Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
મં
હ૮ શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વાદનુસત્રની આશ ટીકાને સરલ અનુવાદ આગ્રહપૂર્વક સંકેત કર્યો કે- “તું દેવપણું પામ્ય સતે તારે તારું દેવસ્વરૂપ મને દેખાડવું.” આમ છતાં પણ દેવ થયેલ તે શિષ્ય, દિવ્ય સુખમાં વ્યાક્ષિપ્ત ચિત્તવાળો બનીને આસક્તિ આદિમાં પડી જવાથી ગુરૂ પાસે જલ્દી ન આવ્યું. તેથી આચાર્ય મહારાજે વિચાર્યું કે“આ ચારિત્રની આરાધના આદિ કષ્ટ નકામું છેમુનિ વેષ તજી દઉં!” એ રીતે આચાર્ય મહારાજ પતિત પરિણમી થયા! એટલામાં તે શિષ્યદેવે ઉપયોગ મૂકતાં ગુરૂ મહારાજની પતિત અવસ્થા જેઈ ! સંયમ તજી દેવાના પરિણામપૂર્વક ઘેર જતા ગુરૂ મહારાજનામાર્ગમાં (ગુરૂ મહારાજના દિલમાં સંયમની કાંઈપણ લાજ રહી છે કે કેમ? એ) પરીક્ષાને માટે નાટક વિગેરે વિકુવ્યું: એ નાટક જોતાં ગુરૂ મહારાજને છ મહિના નીકળી ગયા નાટક જોઈને વળી ઘેર તરફ જવા લાગ્યા એટલે માર્ગમાં તે દેવે” પૃથ્વીકાય—અપકાય તે ઉકાય આદિ કાયના નામના છ રાજકુમારોને આભુષણમય વકુછ્ય, એ છએ કુમારને હણીને ગુરૂમહારાજે તેના અલંકારે પિતાની ઝોળીમાં ભરી લીધા ! અને આગળ ચાલવા માંડયું. તે દેવે માર્ગમાં શ્રાવક રાજા વિકુ. તે રાજાએ (આગ્રહથી) ઝોળી ઝાલીને ગુરૂમહારાજને આહાર વહેરાવતાં ઝોળીમાં ઘરેણાં દીઠાં ! “આ ઘરેણાં તો મારા છએ કુમારોના જ છે માટે તે કુમારે ક્યાં છે? બતા:” એ પ્રમાણે રાજાએ ગુરૂમહારાજને કહેતાં ગુરૂમહારાજને ભૂમિમાં પેસી જવા જેટલી લજજા થઈ. આ જોઈને શિષ્યદેવ પ્રગટ થયે અને તે સર્વ બનાવ પિતાના વિકલા હતા એમ વ્યક્ત કરીને ગુરૂમહારાજને સંયમમાં સ્થિર કર્યાઃ ગુરૂમહારાજ પણું ત્યારબાદ સંયમની સુંદરતર આરાધના કરીને મુક્તિ પામ્યા. [ એ પ્રમાણે સામાન્ય વિપરિત પતિના લીધે થએલ શંકા પરના દષ્ટાંત સહિત વિચિકિત્સાનું સ્વરૂપ જણાવ્યું. ]
આ વિશિક્ષા પાઠને સ્થાને બીજે વિઝ પાઠ પણ કહેવાથી તે પાઠને અર્થ તે વિદ્વાનોની જુગુપ્સા અથવા વિજુગુપ્સા” એ પ્રમાણે સમજે. તેમાં વિદ્વાને અથવા વિદ્
એટલે તત્ત્વને જાણવાવાળા સાધુઓની જુગુપ્સા અને તે આ પ્રમાણે-“મલમલીન દેહ અને વસ્ત્રાદિવાળા સાધુઓને દેખીને કે મૂઢ બુદ્ધિજન એમ વિચારે કે-“સ્નાન ન કરવું આદિ વડે પરસનાથી ભીંજાએલ મલથી દુર્ગન્ધમય શરીર અને ઉપધિવાળા આ મુનિઓ જે પ્રાસક જલથી દેહ અને ઉપધિનું પ્રક્ષાલન કરે, તે તેમાં તેઓને શું દેષ?” આવું વિચારનાર પિતાની મૂઢતાને લીધે એમ નથી જાણતા કે નિર્દોષ બ્રહ્મચર્યની વિશુદ્ધિ માટે દેહવિભૂષાદિ વર્જનારા મુનિઓને મલમલનપણું તે ઉલટું વિશેષ કરીને ગુણશોભાનું કારણ છે. કહ્યું છે કે –
મુનિઓને સ્નાન વિના જ મુનિ પણું છે मलमइल पंकमइला, धूलिमइला न ते नरा मइला ।
.. जे पावपंकमइला, ते मइला जीवलोगमि ॥ १ ॥ - અર્થ? –આ જીવલોકમાં જેઓ મેલથી મલિન હેય, કાદવથી મલીન હોય કે ધૂળથી મલિન હોય તેઓ મલીન નથી પણ જેઓ પાપ રૂપી કાદવથી મેલા છે તે જ ખરા મલીન છે. # ૧ તે બદલ અન્ય દર્શનકારે એ રૂપમાં કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org