Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વદિસત્રના ખાદશ ટીકાનો સરલ અનુવાદ ૧૫ (૫૩) ઝર્યા કરે તે મુખપાક થાય, અનિછ મુખવાળો થાય, કઠોર વચને બેલના થાય, જલમાં ડૂબતા માણસની જેમ અવ્યક્ત એવું બડબડ બોલનારે નમૂને થાય, બાકડાની જેમ બોલતાં મુશીબતે બેં બેંકરી શકે તેવો દૃઢમૃ થાય તેમજ સામે જન ન સમજી શકે તેવું
ખલનાવાળું અને ગુંગણું બોલનારે મનમન થાય; જુઠું બોલવાથી તેવા દો પ્રાપ્ત થાય છે. ૨ જીવે, જુઠું બોલવાથી આ લેકને વિષે જ જીહ્ના છેદ-વધ-બંધન–અપયશ અથવા ધનના નાશને પામે છે. ૩અસત્યવાદી માણસ વિનીતતા-પ્રશાંતતા વિગેરે પુષ્કળ ગુણેવાળો હોય તે પણ સર્વત્ર તે અવિશ્વાસને પાત્ર બની જવાને લીધે નથી તે લૌકિકવ્યવહારને ચોગ્ય રહેવા પામતો કે નથી તે ધર્મને અધિકારી ગણાવાને ગ્ય રહેતે કહ્યું છે કે –
लाउअबीअं इक्कं नासइ भारं गुडस्स जह सहसा ।
तह गुणगणं असेसं, असञ्चवयणं विणासेह ॥१॥ અર્થ –જેમ કડવા તુંબડાનું એક બી, એક ભાર પ્રમાણુ ગેળનો નાશ કરે છે તેમ અસત્ય વચન, સમસ્ત ગુણ સમૂહને નાશ કરે છે ! ના શરીરમાં સામુદ્રિક શાસ્ત્રના આધારે શ્રેષ્ઠ લેખાતાં લાખ લક્ષણ હોય છતાં તેમાં જે કાગના પગનું માત્ર એક જ દુલ ક્ષણ હોય તે તે અપલક્ષણું લાખ સલ્લક્ષણને પણ અપ્રમાણુ બનાવી દે છે, તેમ એક અસત્ય વચન સમસ્ત ગુણગણને અપ્રમાણુ બનાવી દે છે! પરા જેમ વિષને વિષે તાલપુટ અને બહુ પ્રકારના
વ્યાધિઓને વિષે જે ક્ષેત્રિક (વ્યાધિ વિશેષ) વ્યાધિને માટે કેઈ ચિકિત્સા નથી તેમ સમસ્ત દેને વિષે આ મૃષાવાદ દોષ અવિચિકિત્સક છે. અથાત તેને માટે કઈ ઉપાય નથી. આ
સંભળાય છે કે-કોઈ પણ એક શ્રાવકને પુત્ર અધમ હતો. પિતા તેને બળાત્કારે ગુરૂ પાસે લઈ ગયે. ગુરૂ મહારાજે તેને કહેલ બાર વ્રતના સર્વ નિયમેને “જાણે પ્રતિબંધ પામે હેય તેમ” પૂર્તતાથી તે પુત્રે આદરપૂર્વક સ્વીકાર કર્યો. તે નિયમોમાં તે દઢ બને એ આશયથી પિતા આદિવડે પ્રશંસા પામતાં તે શ્રાવક પુત્રે ગુરૂ મહારાજને કહ્યું- “આ બાર વ્રતમાં એક મૃષાવાદ વિરમણવ્રત ગૃહસ્થ પાળવું દુષ્કર હોવાથી તે બીજા વ્રતને નિયમ મારે મકળે રહેલ છે.” આવું બોલવા દ્વારા તે શ્રાવક પુત્રે ગુવાદિકને બંગિત રીતે એમ જણાવ્યું કેમેં વ્રતનો સ્વીકાર વિગેરે જે કાંઈ કહ્યું છે, તે અસત્ય જ છે! તેનું તેવું બેલિવું થવાથી તેને ગુરૂ અને પિતા વિગેરેએ અયોગ્ય માનીને ઉપેક્ષા કરી. કલિકાલસર્વજ્ઞ શ્રી હિમચંદ્રાચાર્ય મહારાજનું વચન છે કે-પારદારિક અને ચોરને હજુ કેઈ ઉપાય છે, પરંતુ અસરવાદી મનુષ્ય માટે કોઈ ઉપાય જણાતો નથી. ૧ એક બાજુ અસત્યથી થતું પાપ અને બીજી બાજુ સમસ્ત પાપ એ બંનેને ત્રાજુઆમાં રાખવામાં આવે તે પહેલું જ વધી જાય. આ વ્રતને વિષે કમલશ્રેણીનું દષ્ટાંત છે. અને તે આ પ્રમાણે ----
અન્ય જગતને વિષે વિજય પ્રાપ્ત કરનાર વિજય નામના નગરને વિષે દુઃખી જનને આધાર એવો નયસાર નામે રાજા હતા. આ 1 in તે નગરમાં અમાથી-સત્યવાદી અને કમલ જેવો સુકમલ કમલ નામે વિખ્યાત શ્રાવક શ્રેણી હતે. ૨ / તે કમલ કી ગુણ કરીને-અપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org