Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૯૭ માંથી) બીજું એક પણ પ્રકારનું જળ કઈ વાપરતું નહિ. પૂર્વકના દોષથી રજા નામના એક સાધ્વીજીને ગલકોઢ થવાને લીધે શરીર કુત્સિત-ખરાબ થઈ ગયું. (આ જોઈને લાગણી પ્રધાન એવા) બીજા સાધ્વીજીઓએ રાજાને પૂછ્યું-“હે દુષ્કર ચારિત્રવતી ! તમને આ શું થયું?” રાજાએ કહ્યું-“આ ઉષ્ણ જળ પીવાથી મારી કાયા બગડી ગઈ !” રજજાની આ વાત સાંભળતાંની સાથે જ એક સિવાય સર્વ સાધ્વીજીઓનું મન “આપણે ઉણુ જળ પીવું જ નહિ, એમ ઉષ્ણ જળ પ્રતિ” અશ્રદ્ધિત બની ગયું! તેમાંના એક સાધ્વીજીએ ધાર્યું કે“જે ઉષ્ણ જળથી શરીર બગડી જતું હોય તે મારે દેહ હમણાં જ કપાઈ કપાઈને પડી જાવ, પરંતુ હું તો પ્રાસુક જળને નહિ જ તળું. અર્થાત્ ઉષ્ણ જળથી આમ શરીર બગડતું નથી, પરંતુ પૂર્વનાં કઈ દુષ્કર્મના દેષથી જ દેહને વિકાર થાય છે. હા! ધિકાર છે કેઆ મહાપાપી (રજજા) સાધ્વીએ કેમ કરીને એવા પ્રકારનું અગ્ય અને આવા વાકય ઉચ્ચાયું? કારણ કે –
किं केण कस्स दिजइ, विहिअं को हरइ हीरए कस्स ।
सयपप्पणा विढत्तं, अल्लियइ सुहपि दुक्खंपि ॥१॥ અર્થ :- કેને શું આપે છે? વિહિત હોય તે કોણ હરી શકે છે? કોનું કોણ હરાવી શકે છે? આત્માએ પિતે કર્યું હોય-ઉપાજવું હોય તે જ સુખ કે દુઃખને આત્મા પામે છે. in ૧ ઇત્યાદિ ભાવના ભાવતાં તે શુદ્ધ ભાવનાવાળા સાધ્વીજીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું ! અને તેમણે પ્રાસુક જળ વિષે સંદેહમાં પડેલા સર્વ સાધ્વીજીઓને સંદેહ દૂર કરતાં કહ્યું કેરક્તપિત્તના દેષથી દૂષિત એવી આ રાજાસાધ્વીએ કલિક મિશ્રિત (કરોળીયે પડેલ) સ્નિગ્ધ આહાર કર્યો અને શ્રાવકના પુત્રનું કાચા જળ વડે મુખ પ્રક્ષાલન કર્યું, તેથી રોષ પામેલી શાસનદેવીએ રજજુના આહારમાં તેનું ચૂર્ણ નાખ્યું હોવાને લીધે તેનું શરીર બગડયું છે, પ્રાસુક જળ વડે બગડ્યું નથી. કેવલી ભગવંતની આ સત્ય બીના સાંભળીને રજજાએ કહ્યું“હે ભગવતિ ! મને પ્રાયશ્ચિત આપો.” કેવલી ભગવંતે કહ્યું-“તારી શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત જ નથી. તે તેવા પ્રકારનાં દુર્વચને વડે ઉપાર્જેલ નિકાચિત કર્મને લીધે તારે કઢ-ભગંદરજલદર-દમ-ખાંસી-હરસ-મસા-ગંડમાળ આદિ અનેક વ્યાધિઓનું મહાન દુઃખ, અનંતા ભો કરીને ભોગવવું રહે છે!' બીજા દરેક સાધ્વીજીઓને કેવલી ભગવતે પ્રાયશ્ચિત્ત આવું. એ પ્રમાણે ભગવંત પ્રરૂપિત માર્ગની વિરૂદ્ધ પ્રરૂપણ કરવામાં દુખે કરીને અંત પામી શકાય તે ભયંકર દોષ હોવાનું જાણીને ધર્મવિરૂદ્ધ વચન સર્વથા તજી દેવાયેગ્ય છે. [ આ અત્યંત વિપરીત મતિવાળા મિથ્યાત્વી જીવની સ્થિતિનું સ્વરૂપ જણાવ્યું.].
વિચિકિત્સા ઉપર આષાઢાભૂતિ આચાર્યનું દષ્ટાંત, વળી વિચિકિત્સા સંબંધમાં આષાઢાભૂતિ આચાર્યનું દષ્ટાંત છે, અને તે આ પ્રમાણેઘણુ શિષ્યને અણસણ વખતે નીયપના-આરાધના કરાવનાર આચાર્ય મહારાજ શ્રી આષાઢાભૂતિએ પિતાના એક શિષ્યને સમ્યક્ પ્રકારે નિયપના કરાવી અને તેની જોડે અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org