Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતૃસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૩૩ જતુઓને કદિપણ હણતા નથી તેઓ ધન્ય પુરૂષોમાં પણ શિરોમણિ છે, તેમ નિરપરાધી જંતુઓને હણવામાં સતત રક્ત એવા મને ધિકાર છે. તે ૩૩તેથી કઈક બીજા ઉપાયથી કેમ કરીને પણ જે હું નિર્વાહ ચલાવતો થઉં તે કરેલા સુકૃતને હણી નાખવાના સ્વભાવવાળી હિંસાને હું વિષવેલીની માફક તજી દઉં | ૩૪ દયા ધર્મનું ફલ જેણે આ લેકમાં પ્રત્યક્ષ જોયું! એ તે ભદ્રપ્રકૃતિવાન અને ભવિષ્યમાં પણ કલ્યાણુ હરિબલ, એવામાં એ પ્રમાણે ચિંતવે છે, તેવામાં શું બન્યું? તે હે ભાઈઓ! સાંભળે છે ૩૫ ને એક વખતે રાજમહેલના ગોખે બેઠેલી તે રાજપુત્રી વસંતશ્રીએ પહેલાં એક વાસુદેવના રૂપની શોભાવાળા હરિબલ નામના શ્રેષ્ઠી પુત્રને માર્ગે જોર દીઠે. ૩૬ો તે શ્રેષ્ઠીપુત્રને જોતાં ને વેંત તેની જોડેના પ્રેમ સમુદ્રમાં ડૂબી ગએલ વસંતશ્રી, તે શ્રેષ્ઠીપુત્રને મેળવવાના ઉપાય કરવા લાગી ! અને ભમરી જેમ કમલને જઈ મળે તેમ કેઈક રીતે કેઈક ઠેકાણે તે શ્રેષ્ઠીપુત્રને મળી પણ ખરી ! ૫ ૩૭ અને ભ્રમિત કરી નાખનારા ઔષધની જેમ તે ધૂર્તાએ સ્ત્રી સ્વભાવને સુલભ એવાં ચાલાકી પૂર્ણ પ્રિય વચને વડે તે શ્રેષ્ઠીપુત્રને ભ્રમિત બનાવી દીધા છે ૩૮ છે પરિણામે-સંકેત સ્થાને આવવું, દર જવું, પરણવું વિગેરે વસંતશ્રીએ તેને જે કાંઈ કહ્યું તે બધું જ તે શ્રેષ્ઠીપુત્ર હરિબલે રાજાના ભય વિગેરેને અવગણીને વિનિતની માફક સ્વીકાર્યું! I ૩૯ ૫ બંનેએ એ રીતે મળવાને માટે કરી રાખેલ સંકેતનું સ્થાન અને દિવસ, ભાગ્ય એ જ હતા કે જે દિવસે અને જે સ્થાને ચિંતાતુર હરિબલ માછી રાત રહ્યો હતે ! ૪૦ હવે તે છૂપાં કર્મો કરનારાઓને ઈરિછતની પ્રાપ્તિ કરી આપનારી રાત્રિ (પણ તે દિવસે) કે પ્રકારે આ બંનેની પ્રાર્થનાથી હોય તેમ અતિઘાર કાળી બની ! ! ૪૧ | સંકેત સ્થાને જવાની ઉત્કંઠાવાળો શ્રેષ્ઠીપુત્ર હરિબલ, તે રાત્રિને વિષે તયાર થઈને “મતિ ભાગ્યાનુસારિણી, એ યુક્તિ મુજબ” ચિંતવવા લાગ્યું કે “મધુનાસ્વિતિ.”-હમણું તે આ પ્રમાણે વર્તવા તૈયાર થયે છું; પરંતુ “ વેર દિં પુરતાક્રૂરતા? –કને માલુમ આગળ જતાં શું થશે? કદાચિત જે રાજા અપરાધી
તરીકે મને ઓળખી કાઢે, તે નક્કી યમરાજને સુપ્રત કરે. વણિક હરિબલને બદલે ૪૨-૪૩. એવી આશંકા ઉત્પન્ન થવાને લીધે જવાની ઈચ્છામાછી હરિબલને દેવ- વાળ હોવા છતાં તે વણિક હરિબલ “જમવાની ઈચ્છા છતાં જમી કલમાં રાજપુત્રીને શકે નહિ, તેમ” (કુંવરીએ આપેલ સંકેતસ્થાને) જઈ શકે - મિલાપ!!! નહિ ! અહો વણિક લેકેની બીક! | ૪૪ કહ્યું છે કે
स्त्रीजाती दाम्भिकता, भीलुकता भूयसी वणिग्जातौ ॥
__रोषः क्षत्रियजातौ, द्विजातिजातौ पुनर्लोभः ॥ ४५ ॥ અર્થ -સ્ત્રી જાતિને વિષે દાંભિકતા હોય છે, વણિક જાતિમાં પુષ્કળ ડરપકતા હેય છે, ક્ષત્રિય જાતિમાં રોષ હોય છે અને બ્રાહ્મણ જાતિમાં લભ હોય છે. આ ૪૫ બહુ આશંકારૂપ વ્યાધિથી વ્યાકુળ એવો માણસ ખરેખર, આવાં કાર્યમાં આ લોક સંબંધીનું પણ સ્વહિત ૧ વળી ૪. ૨ મર્નિયત ૪૫
૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org