Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૫૨ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિતસૂત્રની આ ટીકાને સલ અનુવાદ વિનતિ સાંભળીને) બિભીષણે પણ જે એમ છે તે વિશાલપુર જાવ, અને વિવાહના દિવસે હું મારી પોતાની મેળે જ વિશાલપુર આવીશ: આ બાબત તમારા રાજાની ખાત્રી માટે આ વસ્તુ નિશાની તરીકે આપું છું. તે તમારા રાજાને આપજો.” એ પ્રમાણે બેલતા થકા પિતાનું આ દેવતાઈ ચન્દ્રહાસ ખડ્ઝ મને આપ્યું ! ૨૮૦ ને ત્યાર બાદ બિભીષણે જ દેવતાઈ શક્તિથી મારી તે પ્રિયા સહિત મને પણ અહિં જલદિ મેક! ” એ પ્રમાણે કહીને બુદ્ધિમાન હરિબલે રાજાને તે દેવતાઈ ચંદ્રહાસ ખશ આપ્યું! I ૨૮૧ છે તેવી કન્યા તથા ખડ્ઝની નિશાનીથી અને હરિબલનું તે બોલવું યુક્તિયુક્ત જણવાથી તે સમગ્ર સત્યાસત્યને પણ રાજાએ સત્ય તરીકે માન્યું. તે ૨૮૨ ખરેખર, માણસ સત્યના આધારે કહેવાતા અસત્યને સત્ય તરીકે જ માનેઃ કપૂરના સમૂહથી મિશ્રિત એવા રેતીના સમૂહનો કપૂર તરીકે જ વ્યવહાર થાય છે. જે ૨૮૩ . કાગડાની જેમ એક આંખવાળા તે એક પૂર્વ મંત્રીએ હરિબલની તે વાત મનથી માની નહિ: વાતમાં કઈપણ પ્રકારે છિદ્ર નહિ મળવાથી વચનથી તે તે મંત્રી પણ હરિગલની તે તે વાતને વિરોધ કરી શક્યો નહિ. ૫ ૨૮૪ રાજા-સપે–ચાડીયેચારવ્યંતર-વ્યાધ્ર વિગેરે પશુ, શત્રુ અને શાકિની, એટલા જણ દુષ્ટ હોય તે પણ છળ મળ્યા વિના નિષ્ફળ આરંભવાળા મનાતા તેઓ પરનું વિપરીત શું કરી શકે ? ૨૮૫ ખરેખર, કુબુદ્ધિવડે મેં કુશળ કપટથી આ હરિબલને અતિ ભયંકર સંકટમાં નાખે
જ્યારે હરિબલ તે મારાં વચન ખાતર ભસ્મીભૂત થયો! અહો, રાજાએ હરિબલને સભા એમનું ઉત્તમપણું! આથી નક્કી આ હરિબલ અત્યંત સન્માનને વચ્ચે કરેલ અપાર યોગ્ય છે.” એ પ્રમાણે મનમાં ચિંતવતા રાજાએ સભામાં પ્રશંસા સત્કાર. બેઠેલા જનેને ઉદ્દેશીને “આ હરિબલનું અહો સાહસ ! અહો
સ્વીકારેલ કાર્યને નિર્વાહ !અહે સુંદરભાગ્યની સંગતિ ! પિતાના સ્વાર્થમાં અહો અસ્પૃહા ! અહો પિતાના સ્વામીનું કાર્ય કરવાની કુશળતા ! અહો મારા માટે પરમ મિત્ર !' એ પ્રમાણે હરિબલની નિર્દોષપણે પ્રશંસાની ઘોષણા કરતાં સુંદરમાં સુંદર વસ્ત્રો અને આભુષણોથી હરિબલને સત્કાર કર્યો, અને તેને ઘણું મહોત્સવ પૂર્વક ઘેર મોકલ્યો! ૨૮૬ થી ૨૮લા અથવા ધર્મને વિષે રાખવામાં આવેલ તાત્વિક વૃત્તિ અને વિષમ કાર્યોને વિષે રાખવામાં આવેલ સાત્વિક વૃત્તિ, કામધેનુની જેમ માપ વગરના કયા ઈછિત પદાર્થોને આપતી નથી? ૨૯૦ | હરિગલની એ પ્રમાણે અનેક પ્રકારે સ્પૃહા કરવા લાયક એવી અસમાન સમૃદ્ધિ દેખીને હરિબલે કરેલું કાર્ય પોતે નહિ કરવાથી તે વખતે સભા અને પિતાને પિતે નીંદવા લાગ્યા! ! ૨૯૧ ખરેખર, પ્રકૃણ વીર પુરૂષના વૃત્તાંતરૂપ ચરિત્રસંપને જેતે કાયર પુરૂષ પણ “આંબલીની કાતરીને જે માણસ જેમ પોતાનાં દાંત ભીંજાવી શકે છે તેમ વીરતા પ્રતિ પ્રેરાય છે. ર૯૨ છે ત્યારથી માંડીને રાજાના પરમ પ્રસાદનું ભાજન બનેલ તે હરિબલને યશ એવો તો વધે કે-આખુંયે નગર તેના પારાવાર ગુણકીર્તનનું વાચાળ બની ગયું ! ! ૨૯૩ જેમ ભયથી કેપ ચાલ્યો જાય, લેભના ઉદયથી માન ચાલ્યું જાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org