Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૮ શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ નહિ આવી શકવામાં ઉપરોક્ત કારણે હેવાનું નહિ જાણનારા મુગ્ધબુદ્ધિજને, એ પ્રમાણે તત્વ વિચારતા નથી, અને ફળમાં નકામાં સંદેડ કરે છે. માટે એ પ્રકારની સંદેહરૂપ વિચિકિત્સા-જુગુપ્સા પણું ભગવંતના વચનમાં અવિશ્વાસરૂપ હોવાથી સમ્યક્ત્વને દૂષિત કરે છે. [ ક–પ્રથમ જે “શંકા' નામનો પહેલે અતિચાર જણાવ્યું તે પણ સંદેહરૂપ છે અને આ વિચિકિત્સા નામને ત્રીજો અતિચાર પણ સદેહરૂપ છે ! તે શંકા કરતાં વિચિકિત્સામાં વિશેષ શું? સમાધાન:-“શંકા ” એ આત્મરૂપ દ્રવ્ય અને દર્શનરૂપ ગુણ સંબંધી છે, અને વિચિકિત્સા તે ધર્મની ક્રિયા સંબંધી જ છે. ]
ધર્મારાધનથી કષ્ટ હોય જ નહિ વળી કઈ અત્યંત વિપરીત મતિવાળો જીવ (તપ વિગેરેમાંના) કેઈ પણ સદુધર્મને આરાધતે હોવા છતાં પણ પૂર્વનાં દુષ્કર્મવશાત કેઈ કાર્યમાં સંકટ આવે એટલે “ધર્મ કરવાથી આ કષ્ટ આવી પડયું” એમ વિચારે અથવા બેલે, તે માણસ ધર્મને સ્વરૂપને જ જાણતો નહિ હોવાથી તેને અન્યની જેમ સમ્યગ્દર્શન જ કયાંથી હોય? અમૃતથી કેઈનું મરણ થવું ઘટતું જ નથી. અથવા જલમાંથી અગ્નિનું ઉઠવું, સૂર્યથી અંધકારનું ફેલાવું, ચંદ્રમાંથી અગ્નિના કણીયાનું વરસવું, કલ્પવૃક્ષ આદિથી દારિદ્યતાનો ઉપદ્રવ થવો કે અગ્નિથી શીત-ઠંડીને ઉપદ્રવ થે એ વિગેરે કદિ ઘટતું જ નથી. છતાં પણ માને કે-કદાચિત અમૃત આદિથી પણ મરણાદિ થાય, પરંતુ ધર્મકૃત્યથી દુઃખની પ્રાપ્તિ તે ક૯પાને પણ થઈ નથી, થતી નથી અને થવાની નથી. વળી કોઈને પણ આળ દેવું તે મહાદેષને માટે થાય છે, તે પછી ત્રણેય લેકમાં અતિશયવાળા સર્વ કલ્યાણનાં પરમકારણભૂત ધર્મને તેવું આળ દેવું તેમાં જે મહાદોષ લાગે, તેની ભીષણતાની વાત જ શું? આથી ધર્મનિન્દાના આદરવાળા તથા બીજાઓનું બોધિબીજ-સમ્યક્ત્વ હણી નાખનારા તે દુર્લભધિ એવા અનંતસંસારી જીવનું આ લેકમાં અને પરલોકમાં કલ્યાણ કયાંથી હોય? કહ્યું છે કે
न निमित्तद्विषां क्षेमो नायुवैद्यकविद्विषाम् ।
न श्रीनीतिद्विपामेक-मपिधर्मद्विषां न हि ॥ १ ॥ અર્થ -અષ્ટાંગનિમિત્ત તથા શકુન, તિષ વિગેરેને વેષ કરનારને કુશળ ક્ષેમ ન હોય, વૈદકનો દ્વેષ કરનારને આયુષ્યની સલામતી ન હોય, નીતિ-ન્યાયના શ્રેષને લક્ષમી ન હોય, (અર્થાત તેઓને તે એકેક વસ્તુ જ ન હોય, પરંતુ ધર્મદ્રષીને તે તે ત્રણમાંથી એક પણ વસ્તુ ન હોય. / ૧ /
પાસુક જળને આળ દેનાર રજાજાસાથ્વીનું દૃષ્ટાંત આ સંબંધમાં શ્રી મહાનિશીથસૂત્રમાં રજાજાસાક્વીનું છત છે કે-શ્રી ભદ્ર નામના આચાર્યને ૫૦૦ સાધુ અને ૧૨૦૦ સાધ્વીને પરિવાર હતા. તેના ગ૭માં કાંજીનું પાણી, ઓસામણ અને ત્રણ ઉકાળાનું પાણ: એમ ત્રણ પ્રકારનાં પાણી સિવાય (૨૨ પ્રકારનાં જળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org