Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૯૩
२ स्थूल मृषावाद विरमणव्रतना ५ अतिचार अने तेनुं प्रतिक्रमण. અવતરણઃ—હવે આ બારમી ગાથાથી તે બીજા સ્થલ મૃષાવાદ વિરમણ વ્રતનાં પાંચ અતિચારે અને તે અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે.
सहसा रहस्सदारे, मोसुवएसे अ कूडलेहे अ।
बीयवयस्सईयारे, पडिक्कमे देसियं सव्वं ॥ १२ ॥ નાથાર્થ સહસાવ્યાખ્યાન, રહઅભયાખ્યાન, સ્વદારમન્તભેદ, મૃષપદેશ અને કુટલેખ એમ બીજાવ્રતના તે પાંચ અતિચારો દિવસ સંબંધી લાગ્યા હોય તે સર્વે હું પ્રતિક્ર મું છું / ૧૨ /
વૃત્તિનો ભાવાર્થ:-“સૂત્ર, સૂચન માત્ર કરનારું છે.” એ વચનથી ગાથામાંના સ ” શબ્દથી સહસાભ્યાખ્યાન, “રહ્યુ:” શબ્દથી રહોડભ્યાખ્યાન અને “રવાર” શબ્દથી સ્વદાર મંત્રભેદ કહેવાય છે. તેમાં સહસા એટલે વિચાર્યા વિના અભ્યાખ્યાન- આળ આપવું તે: જેમકે- “આ ચોર છે આ પરદારરસીક છે' ઈત્યાદિ: તેવા અસદ્દોષનું કઈ પ્રતિ આરે પણ કરવું તે શું સદા - સ્વાસ્થાન નામે પહેલે અતિચાર છે. બીજું–
૨ હોવચારયાન - તેમાં “સ” એટલે કે માણસ એકાતમાં કઈ જેડે છૂપી સલાહ કરતે હોય તેને ઇગિત આકાર અને ચણા-હાવભાવ વિગેરેથી જાણુંને “એ બંને રાજવિરૂદ્ધદેશવિરૂદ્ધ આદિ ખટપટો ચલાવી રહ્યા છે” ઇત્યાદિ કહેવું, તે રહેડભ્યાખ્યાન નામે બીજે અતિચાર છે; અથવા ચાડી કરવી તે રહડભ્યાખ્યાન નામે બીજે અતિચાર છે. અને તે આ પ્રમાણે કે-બે જણને પ્રીતિ હોયે સતે તેમાંના એક જણનો આકાર આદિથી અભિપ્રાય જાણીને બીજાને એવી રીતે ચાડી કરે કે-જેથી પેલા ઉપરથી તેને પ્રેમ ઉઠી જાય.
રૂ હારમઝમે-પિતાની સ્ત્રીઓએ પિતાનામાં વિશ્વાસ રાખીને જે મર્મની વાત કરી હોય તે બીજાને જણાવી દેવી તે સ્વદારમંત્રભેદ કહેવાય છે. મૂળ ગાથામાં સક્ષ, સહ અને વાર એ ત્રણ પદને દ્ધ સમાસ હોવાથી તે પદાને (બહુવચનમાં ન લેતાં) એકવચનમાં લીધા છે. આ મુજબ બીજે સ્થાને પણ સમજી લેવું. સહસા આદિ ત્રણેય અતિચારોને વિષે (દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું.)
શg –આ સ્વદારમંત્રભેદને વિષે અને ઉપર જણાવી ગયા તે રહેભ્યાખ્યાનને વિષે સત્ય કે જ (જેવું હોય તેવું જ) કહેવાનું હોવાથી વ્રત કેવી રીતે અતિરિત થાય?
સમાધાનઃ-તે સત્ય કહેવામાં સામાની છૂપી વાત પ્રગટ થવાને લીધે તેને થતી લજજાદિથી તે સ્ત્રી આદિનાં મરણ વિગેરે અનર્થને પણ સંભવ હોવાથી પરમાર્થથી તે તે સત્યનું, અસત્ય જ છે. કહ્યું છે કે :न सत्यमपि भाषेत, परपीडाकरं वचः । लोकेऽपि श्रूयते यस्मात् , कोशिको नरकं गतः ॥१॥
અર્થ -પરને પીડાકારી હોય તેવું સત્ય વચન પણ ન બેસવું, લોકમાં પણ સંભળાય છે કે-તેવું પરપીડાકારી સત્ય બોલતાં કૌશિક નામે ઋષિ નરકમાં ગયે. ૧ / અહિં સવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org