Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત સત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૯ ક્રિયા કરવી, ૩-બ્રાહ્મણ વિગેરે પાસે કથા સાંભળવી, ૪-બ્રાહ્મણ વિગેરેને ગાય-તલ-તેલ આદિનું દાન કરવું. અને તેઓનું બહુમાન વિગેરે કરવા તેઓને ઘેર જવું-આવવું વિગેરે કરવું. આ લૌકિક ગુરૂગત મિથ્યાત્વ છે.
૩. લોકેત્તર દેવગત મિથ્યાત્વ:–અન્ય દર્શનીઓએ સંગ્રહેલ જિનપ્રતિમાને પૂજાવંદન વિગેરે કરવું, ચમત્કારી તરીકે પ્રસિદ્ધ હોય તેવી શ્રી શાંતિનાથ શ્રી પાર્શ્વનાથ આદિ ભગવંતેની પ્રતિમાઓની આ લેકનાં સુખને અર્થે યાત્રા-પૂજા-કરવી, બાધાઓ રાખવી, માનતાઓ કરવી, તે લેકોત્તર દેવગત મિથ્યાત્વ છે.
૪, લોકેત્તર ગુરૂગત મિથ્યાત્વ-જન મુનિના વેષમાં રહેલા પાસ થાઓ, ચારિત્રના પરિણામથી ખસેલાઓ વિગેરેને ગુરૂપણની બુદ્ધિએ વંદનાદિ કરવું, તથા ગુરૂમહારાજના સ્તૂપ વિગેરેની આ લેકનાં સુખને અર્થે યાત્રા-પૂજા-આખડી વિગેરે કરવું, એ સર્વ લેકત્તર ગુરૂગત મિથ્યાત્વ છે.
રાં-જેમ વ્યાધિનો ઉપાય કરાવવા વૈદ્ય વિગેરેનું ધન-ભજન-વસ્ત્રાદિકથી બહુમાન કરીએ છીએ, તેમ પ્રભાવક જણાતા યક્ષ યક્ષિણી વિગેરે દેવદેવીઓનું આ લેકનાં સુખને અર્થે પૂજા વિગેરે કરવામાં શું દેષ? મિથ્યાત્વ તો ત્યારે લાગે કે-“આ યક્ષ યક્ષિણી એક્ષપ્રદ છે” એવી તેઓ પ્રતિ દેવત્વબુદ્ધિ ધરાવીને તેનું આરાધન કરવામાં આવ્યું હોય: કહ્યું छे 8-अदेवे देवबुद्धिर्या, गुरुधीरगुरौ च या । अधर्मे धमेबुद्धिश्व, मिथ्यात्वं तद्विपर्ययात् ॥१॥ અર્થ:–અદેવમાં જે દેવબુદ્ધિ, અગુરૂમાં જે ગુરૂબુદ્ધિ, અને અધર્મમાં જે ધર્મબુદ્ધિ, તે ઉલટું હવાથી મિથ્યાત્વ છે. a૧ વળી સંભળાય છે કે વિશુદ્ધ અને દઢ સમ્યક્ત્વવાન એવા શ્રી રાવણ-કૃષ્ણ-શ્રેણિક-અભયકુમાર વિગેરેએ શત્રુને જય કરવા, પુત્ર મેળવવા વિગેરે એહિકઆ લેકનાં કાર્ય માટે વિદ્યાદેવી વિગેરેનું આરાધન કર્યું છે. તેથી આ લેકનાં કાર્યની સિદ્ધિને માટે યક્ષ વિગેરેનું આરાધન કરવામાં આવે તો પણ તેમાં મિથ્યાત્વ કેમ?
સમાધાન –તમારું કહેવું ઠીક છે, તાત્વિક રીતે તે અદેવનું દેવપણાની બુદ્ધિએ આરાધન કરે તે જ મિથ્યાત્વ છે. તે પણ યક્ષ આદિ દેવદેવીઓની આરાધના આ લેકનાં કાર્ય માટે પણ શ્રાવકે વર્જવા યોગ્ય છે. કારણકે-તેમાં કુદેવને પ્રસંગ થ વિગેરે અનેક દેને સંભવ છે. વળી ઘણું કરીને છે, મંદ-મુગ્ધ અને વક્ર હોય: તેમાં પણ આ કાળમાં તે તેવા જી વિશેષ છે. તેઓ એમ વિચારે કે-જે આવા વિશુદ્ધ સમ્યક્ત્વવાનું શ્રાવકો પણ યક્ષ વિગેરે દેવદેવીઓનું આરાધન કરે છે, તે જરૂર આ યક્ષ-યક્ષિણી વિગેરેને પણ મોક્ષને આપવાવાળા દેવ તરીકે માનીને સમ્યફ પ્રકારે આરાધવા, ઈત્યાદિ પરંપરાએ મિથ્યાત્વની વૃદ્ધિ અને મિથ્યાત્વને દઢ કરવાને પ્રસંગ આવે છે. અને તેથી આ લોકનાં ફલને માટે જ યક્ષાદિ દેવદેવીઓનું આરાધન કરનારને પણ પરલોકમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ દુર્લભ થાય છે. કહ્યું છે કે -
अन्नेसि सत्ताणं मिच्छतं जो जणेइ मूढप्पा ।
सो तेण निमित्तेणं, न लहइ बोहिं जिगाभिहिकं ॥१॥ ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org