Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૦૮ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ વદિસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ કંડી આમાં એક મણિની મુદ્રિકા નાખી દીધી! ૧૬૫-૧૬૬ો તે ક્રોડ મૂલ્ય આપતાં પણ મળવી દુર્લભ એવી જાત્યસુવર્ણથી ચારે બાજુ મઢીને જડેલ તે મણિની વીંટીને સળગતા અગ્નિની જેમ કરડીઆમાં નાખીને તે પાપી ચાલ્યો ગયો! | ૧૬૭ આથી હર્ષિત થએલા તે બધા દુ વણિકો બીજે દિવસે વિચારે છે કે હવે તે તે મુદ્રિકા-વટી પ્રકટ કરાવીને ધનદત્તનું સર્વધન દંડાવીશું. ૧૬૮ અહિં એવું બન્યું કે શુભ કર્મસંગે તેજ દિવસે કેઈ કાર્યને લીધે ધનદત્ત પોતાના આભરણને તે કરંડીઓ ઉઘાડીને જોવા લાગ્યો. તેવામાં તેણે તેમાં રતનની નવી ઉત્કૃષ્ટ મુદ્રિકા દીઠી ! અને તુર્તજ “આ મુદ્રિકા કેની? અહિં કયાંથી અને કેવી રીતે આવી ?” એ વિચાર વિસ્મિત બન્યું. ૧૬૯-૧૭મા ઉત્તમોત્તમ પણ પર
દ્રવ્યને ઢેફાંની જેવું જ માનતો ધનદત્ત જેવામાં તે મુદ્રિકાને પ્રપંચી મુદ્રિકા જાહેર નહિ (આ કોની છે? એમ) પ્રસિદ્ધ કરે છે, તેવામાં તેના મિત્ર કરવાને મિત્રને બોધ, તેને કહ્યું – “આ એક મુદ્રિકા જ કનકની અનેક કેડીઓ છે.
પુણ્યવશાત પ્રાપ્ત થએલ તે કનકની કોડીઓને લેકમાં શું કામ જાહેર કરે છે? ૧૭૧-૧૭રા આમ છતાં તું જે તે મુદ્રિકાને જાહેર કરીશ તે ખરેખર તે મુદ્રિકાને તેના માલિક સિવાય બીજા કોઈ માણસ અથવા કે ધૂર્ત અથવા તે રાજા લઈ જશે અને તેમાં તારા હાથમાં કાંઈજ નહિ આવે. ૧૭૩ આ કિંમતિ ધન ભૂખ્યાને ભક્ષ્યની જેમ અને તરસ્યાને પાણીની જેમ તે પ્રાપ્ત કર્યું છે કે-જેને માટે લેકે અનેક કષ્ટ ઉઠાવે છે, ધનને માટે અટવીમાં જાય છે, વિદેશમાં જાય છે, દરીયા પાર જાય છે, સ્મશાન સેવે છે, જલમાં ડુબકી મારે છે, અગ્નિમાં પ્રવેશ છે, ગિરિની ગુફાઓ સેવે છે, કૃષિ-શિલ્પકામ અને કુસેવા તથા યુદ્ધ વિગેરે કરે છે. I૧૭૪–૧૭ | માટે હે ભદ્રિક! આ મુદ્રિકાને તું જીવિતની જેમ બહુ સંભાળ પૂર્વક રાખ: “મારી પાસે મુદ્રિકા આવી છે એમ કોઈને પણ કહીશ નહિ. ૧૭૬
ઈત્યાદિ મિત્રની વાત સાંભળીને નિયમનું પાલન કરવામાં એકનિષ્ઠપણે તત્પર એવા ધનદત્તે કહ્યું- હે મિત્ર! મારે ચરીત્યાગનો નિયમ છે તેથી આ મુદ્રિકા હું નહિ રાખું. ૧૭૭ પૂર્વે પણ અનેકવાર મારી નજીકમાં પડેલા અને મને હાથ લાગેલાં દિવ્યરને જાહેર કરીને મેં તેના માલિકને આપ્યાં છે. ૧૭૮ અદત્ત એવા પરધનને વિષે કઈ મૂઢ આત્મા જ પિતાનું ચિત્ત રાખે કારણકે તેવું ધન લેવાથી આ લોક અને પરલોકમાં પણ અનર્થો દ્રષ્ટિ સામે રહેલા છે ૧૭૯ આ વાત સાંભળીને મિત્રે કહ્યું “તેં આ મુદ્રિકા કયાઈથી ઉઠાવી નથી, પછી એ ચોરીનું ધન શી રીતે કહેવાય? કેણ જાણે છે કે તારા ભાગ્યવશાત તે મુદ્રિકા અહિં કે અને કેવી રીતે મૂકી ? અથવા તે તારી ઉપર પ્રસન્ન હૃદયવાળો તારી ગેત્રદેવીએ જ તે મુદ્રિકા તને આપી એમ સમજ: નહિતો બન્નવ-નિર્વિ=તારી સિવાય બીજા કેઈને જ્યાં હાથસંચાર નથી એવા તારા આ કરંડીઓમાં તે મુદ્રિકા આવે કેવી રીતે ? આમ છતાં જે આ મુદ્રિકાને કેઈ ધણી હશે તે તે માણસ જ હવેથી (તે મુદ્રિકા તારી પાસે આવી છે એમ કેઈથી) જાણશે અથવા તને જણાવશે અથવા (તે બાબત તને) પૂછશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org