Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧૪૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિતૃસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ મરણ પામી હેવાને દેખાવ કરીને પડી છે? અથવા તે કર્મની ગતિ કણ જાણે ૧૬૯૧૭૦ | સહેજ ખેદ અને વિસ્મયવાળા હરિબલે તત્કાલ ત્યાં તે બાલાને જોવાની જેમ તે બાલાનું જીવિત હોવાની માફક” ઉંચે લટકતા અમૃતથી ભરેલા એક તુંબડાને જોયું ! a૧૭૧ ત્યાર બાદ ઉત્તમ બુદ્ધિમાન અને દયાળુ એવા હરિબલે તે તુંબડામાં દેખેલ જળરૂપ પદાર્થને પાણીની બુદ્ધિએ આ અચેતન બાલાના આખા શરીરે છાંટયું! ખરેખર ઉત્તમ સ્વભાવ, પર હિત પરાયણ છે. # ૧૭૨ . તત્કાલ સૂઈને ઉઠી હેય તેમ તે બાલા ઉઠી અને બેસવાને માટે
વ્યવસ્થિત તૈયાર થઈ સામે હરિબલને જોઈને સ્નેહભરી વાણીવડે તે બાલા હરિબલને આ પ્રમાણે ખુશ કરવા લાગી:-“હે ઉત્તમ પુરૂષ! બીજાને ઉપકાર કરવારૂપ આ સારભૂત પ્રવૃત્તિ વડે તમારા ઊત્તમપણાને નિર્ણય કરું છું. તે પણ કહે-આપ કોણ છે? કયાં રહે છે ? અને અહિં શા કાજે આવ્યા છે?” . ૧૭૩-૧૭૪ / હરિબલે પણ કહ્યું “વિશાલપુરના મદનેવેગ નામના રાજાને સેવકેમાં અગ્રેસર અને અત્યંત માન્ય હું હરિબલ છું. n ૧૭૫ In | રાજાએ) લંકાના વિભિષણ નામના રાજાને આમંત્રણ આપવાને માટે મને મોકલે છે અને દેવના પ્રભાવથી મસ્યરૂપી વાહન ઉપર બેસીને અહિં આવ્યો છું. ૧૭૬ . હવે હે બાલા! તું તારું વૃત્તાંત પણ યથાવસ્થિત કહે.” એ પ્રમાણે હરિબલે કહ્યું તે જાણે પૂર્વના નેહથી જ હેય તેમ પરમ રોમાંચ અનુભવતી તે બાલાએ કહ્યું-“લંકાપતિના દેવમંદિરમાં પુષ્પ લાવવાનું કામ કરનાર પુષ્પબટુક નામે મારો પિતા છે, અને તે સ્વભાવે ક તેમજ દુષ્ટ કર્મ કરનાર છે. વિષધર નાગથી વિષહારિણી મણિની જેમ કુસુમની શેભા કરતાં સુકોમળ એવી કુસુમશ્રી નામે હું તે પુષ્પબટુકની પુત્રી છું: અહી સંસારની વિષમ રીતિ! ૧૭૭ થી ૭૭૯ (મને કે પતિ મળશે તે જાણવા સારૂ) એક દિવસે પિતાએ સામુદ્રિકશાસ્ત્રના જાણ એક નૈમિત્તિકને પૂછ્યું: નૈમિત્તિઓએ કહ્યું– સુલક્ષણવાળી આ કન્યાને ભક્તો પૃથ્વીને ભત્ત થશે!” | ૧૮૦ મે કહ્યું છે કે- જેના
પગ અને હાથ વિગેરેને વિષે) “કલશ, આસન, અશ્વ, રથ, શુભ લક્ષણના શ્રીવત્સ, યૂપ, બાણ, માલા, ચામર, કુંડલ, અંકુશ, યવ, વજ, સુંદર લાભ ભાલું, મત્સ્ય, વેદિકા, વીંજણ, શંખ અને છત્ર હોય તે પુરૂષ
રાજા થાય અને સ્ત્રીઓ રાણું થાય. / ૧૮૧ જે નારીના ભાલને વિષે ત્રિશુલ હોય તે સમસ્તનારીઓની સ્વામિની થાય. હસતાં ભાલને વિષે સ્વસ્તિક જણાય તે સ્ત્રી પણ સર્વસ્ત્રીઓની સ્વામિની થાય. તે ૧૮૨ / લલાટમાં અદશ્યપણે કે પ્રગટ પણ મસો હોય તે તે સ્ત્રી લક્ષમીવાન થાય, ડાબા ગાલ ઉપર મસે હોય તે રાણું થાય અને મિષ્ટાન્ન લેવાની બુદ્ધિવાળી થાય છે ૧૮૩ . અથવા હૃદયને વિષે લાલ જેવું ચિહ્ન હોય તો ધન ધાન્ય વિગેરેનાં સુખથી ભરપુર હોય. નાસિકાના અગ્રભાગે લાલ મસા હોય તે રાજમાતા અથવા રાણી થાય. તે ૧૮૪ ”
નૈમિત્તિકની એ પ્રમાણે વાત સાંભળીને મારે તે મેંઢા જે પિતા, રાજ્યના લેભથી મને પરણવાને ઈ છે છે! ઉન્માર્ગે જ જવામાં તત્પર એવા લોભાંધને ધિક્કાર છે: ૧૮પાક ४छ । रनिधा दीहंधा जचंधा माणमायकोवंधा । कामंधा लोहंधा इमे कमेण विसेसंधा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org