Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદરા ટીકાના સરલ અનુવાદ
અર્થ :–જે મૂઢ આત્મા, અન્ય જીવાને વિષે મિથ્યાત્વ પેદા કરે છે; તે મૂઢ આત્મા, તે ( પરને મિથ્યાત્વ પમાડનારા) કારણથી બેાધિ-સમ્યક્ત્વ પામતા નથી: એ પુમાણે શ્રી જિનેશ્વર ભગવંતે કહ્યું છે. ॥ ૧॥ અને રાવણુ, કૃષ્ણ વિગેરેએ જ્યારે કોઈ વિદ્યાદેવી વિગેરેનું આરાધન કર્યું. ત્યારે પણ તે તે વખતે ઇતરમાં કરતાં શ્રી અરિહંત ધર્મના પ્રભાવ ઘણા હતા તેમ જ ‘તેઓ જે તેવાં આરાધન કરે છે તે અપવાદ રૂપે છે' એમ સÖને પ્રતીતિ હતી. તેથી તે વખતે પણ તે તે મહાપુરૂષાનું એ સંબંધમાં આલંબન લેવું ઉચિત મનાયું નથી, કહ્યું છે કે:——
૧૧૦
जाणिज्ज मिच्छदिट्ठी जे पडणालंबणाइ घिप्पंति । जे पुण सम्मदिट्ठी, तेसि पुणो चडइ पयडीए ॥ १ ॥
અર્થ :-જે નખળાં આલખના ગ્રહણ કરે છે તે મિથ્યાષ્ટિ જાણવા, અને તેઓમાં જે સ્વાભાવિક રીતે ચઢતાં આલંબને લે છે તે સમ્યગદષ્ટિ જાણવા. ॥ ૧ ॥ શ્રી આવશ્યક સૂત્રની નિયુક્તિમાં ચૌદ પૂર્વધર ભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામીએ પણ કહ્યું છે કે શ્રાવક, પહેલાં જમિથ્યાત્વથી પાછે ફરીને સમ્યક્ત્વ ગ્રહણ કરે છે ત્યારથી નક્કી કરે છે કે રાજાભિયાગગણાભિયાગ—મલાભિયોગ-દેવતાભિયાગ-ગુરૂનિગ્રહ અને વૃત્તિકતાર, એ છ આગાર તને' આજથી અન્યદર્શીની, તેમના દેવા કે તેમણે ગ્રહણ કરેલ અરિહંત પ્રભુની પ્રતિમાઓને વંદન નમસ્કાર નહિ કરૂં, તેઓએ ખેાલાવ્યા વિના તેએ સાથે આલાપ સ’લાપ કરવાનું મને કલ્પતું નથી. અને તેને અન્ન-પાણી-ખાદિમ કે સ્વાદિમ આપવું અપાવવું વિગેરે મને કાંઈ જ કલ્પતું નથી. ’
શા :-સમ્યક્ત્વ ઉચ્ચરતાં શ્રાવક જજે તેવી કબુલાતમાં આવી જાય છે, તા તા શ્રાવકે બ્રહ્માદિકને અશન વિગેરે કાંઈ આપવું જ નહિ, એમ નક્કી થાય છે. અને એમ નક્કી થાય એટલે તા ઘણા કાળથી રૂઢ થએલ દાનધર્મોના પણ નિષેધ થતા હોવાથી તેમાં લેાક વિરૂદ્ધપણું અને ધર્મની અપભ્રાજના વિગેરે દોષ કેમ નહિ ?
સમાધાન:-( સમ્યક્ત્વ ઉચ્ચરતી વખતે શ્રાવક વડે કરાતી તે કબુલાતમાં તેઓને અશનાદિ સÖથા ન દેવું તેમ નથી, પરંતુ) તેને પાત્રબુદ્ધિએ અશનાદિ ન જ આપવું. તથા શ્રી અરિહંત ભગવંતે દયાથી અપાતા ઔચિત્યાદિ દાનને તે કાઇપણ સ્થળે નિષેધ કરેલ નથી. શ્રી રાજપ્રશ્નીય નામનાં ઉપાંગ સૂત્રમાં કહ્યું છે કે- માળે તુમ્ પલ્લી! પુત્રં માળપ્રે માંવત્તા વચ્છા બળન્ને વિજ્ઞાનિ' અથઃ-( પ્રદેશી રાજાએ શ્રી અરિહંત પ્રભુના ધર્મના નવે સ્વીકાર ક્યો પછી તેને અપાતી શિક્ષામાં કેશી ભગવંત કહે છે કે-) હે પ્રદેશી ! તું પહેલાં ખીજાઓને દાન આપનારા થઇને હવે શ્રી જિનધર્મ પામ્યા હેાવાને લીધે તેઓને દાન નહિ દેવાનું મનમાં લાવીશ નહિ; કારણ કે-તેમાં અમને દાનાંતરાયના અને શ્રી જિનધની અપભ્રાજના થવાના દોષ લાગે છે. (તે સૂત્રના આ અર્થ શ્રી મલયગિરિજી મહારાજે આવશ્યક વ્રુત્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org