Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આઠ ટીકાને સરલ અનુવાદ ૨૧૧ કાર્ય જોઈને તારા પ્રતિ શ્રેષભરી દ્રષ્ટિએ જોતા હશે. કારણ કે-જાતિ, જાતિને સહન કરી શકતી નથી. ૨૧૧ા કહ્યું છે કે:पोषकाः स्वकुलस्यैते, काककायस्थकुकुटाः। स्वकुलं घ्नन्ति चत्वारो, वणिक् श्वानो गजा द्विनाः॥
અર્થ-કાગડા, કાયસ્થ જાતિના માણસો અને કુકડા એ ત્રાય પોતાની જાતિને પિષનારા છે. અને વણિક, શ્વાન, હાથી અને બ્રાહ્મણો એ ચારેય પિતાનાં કુળને હણનારા છે ૨૧૨ા તેથી ખરેખર પૃથ્વી પર મણિ વેરવાં વિગેરે અને આ દુશ્ચરિત્ર પણ તને છળવાને માટે તે દુષ્ટ ધૂએ કરેલું હશે! ર૧૩ કહ્યું છે કે
मुनिरस्मि निरागस : कुतो मे भयामित्येष भूतयेऽभिमान ।
परवृद्धिषु बद्धमत्सराणां किमिव ह्यस्ति दुरात्मनामलंध्यम् ? ॥२१४॥ અર્થ - હું સહુ પ્રતિ નિરપરાધી મુનિ જેવો છું પછી મારી ત્રાદ્ધિ માટે મને કાનાથી ભય છે? એ પ્રકારનું અભિમાન કરવું નહિ” કારણકે-પારકાની વૃદ્ધિમાં બદ્ધદ્વેષી આત્માઓને અલંઘનીય શું છે? ર૧૪ તેથી હે મિત્ર ધનદત્ત ! ઉત્તમોત્તમ વાત છે કે-સાધુની જેમ તું લેભથી બાધિત ન થયો! ધિક્કાર છે મારી બુદ્ધિને પણ: કે-જે પહેલાં લેભથી ખવાઈ કેમ ગઈ? ૨૧૫ હવે કપટકુશળતાના ભંડાર સમા તે કુડચરિત્રવાળા વણિકને આપણે રાજાથી દંડાવીશું. કારણકે-દુછોને શિક્ષા ઘટે છે. ર૧૬ો આ સાંભળી ધનદત્ત પણ કહ્યું છે મિત્ર! શત્રુઓને એ પ્રમાણે શિક્ષા કરાવવી તે યુક્ત નથી જે એમ અન્ય અનર્થ કરવામાં આવે તે શ્રેષ્ઠ અને દુષ્ટમાં અંતર શું ? | ૨૧૭ | પરંતુ હે મિત્ર! તેઓને એકાંતમાં માત્ર મહાન ભય દેખાડીએ-કે જેથી ભયભીત થયેલા તેઓ આ પ્રમાણે ફરીથી પાપ ન કરે. ૨૧૮ એ પ્રમાણે મંત્રણા કરીને મિત્ર સહિત ધનદત્તે કોઈપણ ન્હાનાથી તે વણિકને બોલાવીને કહ્યું: અરે ભાઈઓ ! મારું વચન સાંભળે ૨૧૯ છે જે માણસ કેઈને દુર્જનની જેમ
પટથી ચોરી આદિનું કલંક આપે કે અપાવે તેને શું કરવું? તે તમે કહે. ૨૨૦ . ધનદત્તે એ પ્રમાણે કહ્યું કે-તરતજ તે કપટી વણિકે શંકામાં પડ્યા હોવા છતાં પણ જાણે પિોતે કાંઈ જાણતા જ નથી, તેવા રહીને કહે છે કે-“અહો એવો જે માણસ હોય તેને ઠંડાવ જોઈએ. એમાં પૂછવાનું જ શું?” અહે કપટીઓની ધૃષ્ટતા ! ૨૨૧ વણિકે એ પ્રમાણે બેલ્યા એટલે ધનદત્ત, તે મુદ્રિકા પ્રકટ કરીને બે -“આ મુદ્રિકા કેની છે? અહિં મારા કરંડીઆમાં કેણે નાખી ? સાચું બોલેઅન્યથા રાજાને હમણાંજ કહીશ! ર૨૨ા ધનદત્ત એ પ્રમાણે દમ ભીડવાથી હૃદયમાં ધ્રાસકો પડેલા તેઓ સરળ બની ગયા! કાંઈ પણ બોલવાને ય શક્તિમાન રહ્યા નહિ! ક્ષણવાર તે તે પાપીઓ ખીલાની જેમ સ્તબ્ધ બની ગયા ! ૨૨૩ અને વિચારવા લાગ્યા કે-કદિ કલ્પનામાં પણ આવવું ઉચિત નથી તેવું આ દુષ્કૃત્ય અમે કેમ કર્યું? કે-જે પરને માટે ચિતયું તે હમણાં ઘરમાં જ આવી પડયું ! in ૨૨૪ . આથી બહુ ગભરાતા અને બચાવને અન્ય કેઈ માર્ગજ નહિ મેળવી શકતા તેઓ સુવિનીત શિષ્યની જેમ ધનદત્તના પગમાં પડ્યા ! ૨૨પા દીન બની ગએલા તેઓ “પિતાનું તે દુશ્ચરિત્ર છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org