Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્રની આદર ટીકાને સરલ અનુવાદ ૫૧ કાર્ય પહેલાં કરીને પછી ઘેર કષ્ટ હું અહિં આવ્યો છું. ૨૬૩ અને તે સઘળે વૃત્તાંત આ પ્રમાણે છે. હું અહિંથી લંકા જવા ચાલ્યો: કેટલાક દિવસે સમુદ્રના કિનારે પહોંચઃ દુખે તરી શકાય તેવા તે સમુદ્રને જોઈને તેને તરી જવાની શક્તિ નહિ ધરાવતે એ હું અત્યંત ઉદ્વેગ પામ્યો. એ ૨૬૪ તેટલામાં સમુદ્રને વિષે મારી સામે આવતા એક રાક્ષસને મેં જોયો. તેનાથી હું બીને નહિ. મેં તે રાક્ષસને લંકા પહોંચવાને ઉપાય પૂછયો છે ૨૬પ છે રાક્ષસે પણ કહ્યું-“જે પુરૂષ, વિર્યબળથી કાષ્ટભક્ષણ કરે–અગ્નિમાં પ્રવેશ કરે તે પુરૂષને જ લંકામાં પ્રવેશ થાય, અને તેનું ત્યાં સન્માન થાય!” ૨૬૬ છે એ પ્રમાણે સાંભળીને મેં વિચાર્યું કે આ કાર્યમાં મરણ અવશ્ય છે અને લંકા પહોંચવું તે સંશય ભરેલું છે. તે પણ પ્રભુનું કૃત્ય અવશ્ય કરવું. ૨૬૭ છે તે કેવલ નામધારી સેવકને ધિક્કાર છે. કે જે-સ્વામીનાં કૃત્યમાં મરણથી બીવે છે. સુભટને તે કાર્યની આશાએ મરણ પણ પ્રશંસનીય છે. ૨૬૮ છે એ પ્રમાણે ભાવ હૃદયસાત કરીને સત્યના સ્વીકારવાળા એવા મેં “આ મરણ માટે જ ચિતા રચું છું.” એ પ્રમાણે વિચારીને મેટી ચિતા તૈયાર કરી અને તેને ચોમેરથી સળગાવી! | ૨૬ એ ચિતામાં હું સાહસથી સત્વર પડ્યો અને તુરત ભસ્મસાત થયે ! જાજવલ્યમાન પ્રજવલી રહેલા અગ્નિમાં કાલવિલંબ કોણ?-કેવો ? ૨૭૦ છે
મારી ભસ્મ થએલાં તે વિસ્મયસ્થાનને તે રાક્ષસે ભેટની જેમ એ રીતે કહેવા માંડેલ લંકાપતિ બિભીષણ સામે “મારો સમગ્ર વૃત્તાંત કહેવા પૂર્વક લંકાગમનના રસપ્રદ મૂકયું ! છે ૨૭૧ છે તે અદ્દભૂત સાતિવકવૃત્તિથી અત્યંત પ્રસન્ન વર્ણનમાં રાજાને શંકા ન થએલ બિભીષણે “શંકરે સમીભૂત કરેલ કામને જીવતે રહે એ માટે હરિબલે કર્યો તેમ” પોતાની શક્તિથી મને યથાર્થ જીવતો કો! રાજાને પોતે લંકા છે ૨૭૨ | હે રાજન ! દેવની જેમ અસલરૂપે તત્કાલ બેઠા ગયે જ છે એવી ખાત્રી થએલ એવા મારા વિષે અત્યંત પ્રશંસાવાળા તે બિભીષણે કરાવતી સમપેલ મને મોટા આગ્રહથી પિતાની પુત્રી આપી. ૨૭૩મારી અદભુત નિશાની. તે સાત્વિકવૃત્તિથી જ બિભીષણે મોટા મહોત્સવ પૂર્વક અમો
બંનેને-વરવધુનો વિવાહ કર્યો, અને દેવદખ્ય વસ્ત્રો-આભરણપુષ્કલ ધન વિગેરે મને ઘણું આપ્યું ! ! ૨૭૪ વળી તેની પુત્રીને કરમેળાવામાં ઘણું અશ્વો, હતિરો વિગેરે આપવા માંડયું, પરંતુ અમારે તે દરેક વસ્તુ અહિં આવવામાં અડચણરૂપ હોવાથી અમે સ્વીકાર્યું નહિ! ૨૭૫ M “તમે અહિ જ રહે, વિદ્યા સાધે અને આ તમારી નવી વલ્લભાની સાથે નવા નવા મહેલમાં રહીને વિદ્યાધરીઓ સંબંધીના નવા-નવા ભેગોને પણ ભેગ” એ પ્રમાણે બિભીષણે ઘણું કહેવા માંડયું, એટલે મેં કહ્યું-“હે દેવ ! વિશાલપુરના રાજાએ પોતાના પુત્રના વિવાહ પર આપને આમંત્રણ આપવા સારૂ મને મોકલે છે, તેથી તે કૃત્યને ગોણ કરીને હું અહિ કેવી રીતે રહું? ખરેખર, પારકાનાં કાર્ય માટે પોતાનાં કાર્યને હાનિ થવા દેવી, એ મહાન પુરૂષને સ્વભાવ છે. ૨૭૭-૭૮ છે તેથી અમારા ઉપર કૃપા કરીને આપ પધારવા વડે વિશાલપુરને જલદિ પાવન કરે,” (મારી એ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org