Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૫૪
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આદર ટીકાને સરલ અનુવાલ
પ્રયોગ કરું તે સમજાતું નથી કે કયા હેતુથી આ ઔષધિ વડે અલ્પષ પણ કેમ નાશ પામતો નથી? માટે હે મહાત્મન ! આમ્નાયના જે તમે જાણે છે તે ઔષધીના ગુણ અને આખાય કહે, ૧૫૮ છે આ વાતચીત ઉપરથી અમારી આ ઔષધિને આ પિતે જ ચોર છે' એમ નકકી કરીને કોપયુક્ત હદયવાળા કુમારે તે અવધૂતને કહ્યું- હે અનાર્ય ! કોઈની ચોરેલી દિવ્યવસ્તુ કયાંથી ફળે? કેવી રીતે ફળ આપે ? અથત એ રીતે ઊઠાવેલી દિવ્ય વરતુ પાસેથી ઈચ્છિત કામ લેવાને કઈ વિધિ જ નથી. જે ૧૫૯ છે ચેરી જ ક્રૂર આશયવાળી હોય છે અને તેથી તે સ્વરૂપવાળી ચોરી પણ આ લોકમાં અને પરલોકમાં અનર્થદાયી જે નીવડે છે, તે તે ચેરી જે વિશ્વાસઘાત કરવા પૂર્વક કરવામાં આવેલી હોય પછી તો તેથી કેવા કેવા અનર્થોનાં ભાજન થવું પડે તેની તુલના કેણ કરી શકે? તેનાં ફળની કેની સાથે ઘટના કરી બતાવાય? | ૧૨૦ છે હે ધૂર્ત ! આ રીતે જેમ તેં મને ઠગે તેમ જગતને પણ ઠગતો જ હઈશ ! પરંતુ તે પાપી ! તું નક્કી કયાંય પણ તારાં આવાં પાપનું ફળ જ૮િ પામીશ. ૧૬૧ છે આ પ્રમાણે જયકુમારનાં વચન સાંભળતાંની સાથે જ તુચ્છ કારના ટુકડાની જેમ તે ઔષધિને જમીન પર ફેંકી દઈને તે અવધૂત, મરણની અણી પર દેહમાંથી જીવ નાચે તેવી ઝડપે ત્યાંથી નાઠે ! આમ બનવાનું કારણ એ છે કે-દોષ જ એવી વસ્તુ છે કે-દેષ કરનારને સપડાવાનો પ્રસંગ આવે ત્યારે તે પોતે ધ્રુજી ઉઠે છે. ૧૬૨ મા આ હાલતે નાસતા ધૂર્તને પકડીને શિક્ષા કરવા જયકુમાર સમર્થ છે, તે પણ ગયેલી વસ્તુ પાછી મળવાને લીધે પિતાને કૃતાર્થ માનતે હોવાથી પાપી માણસ તેના પાપથી જ પાકશે' એ દષ્ટિએ તે ધૂર્તની પાછળ ન પડ્યો-ઉપેક્ષા કરી ! | ૧૬૩ || જેમ રેગી માણસ આરામ કરનારા ઉગ્ર ઔષધને લેતી વખતે પ્રથમ તો કષ્ટ પામે છે, છતાં પણ જ્યારે તે ઔષધથી જ પિતાને આરામ થયે જાણે છે ત્યારે તે પ્રથમ કલેશ આપનારા તે ઔષધની અનુમોદના કરે છે ! તેમ આ જ્યકુમારને પણ પહેલાં આવા પ્રવાસે, અરણ્યવાસ રૂપ કલેશ સહેવો વિગેરે કષ્ટ પડયું હોવા છતાં “એ પ્રમાણે બન્યું તે જ પાછળથી આ રીતે જંગલમાં પણ પિતાના સ્વાથેની સિદ્ધિ થવા રૂપ સુખ થયું હોવાથી, જ્યકુમાર તે પ્રવાસ અને અરણ્યવાસ વિગેરે -કણને અનુમોદવા લાગ્ય-પ્રશંસવા લાગ્યા. ! | ૧૬૪ ||
જયકુમારનું ભેળપુરીમાં આગમન અને ત્યાંની રાજપુત્રી જોડે પાણિગ્રહણ! " કઈ એક વખતે તે કુડળ માટે અત્યંત શ્યામવર્ણવાળું વામન-ઠીંગણું રૂપ ધારણ કરીને જયકુમાર ભગવતી નામની પાતાળ નગરીની સરખી ભેગેએ કરીને સમૃદ્ધ એવી ભેગાપુરી નામની નગરીમાં આવ્યું. ૬૫ એ નગરીમાં વૈભવ વડે વિદ્યાધરના ઈન્દ્રસમાન સુભગ નામને રાજા હતા. એ રાજાને વિશ્વનું જાણે સૌભાગ્ય હેય નહિ, તેવી જોગવતી નામે Rણી હતી અને સુભેગા નામે એક પુત્રી હતી. તે ૧૬૬ (આ નગરીમાં વામનરૂપે આવતાની સાથે તેનું તેવું વિચિત્ર રૂપ જોઈને) માખીઓ વડે મધપુડો વીંટાઈ વળે તેમ કૌતુકથી ૧ તિ વત્તા ૪ ૨ માવતી *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org