Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિતૃસત્રની આ ટીમને સરલ અનુવાદ ( જાળમાં પહેલો મત્સ્ય આવે તેને જ છોડી દેવારૂપ એક દેશીય) જીવદયાના અલ્પ નિયમથી પણ આવા પ્રકારનું મહાન ફલ પ્રાપ્ત કર્યું તે આશ્ચર્યકારી છે. તે ૪૬૫ / હરિબલનાં તે અત્યંતતર ફલ આપનાર અ૮૫ સુકૃતને વિષે–અમૃત, કુંવારી કન્યાએ કાંતેલું સૂતર, ચક્રવતિનાં ચમ-છત્ર વિગેરે રત્નો, વડનું બીજ, બીજનો ચંદ્રમા, સિંહનું બચ્ચું, કેશે, જાત્યવંત મણિ, સિદ્ધરસ, રસાયણ અને એકાક્ષરી મહાવિદ્યા વિગેરેની ઉપમા ઘટે છે. ૪૬૬દશા યોગ્ય ધન પામેલ કૃપણની જેમ હરિબલ, રાજવીષણમાં પણ ખરેખર કયાં મારું માછીમારનું કુકૃત્ય અને કયાં મારા આધિપત્યવાળી આ સર્વશ્રેષ્ઠ લક્ષ્મી ! આશ્ચર્ય છે કેજીવદયા ક્રોડગુણ ફલથી પણ વધારે ફલ આપનારી છે.” એ પ્રકારે નિયમની અનુમોદનારૂપ પોતાના નિયમની આરાધનાને તો પ્રતિદિવસ સંભારતે કદિ પણ ભૂલતો નથી! ૪૬૮-૬લા કઈ સામાન્ય જન પણ પિતાનાં સુકૃતના અનુભવ ગોચર થતાં તાજાં ફલને કદિ પણ ભૂલતો
નથી, તો પછી પિતાનાં સુકૃતની તે ભવમાં જ સિદ્ધિવાળો હરિબલને નિયમદાતા આ સુબુદ્ધિઓને ભંડાર હરિબલ તો પિતાના નિયમને કદિ સદગુરૂને રોગ અને વિસરે જ કેમ? . ૪૭૦ | હવે તે હરિબલ, એક દિવસે પોતાનાં શ્રાવકનાં વ્રતની પ્રાપ્તિ. હૃદયમાં વિચારવા લાગ્યું કે-“જે ગુરૂદેવની દેશનારૂપી અમૃતથી
મને આ દિવ્યઋદ્ધિ દાસીની જેમ આવી મળી છે, તે ગુરૂદેવ જે પધારે તે હું કૃતાર્થ થાઉં: ” એ પ્રમાણેનાં તેનાં ધ્યાનથી આકર્ષાઈને હોય તેમ તે ગુરૂ મહારાજ ત્યાં સત્વર આવી સમોસર્યા ! સત્પરૂષને પદાર્થની પ્રાપ્તિમાં ઈચ્છાને જ વિલંબ હેય છે. ૪૭૧૭ર આ વનપાળે તે ગુરૂદેવનું આગમન જણાવવાથી ઉલ્લાસ પામતો રાજા હરિબલ, મહાન આડંબરપૂર્વક ગુરૂમહારાજ પાસે ગયો અને સુગુરૂને પ્રણામ કર્યા. n૪૭૩ી બાદ પંડિત એવા તે હરિબલે ગુરૂદેવને વિજ્ઞપ્તિ કરી કે-“હે પુણ્યભંડાર! હું નિંઘ-માછીમાર પણ આપના પ્રસાદથી આટલી અધિક વૃદ્ધિ પામેલ સમૃદ્ધિ તત્કાળ પામ્યો છું. ૪૭૪ હે કરૂણાભંડાર! મારી ઉપર કરૂણા કરે અને મારી વિનંતિ ધ્યાનમાં : મને સિદ્ધિ ગતિમાં સ્થાપો. હૃદયમાં સમ્યક પ્રકારે સ્થાન આપી મારું હિત ફરમાવેઃ મારા પર આટલી કૃપા કરો.' ૪૭૫ . આથી પ્રણામ કરતા તે નૃપતિને સુકૃતને વિષે જ રક્ત જાણુને ગુરૂ મહારાજ સત્યવાણીથી બેલ્યા: તે ધન્ય છે કે ઉત્તમ બુદ્ધિવાળા એવા તારી ધર્મને વિષે બુદ્ધિ છે! ૪૭૬ / કહ્યું છે કે
केचिद्भोजनभगिनिर्भरधियः केचित्पुरन्ध्रीपराः, केचिन्माल्यविलेपनैकरासिकाः केचिच्च गीतोत्सुकाः ॥ केचिद्युतकथामृगव्यमदिरानृत्यादि बद्धादराः,
केचिद्वाजिगजोलयानरसिका धन्यास्तु धर्म रताः ॥४७७॥ અર્થ -ઋદ્ધિ પ્રાપ્ત થયા પછી કેટલાકે વિવિધ પ્રકારનાં ભજનમાં નિર્ભર બુદ્ધિ બની જાય છે, કેટલાક સ્ત્રીઓમાં મુગ્ધ બની જાય છે, કેટલાક પુષ્પ અને વિલેપનમાં જ રચ્યા પચ્યા
૧ સમાધિથરમા x |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org