Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિર ની મા નો સરલ અનુવાદ ૧૫૩ સુખથી દુઃખ ચાલ્યું જાય, કલહથી સ્નેહ ચાલ્યો જાય, મહોત્સવથી શોક ચાલ્યા જાય અને હર્ષથી ખેદ ચાલ્યો જાય તેમ હરિબલનાં તે વૃત્તાંતથી જાગેલ વિયેતાના રસ વડે રાજાને અંતરમાં હતો તે અત્યંત તીવ્ર એવો વિષયવાસનાને આગ્રહ આસ્તે આસ્તે મન્દ મન્દતર બની ગયો! ૨૯૪-૨૫ / સંકલ્પરૂપ નિ છે જેની એ કામદેવ પ્રકટવામાં મૂળભૂત સંક૯૫ જ છે, નહિં કે બીજું કઈ કારણ છે: કામ સંબંધી સંકલ્પના બીજા વિકલ્પ દ્વારા નાશ કરી નાખવામાં આવે તે કામ ક્યાંથી હોય? ૨૬ કહ્યું છે કે –
काम ! जानामि ते रूपं, संकल्पात् किल जायसे ।
न त्वां संकल्पयिष्यामि, न च मे त्वं भविष्यसि ! ।। २९७ ।। અર્થ-હે કામદેવ! હું તારું સ્વરૂપ જાણું છું કે-મનમાં તારી બાબતને આવતા સંક૯૫થી જ તે ઉત્પન્ન થાય છે, પરંતુ હું તને સંકલ્પમાં જ લાવીશ નહિ અને તું મને પ્રકટીશ નહિ! ! ૨૯૭ માં જેનું ચરિત્ર લક્ષ્યમાં આવતું નથી એવે તે હરિબલ, આનંદ અને પ્રેમમાં રક્ત એવી તે આનંદ અને પ્રેમ એમ બંને પ્રકારે” બંને પ્રિયતમાની જોડે રતિ અને પ્રીતિ સાથે કામદેવ શોભે તેમ શોભવા લાગ્યા! ૨૯૮ ૫ હરિબલના આ મહિમાને સહન નહિ કરી શકવાને લીધે અપાર ઈષ્ય ધરનાર તે મંત્રી, રાજાને જમાડવાનું આમંત્રણ આપવા યુક્તિપૂર્વક હરિબલને અત્યંત પ્રેરણું કરવા લાગ્યા. ૨૯૯ ! રાજાએ અતિ બહુમાન આપીને આવજી લીધેલ મનવાળો અને હેજ મુગ્ધબુદ્ધિ એવા હરિબલે બંને પ્રિયાએ ઘણે વાર્યો હોવા છતાં (રાજાને પોતાને ઘેર તેડીને જમાડવાની) સકલ સામગ્રી તૈયાર કરાવી! ૩૦૦ || ભાવિ અનર્થને વિચાર્યા વિના હરિબલે, મંત્રી આદિકને પણ સાથે નોતરીને રાજાને પરિવાર સહિત જમવાને માટે ઉલ્લાસપૂર્વક આમંત્રણ આપ્યું! . ૩૦૧ અને ભોજન સમયે પોતાનું અતુલ કૌશલ્ય બતાવવા સારૂ વસંતશ્રી અને કુસુમશ્રીને નવાં-નવાં વસ્ત્રાભૂષણે પહેરાવીને તે બંને સ્ત્રીઓના હાથે ભોજન પીરસાવવું વિગેરે કાર્ય કરાવ્યું! ૩૦૨ જેમ છલથી પ્રેત
વડે ગ્રહણ થવાય, દુઃખિત અવસ્થાથી મનની પીડા થાય, કુપ જમવા બોલાવેલ રાજાની ખાવાથી વ્યાધિ થાય, કુનીતિથી અપયશ થાય, કટુવચન બેલહરિબલની સ્ત્રીઓ ઉપર વાથી સામાને ફોધ થાય, ઈષ્ટજનનાં મરણથી શેક થાય, મેઘની ફરી કુદૃષ્ટિ, “ગજેનાથી કરડેલ હડકાયા કુતરાનું ઝેર પ્રગટ થાય અને પવ
નથી અગ્નિ ફેલાય તેમ હરિબલની તે બંને સ્ત્રીઓને જોઈને ૧ “મવિમુમુર્ઘ થતૂ' પાઠ છે આ પાઠમાં રાજા સંબંધીનાં જમણુને ચતુર્થી અને હરિબલને સ્પષ્ટ દ્વિતીયા વિભક્તિ છે. તેથી તેને અર્થ સ્પષ્ટ છે કે-રાજાને જમાડવાને માટે હરિબલને પ્રેરણા કરી.' આમ છતાં પૂ. 3. ધર્મવિજયજી મહારાજે અનુવાદમાં હરિબલને ત્યાં ભોજનને માટે રાજાને પ્રેરણા કરી.” એ ઉલટ અર્થ કેમ કર્યો હશે? વળી એ વાત પછી તે અનુવાદમાં “હરિબલ આ વાત જાણે છે, પરંતુ બે સ્ત્રીઓએ ના કહેવાથી હરિબલ જમવાનું આમંત્રણ આપતું નથી. એકવાર હરિબલને ઘણો સત્કાર કરી ' એ પ્રમાણેનું મળ્યું બહારનું અને ચાલુ અધિકારને તદ્દન અસંગત લખાણ પણ કેમ દાખલ કરાયું હશે? વળી એ સાથે ખરું લખાણ તે છોડી જ દેવાનું કેમ બન્યું હશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org