Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વકિસૂત્રની આઠ ટીકાને સરલ અનુવાદ ૭૨ થઈ ગયેલ રાજા પણ વિનીત આત્મા ગુરુનું વચન માને તેમ તે અવધૂતનું વચન માનવા લાગે. ૩૨૫ ધર્મચર્ચાને વિષે આદરવાળા રાજાને તે અવધૂત, કઈ વખતે નિગદ આદિ સૂમ બાબતમાં અત્યંત સંદેહ દેખાડવા લાગ્યા. જે ૩૨૬ તત્ત્વને પ્રકાશ કરવામાં કુશળ એવા રાજાએ પણ હાથી વૃક્ષને જેમ જલદી ઉખેડી નાખે તેમ તે તે દરેક સંદેહને યુક્તિરૂપી સુંઢવડે મૂળમાંથી ઉખેડી નાખ્યા! ૩ર૭ છે તેથી (જિનવચન તે પિતાને માન્ય છે, એમ પ્રભુવચનમાં આથી દેખાડવા લાગીને વિજય રાજાને સમ્યત્વથી ચલિત કરવાને બીજે માર્ગ હાથ ધરતાં) અવધૂતે કહ્યું “હે રાજન! શ્રી સર્વએ સુભાષિત એવો ધર્મ, અહે! કે સુંદર સુખ આપનાર અને કર્મના મર્મને હણનારે છે? પરંતુ ખની ધાર પર ચાલવા જે તે કઠીન ધર્મ, બરાબર કોણ પાળી શકે છે?” રાજાએ પણ કહ્યું–મહામુનિઓ તે ધર્મ પાળે છે. આ ૩૨૮-૩૨૯ + અવધૂતે માથું હલાવીને રાજાને કહ્યું–‘એ તે મુનિઓને ધર્માડંબર જ છે. તેઓનું અંતર કેણ જાણે છે કે-કેવી સ્થિતિવાળું છે?” I ૩૩૦ રાજાએ કહ્યું- હા ! ખેદની વાત છે કે હું ભાગ્યશાળી! તું આવું વિપરીત કેમ બેલે છે? અરિહંત પ્રભુનાં વચનોની જેમ અરિહંત ભગવંતના મુનિઓના પણ આચાર અને અંતરમાં કદિપણ વિસંવાદ હેતે. નથી.” I ૩૩૧ મે અવધૂતે કહ્યું- જૈન સાધુઓમાં આચારોથી વિપરીત અંતર ન હોય, એમ હું પણ પહેલાં જાણતો હતો, પરંતુ અંતર વિપરીત દેખવાથી હાલ મારી પણ તે માન્યતાથી હવે આમ વિપરીત કહું છું. ૩૩૨ છે અથવા તે તીક્ષણબુદ્ધિવાળા આપ પોતે જ તેઓની પરીક્ષા કરે: યતિજનોને અને તેમાં પણ વિશેષ કરીને અરિહંતના મુનિઓને અપવાદ તે કેણું (દ્ધિ બેલે?” ૩૩૩ / રાજાએ કહ્યું- જેઓના ગુણ સુનિણીત છે, તેની પરીક્ષા શી?' અથવા જે તને તેમાં પણ સંશય છે, તે કઈ અવસરે પરીક્ષા પણ હે: ૩૩૪ -
એકદા ગ૭પરિવારે શોભતા કે શ્રેષ્ઠતા ગુરુમહારાજ ત્યાં પધાયો. રાજા વિગેરેએ તે ગુરુમહારાજની પૂજા-સેવાથી મનુષ્યજન્મનું ફલ પૂરેપૂરું ઉઠાવ્યું. મેં ૩૩૫ સે મુનિના ગુણોનું
વર્ણન કરતા રાજાને અવધૂતે કહ્યું-“આ મુનિઓની પ્રશંસા પણ અવધત વેષે આવેલા તે રત્નોની જેમ પરિક્ષા કરીને જ કરવી ઉચિત છે. ૩૩૬ છે અને દેવે, વિજયરાજાને દેવ- આ દરેકની તે પરીક્ષા રાત્રે છુપાવેશથી સ્પષ્ટ થઈ શકે. તેથી માયાથી જૈન સાધુઓમાં તેવા પ્રકારના પરીક્ષણવિધિમાં તમે જલદી યત્ન કરે અને બતાવેલા દુરાચારો તેમ પરીક્ષા કરીને પછી તમને જે યેગ્ય લાગે તે કરો.
(અથૉત્ ગુણો દેખે તે ગુણોનું અને અવગુણે દેખે તે અવગુણોનું વર્ણન કરે.) ૩૩૭ છે એ પ્રમાણે રાજાને અવધૂતે “પિતાની માન્યતા ખાત્રીપૂર્વકની જ છે, એમ ઠસાવવાની પ્રમાણિક ઢબે પ્રેરવાથી છૂપાવેશે ચર્યો જેવાનો અથી બનેલ રાજા, રાત્રે અંધકાર જામ્ય સતે મુનિઓની અંતરસ્થિતિ જોવા સારુ રામચંદ્રજીની માફક શ્યામ વેષ પહેરીને નીકળે. . ૩૩૮ તપાસતાં એક સ્થાને માંસ મદિરાના આસ્વાદમાં આસક્ત એવા પ્રકટ વિટણાવાળા એક મુનિને વેશ્યા સાથે દીઠે ! ને ૩૩૯ / તેવા તે મુનિને જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org