Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શારિણ-૧ કિની આ છે સરલ અનુવાદ ૧૦૭ એ રીતે મહાન કષ્ટ સમ્યક્ત્વ પામ્યા પછી પણ (આવતી ચોવીશીના પહેલા) શ્રી પદ્મનાભ તીર્થંકરનાં તીર્થમાં મોક્ષ પામીશ.” એ પ્રમાણે ચોથો ઢિાબર સાતવાર.
૫ર્જિાસ્તવ મતિવાર છે તથા કુલિંગીઓને વિષે અથવા તો કુલિંગની સાથે સંવાસ-ભેજન–આલાપ વિગેરે પરિચય, તે કુલિંગસંસ્તવ નામે પાંચમે અતિચાર છે. કારણ કેતેમની સાથે એકત્રવાસ આદિ પરિચય રાખવામાં તેમના ધર્મને સુખે સાધી શકાય તેવા આચાર સાંભળવાથી અને સુખે સાધી શકાય તેવી ક્રિયાઓ દેખવાથી દઢ સમ્યકત્વવાનને પણ દ્રષ્ટિભેદ થવો સંભવિત છે, તે પછી ન ધર્મ પામેલ મંદબુદ્ધિવાળે જવ ધર્મભ્રષ્ટ થાય તેમાં આશ્ચર્ય શું? માટે કુદષ્ટિએ તે તે પરિચય કરે તે પણ સમ્યક્ત્વને દોષ છે. ઉપલક્ષણથી પિતાના ધર્મમાં જે નિર્ત હોય તેઓની પ્રશંસા અને પરિચય પણ સમ્યફવને વિષે અતિચારદેષરૂપ છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે
अम्बस्स य निम्बस्त य, दुण्हपि समागयाई मूलाई । संसग्गीइ विणहो, अम्बो निम्बत्तणं पत्तो ॥ १ ॥ जो जारिसेण मित्तिं, करेइ अचिरेण तारिसो होइ ।
कुसुमेहिं सह वसंता, तिला वि तगंधिा हुंति ॥ २॥ અર્થ :-આંબા અને લીમડાના મૂળ જમીનમાં ભેગા થાય, તેમાં લીમડાના સંસર્ગથી આંબે લીમડાપણું પામીને નાશ પામ્યો ! ૧ જે જેવાની સંગતિ કરે તે તત્કાળ તેવો થાય. જેમકે-પુષ્પની સાથે રહેલા તલ પણ તે પુષ્પોની ગંધવાળા થઈ જાય છે. ૨
સંસર્ગના દેષ સંબંધી શંકા અને સમાધાન. ફા-દેષ પ્રાપ્ત થવામાં જો તમે સંસર્ગને પ્રમાણ માને છે, તો) અલ૫મૂલ્યવાળા લેખાતા કાચના મણકા (પારા)થી મિશ્રિત થયેલ વૈડુયરત્ન, તે કાચના મણકાઓની સાથે દીર્ઘકાળ સુધી રહેવા છતાં પણ પિતાના પ્રાધાન્ય ગુણ વડે કાચના ભાવને ધારણ કરતું નથી. ( ૧ તેમ જ શેલડીના વાઢમાં થતું (કલમ કરવામાં આવે છે તે) બરૂનું રાડું, શેલડી સાથે દીર્ઘકાળ સુધી રહેતું હોવા છતાં પણ મધુર થતું નથી, તેનું કેમ? ૨ . કવિએ પણ કહે છે કે-આત્મા, જાતિ વડે જ સજજન કે દુર્જન કહેવડાવે છે, પરંતુ કેઈને પણ સંસમાંથી દુર્જનતા કે સજજનતા પ્રાપ્ત થતી નથી. જેમ સાથે જન્મતા સર્પ અને તેના મણિને સમાન સંબંધ હોવા
१ कुत्सितकाचमणयः काचमणिकाः तैरुत्प्राबल्येन मिश्रः (वैडुर्यः) काचमणिकान्मिश्रः नोपैति न याति काचમાર્વ-વધર્મ, પરિમwnળન નિનાશ્મન [ આવરૂા. ૩ અધ્યાયઃ] ૨ પ્રથમ વાત તો એ છે કે-લીમ અને અબાનાં મૂળ જમીનમાં ભેગા થાય છે તેમાં આંબો, લીમડાપણુ પામે છે. લીંબડે આંબાપણું પામતા નથી. કારણ નબળે સંસર્ગ જ જોરદાર હોય છે. બીજી વાત એ છે કે-શેલડી અને બરનાં મૂળ જમીનમાં ભેગાં થતાં નથી, એટલે પણ આંબે જેમ લીમડાપણું પામે છે, તેમ બર શેલડીપણું પામતું નથી-મધુર થતું નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org