Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિની આદશ ટકા સરલ અનુવાદ છે? - શ્રીકાંતા અને શ્રીદતા નામની પોતાની તે બંને શોક્યના જયકુમાર અને વિજયકુમારને વિષે ગુણોને ઉત્કર્ષ તેમજ પ્રજાને અત્યંત રાગ જોઈને ઈર્ષાથી ધમધમી રહેલી હવાને લીધે દુખે જોઈ શકાય એવી ઈર્ષ્યાળુ તે શ્રીમતી રાણી ચિતવવા લાગી કે-પરસ્પર એકરૂપે
રહેનારા અને રાજા-પ્રજા વિગેરે સર્વને માન્ય એવા જય અને વિજયકુમારને આ જયકુમાર અને વિજયકુમાર હયાત છે ત્યાં સુધી હણવા માટે શ્રીમતીની કુટિલ નક્કી છે કે-દાસીપુત્રની જેમ મારા પુત્રને રાજ્ય તે પરિત્રાજિકા દ્વારા ખટપટ, નહિ પણ રાજ્યની આશા પણ કયાંથી હોય?I ૧૧-૧૨ા
માટે પુત્રના ભવિષ્યનું કાંઈક હિત કરૂં એ પ્રમાણે વિચારીને તે કાર્યને માટે શ્રીમતીએ એક કપટી એવી પરિવાજિકાને અનુકૂળ કરી લીધી. છે ૧૩ શ્રીમતીએ બતાવેલી યુક્તિ મુજબ તે કુટિલ પરિવ્રાજિકાએ સિદ્ધ કરેલી ચેટક નામની વિદ્યાની શક્તિ વડે તે ધર્મ નામના રાજાને સ્વમની અંદર રાજ્યની અધિષ્ઠાયિકા દેવીના નામે સ્વમ આપ્યું કે ૧૪. હે રાજન્ ! નવા ઉત્પન્ન થયેલા ની જેમ દુઃખે કરીને જીતી શકાય એવા તારા આ જય અને વિજય નામના બંને કુમારે તને ટૂંક અવસરમાં જ હણી નાખીને રાજ્ય લેવાની ઈચ્છામાં વત્તે છે, તેથી કરીને તે બંને કુમારને પિતાના પુત્ર હોવા છતાં પણ તત્કાળ નાશ કરવાને લાયક જાણવા. શરીરમાં પડેલાં બે ભયંકર ઘારાની જેમ પોતાના જ ઘાતક એવા તે બંને પર દયા ચિંતવવાની શું હોય? I ૧૫-૧૬ આ રાજ્ય પરના જૂના વખતના અત્યંત રાગને લીધે તારા માટે હિતકારી એવી આ રાજ્યની હું પ્રથમ દેવી છું જેથી આ હિતકારી બીના તને કહું છું. હવે તને ઉચિત લાગે તેમ કર. / ૧૭ આ સ્વમથી રાજા જાગ્યો એટલે શ્રીમતીએ આવીને “સ્વામીનાથ! મને આજે કુલદેવીએ સ્વપ્રમાં કહ્યું કે આ જય અને વિજય બને કુમારે રાજાને જલદી હણું નાખીને રાજ્ય લેવા ઈચ્છે છે, માટે રાજાના હિત માટે તે બંનેને નાશ કરી નાખવે હિતાવહ છે. પિતાના પુત્ર જાણીને દયા કરવા જેવું નથી. પોતાના ઘાતકને વિષે દયા કેવી?” વિગેરે રાજાને આવેલ સ્વમ પ્રમાણે જ પિતાને સ્વમ આવ્યું હોવાની વાત રાજાને જણાવી. શાસ્ત્રકાર કહે છે કે-અહે! દંભની બુદ્ધિ તે જુઓ: ૧૮ તે સ્વમ બાબત સમાનવાદથી–રાજાને આવેલ સ્વમ પ્રમાણે જ રાણીનું બોલવું થવાથી ઉત્પન્ન થયો છે અત્યંત વિવાદ જેને એ તે રાજા ચિત્તને વિષે ઉત્તમ પુરુષને ઉચિત એવા વિચારે વડે ચિતરવા લાગે-જે અત્યંત ઉત્તમતાએ સહિત એવા આ કુમારેથી “સૂર્ય અને ચંદ્રથી અંધ કરે તેવા અંધકારના ઉદયની જેવું” રાજ્યની ઈચ્છાએ પોતાના પિતાને હણી નાખવાનું અધમ કૃત્ય કેમ સંભવે? તેમજ આત-હિતકારી મહાત્માઓના વાક્યની જેમ દેવીએ આપેલું સ્વમ પણ મિથ્યા ન જ હાય ! તેથી કરીને હા! ખેદની વાત છે કેમારે અહિં કરવું શું? અથવા તે મારા જ પુત્રોને હું પિતે કેમ કરીને હણું ? વિષવૃક્ષને પણ સમ્યક્ પ્રકારે ઉછેર્યો પછી છેદી નાંખવું તે સજજનેને ઘટતું નથી, તે પછી આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org