Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વદિસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ ગાડામાં પાકી કેરીઓ છે, એમ જાણ્ય. બળદ વારંવાર બેસતે જવાને લીધે ધુળમાં તે પ્રકારનાં પડેલ પ્રતિબિંબથી બળદ ગળીઓ છે, એમ જાણ્યું. અને ડાબી બાજુ તેનાં પડેલ પગલાંને અનુસાર તે બળદ ડાબે પગે લંગડે છે, એમ જાણ્યું! વળી માર્ગમાં જમણું બાજુએ ઉભેલા ઘાસનું ભક્ષણ કરવાથી અને ડાબી બાજુએ ઉભેલું ઘાસ અખંડ હોવાથી તે બળદ આંખે કાણે છે એમ નિશ્ચય કર્યો! વળી માર્ગમાં પિસાબ કરેલ સ્થાને હાથ ધએલ પાણી પડેલ હતું, બળદના પૂછના વાળ પડેલા હતા અને પરિણાને ટુકડે પડ્યા હતા તે જોયું, તે ઉપરથી મેં શુચિવાળે અને ક્રોધી એ બ્રાહ્મણ જા ઘણે ભાગે બ્રાહ્મણ સ્વભાવથી શૌચ અને ક્રોધી હોય છે. તેમજ ભૂમિ ઉપર મૂકવાને લીધે પડેલા આકારથી બતક જાણું અને માર્ગને વિષે પાણી જતું જોઈને તે બતકમાં પાણી હોવાનું જાણ્યું: તેમજ માર્ગમાં પણ ભાંગેલ ટુકડો દીઠે તેથી બતક, ગાડીના આડામાં ભરાવેલ લાકડી અથવા પરોણાના ટુકડાને છેડે ભરાવેલી હોય એ વિગેરે જાણ્યું. માર્ગની ધૂળમાં લાકડીને આકાર જેવાથી ગાડાની પાછળ ચાલ્યા આવતા માણસે પોતાની પાસેની લાકડી ગાડાવાળાને હાથોહાથ નથી આપી પણ નીચે ભૂમિ ઉપર મૂકી હોવાનું તેમજ ગાડીવાળા બ્રાહ્મણે ગાડીથી નીચે ઉતરીને જલથી છાંટીને તે લાકડી ગ્રહણ કરેલ હોવાનું જોઈને પાછળ ચાલતા માણસને ચંડાલ જાણે ! તેમજ બ્રાહ્મણ તે લાકડી લેવા ઉતર્યો ત્યારે તેના પગમાંથી પાસ, (પરૂ) ભૂમિ ઉપર પડયું હતું અને તેની ઉપર ઘણી માખીઓ વીંટાએલી હતી તે જોઈને બ્રાહ્મણને કઢી અને હાથમાં લાકડીવાળો જાણે! માર્ગમાંની પગલાની પંક્તિઓને અનુસારે પાછળ સ્ત્રી છે અને તે પણ નાની વસ્તુ છે એમ જાણ્યું! પિતાનું રેષપણું વિગેરેના થએલ પશ્ચાત્તાપ આદિને લઈને અવળું મુખ કરતી જતી તે સ્ત્રી, પાછળ જોયા કરવાને લીધે તેનાં પગલાં અવળાં પડેલા જોઈને તે સ્ત્રી રીંસાએલી છે એમ નિશ્ચય કર્યો! ભૂમિ ઉપર તે સ્ત્રીનાં પડેલાં સપાટ પગલાંઓમાં છિદ્ર દેખવામાં આવેલ તેથી તે સ્ત્રી પગલામાં ત્રણ (ઘાડું) વાળી હોવાનું જાયું ! પગલાંમાં જોવામાં આવેલ હત્તમ લક્ષણોથી તે સ્ત્રીને સુલક્ષણ જાણી! ભૂમિ પર હાથ-પગની અંગુલિઓના પડેલા આકારે આભૂષણ સૂચક જોઈને તે સ્ત્રીને આભૂષણવાળી અને વણિકની વહુ તરીકે જાણી ! રીંસાઈ અને વળી પાછી પિતાના ઘેરથી નીકળી ગઈ તેથી તે સ્ત્રીને ગર્વિષ્ટ જાણી! તેવા રોષ અને ગર્વવાળી હાલતમાં પણ કુવામાં પડવું વિગેરે કાંઈ અનિષ્ટ ન કર્યું તેથી તે સ્ત્રી નક્કી વિદુષી પણ છે એમ જાણ્ય! દેહ ચિંતાને માટે ગાડી પરથી તે સ્ત્રી ઉતરી અને નજીકનાં બોરડીનાં વનમાં બેઠી તથા ભૂમિ ઉપર જમણે હાથ ટેકાવીને તે હાથને આધારે કઈથી ઉઠી તેથી તેને પુરગભો અને આસન્નપ્રસવા જાણ ! તેણીએ હાથ ધોએલ પાણીને જોઈને તેને મેં આખા શરીરે કેસર આદિન વિલેપવાળી જાણી! તેણીના કેશકલાપમાંથી પડેલું બકુલસિરિનું ફુલ જેઈને મેં તેણને અડે પણ બકુલસિરિ પુપિથી ગુંથેલ હોવાનું જાણ્યું ! બોરડીના કાંટામાં લાગેલ તેની સાડીને લાલ તાંતણો જોઈને તેણીએ કસુંબી રંગની સાડી પહેરી હોવાનું જાણ્યું ! ગાડું પાકી કેરીનું હતું તેથી કેરીઓના વિનાશના ભયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org