમને લીધે પીડાતાઓને અને કાંદિશીક
=પામર બની ગએલાઓને માટે સુંદર કાર્ય સાધક છે. ૬પા શીલવતીએ તે શકુનને અનુયાયી એવાં બીજાં પણ શકુનો જાણ્યા છતાં પણ હૃદયમાં (આ રીતે જવું પડે છે તે) દુઃખ વહન કરે છે. ખરેખર, કલંકની શંકા પણ દુસહ છે! હવે સારથી રત્નાકર શેઠે નિયમક જેમ વહાણને હંકારે તેમ રથને હંકાર્યો માર્ગમાં ઘણું ફળેલું મગનું ક્ષેત્ર જોઈ
૧તિષમાં કોઈ એક નિર્ધારિતદિશિને પારિભાષિક શબ્દમાં પ્રમાણુદિશિ કહે છે. અત્ર પૂ. . શ્રી ધર્મવિ. મહારાજે મૂલ મકમાંના સાચા પ્રમાણ' પાઠને ખસેડીને તેને બદલે “યાન' પાઠ દાખલ કર્યો છે અને તેને અર્થ પણ “પ્રયાણદિશા” લખી બતાવ્યો તે સાહસ ગણાય. ૩ જાન ૪ ચારીત્ત ૫ ફી ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org